માતાએ જન્મ આપ્યો દિકરીના સંતાનને, લાગણીસભર વાત…

દીકરીની તબીયેત દુરસ્ત ન રહેતાં ૫૫ વર્ષની માતાની કોખે જન્મ લીધો દોહિત્રાએ… બાળકને જન્મ આપ્યો નાનીએ; અનોખી સત્યધટના જાણીને તમને નવાઈ લાગશે. મા – દીકરીના હૂંફાળા સંબંધનો વધુ એક દાખલો. દીકરીની સંતાન ઝંખનાને સમજીને લીધો અનોખો નિર્ણય!


દીકરીને જન્મથી જ ભ્રૂણમાં હતી તકલીફ, માએ પોતાની કૂખથી તેના સંતાનને જન્મ આપવાની બતાવી તૈયારી. આ સમાચાર વાંચીને દરેક વ્યક્તિને એમ જ થશે કે તેમાં શું મોટી વાત છે? દરેક માતા અને સંતાન વચ્ચે ખૂબ આત્મિય સંબંધ હોય. ખાસ કરીને મા – દીકરીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. તેઓ એક બીજાની સૌથી નજીકની વ્યક્તિ હોય છે.


કહેવાય છે કે દીકરી જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તે માતાની બેનપણી થતી જાય છે. અહીં એક એવી સત્યઘટના વિશે આજે આપને જણાવીએ છીએ જેમાં માતાએ દીકરીની મનની વાત સમજી લઈને તેની ખુશહાલી માટે તેની એક એવી ઇચ્છા પૂરી કરી જે સામાન્ય સ્રીએ ઉમરના એક તબક્કે જીવના જોખમે આવો નિર્ણય લેવો અઘરો રહે છે.


આપને વાત કરીએ છીએ વેલ્સની ઇમ્મા માઈલ્સે તેની દીકરીને જીવનની સૌથી સુંદર સૌગાદ આપી. તેને પોતાના ગર્ભમાં જન્માવેલ બાળક આપીને તેના જીવનની અધૂરપ પૂરી કરી. ઇમ્મા માઈલ્સની દીકરી ટ્રેસી સ્મિથ ૩૧ વર્ષની છે અને તેને જન્મ સમયે જ ગર્ભ રહેવાની શક્યતા નહોતી કેમ કે તેને જન્મ સાથે જ શરીરમાં ઉદર જ નહોતું.


બાળકની માતા તે ક્યારે બની શકે તેમ નહોતી. આ વાત તેણે ક્યારેય પોતાની માતા સાથે શેર નહોતી કરી કે તેને પણ સંતાન પ્રાપ્તિની ઇચ્છા છે. પરંતુ માનો જીવ ખરો ને? તેણે દીકરીની છૂપી મનોકામના સમજી લઈને એમની આ સમસ્યાનું તેમણે એક એવું સમાધાન આપ્યું જે ખરેખર એક ઉત્તમ ઉદાહરણ છે.


એમ્મા માઇલ્સે તેની પુત્રી ટ્રેસી સ્મિથને માતા બનવાની ખુશી આપવા માટે તેણીની સરોગેટ માતા બનીને પોતાની પુત્રીના દીકરાને જન્મ આપ્યો. આ એક એવી પ્રક્રિયા હતી જેમાં એમ્મા માઇલ્સે પોતાની ઉમર કે શારીરિક સ્થિતિની અવગણીને આ નિર્ણય લીધો હતો. એમ્માની ઉમર ૫૫ વર્ષની છે.

આ ઉમરે માતા બનવાનો નિર્ણય ખરેખર તો તેમના જીવ માટે જોખમ કારક હતો. પરંતુ તેમણે માત્ર પોતાની દીકરીની ખુશહાલી વિશે ધ્યાન કેદ્રિત કરીને પોતાની કોખમાં નવ મહિના દીકરીનો દીકરો ઉછેરીને તેને જન્મ આપ્યો હતો.


ટ્રેસી સ્મિથનું બાળપણથી એમ.આર.કે.એચ. (મેયર-રોકીટાન્સકી-કુસ્ટર-હૌસર સિન્ડ્રોમ) રોગનું નિદાન થયું છે. ટ્રેસીનો જન્મ ગર્ભાશય વિના થયો હતો. પરંતુ તેમનું અંડાશય ઉદર યોગ્ય રીતે કામ કરે છે. એમ્મા માઇલ્સે તેમના દોહિત્રને જન્મ આપવા માટે વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઇવીએફ) પ્રક્રિયાનો સહારો લીધો હતો.

અહીં એવું કહી શકાય છે કે, વિટ્રો ફર્ટિલાઇઝેશન એ એક ટેકનોલોજિકલ પ્રક્રિયા છે, જેમાં શરીરની બહાર શુક્રાણુ સાથે સ્ત્રી અંડાશયનું સંમિશ્રણ થાય છે. આ પછી બાળકને જન્મ આપતી સ્ત્રીના ગર્ભની અંદર મૂકવામાં આવે છે. આ પ્રક્રિયાની મદદથી, એમ્માએ તેની 31 વર્ષની પુત્રી ટ્રેસી સ્મિથના બાળકને જન્મ આપ્યો.


એમ્માએ તેના દોહિત્રાને જન્મ આપવા માટે આશરે 38 કિલો વજન ઘટાડ્યું. ગર્ભાવસ્થાને ટકાવી રાખવા માટે, ઘણા હોર્મોનલ ચેન્જીસ અનુભવ્યા હતા જેને લીધે તેમને કેટલીક મેડિકલ ટ્રીટમેન્ટ કરાવીને દવાઓ લઈને શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરાવવું પડ્યું હતું. ડોકટરો મુજબ, ૩૫ વર્ષની વયે જે સ્ત્રી માતા બને તે સ્ત્રીઓને ગર્ભપાતનું જોખમ વધારે હોય છે.

આ સાથે, આવી સ્ત્રીઓને પૂર્વ-એકલેમ્પસિયાનું જોખમ વધારે હોય છે. આ એક પ્રકારની જટીલ સમસ્યા છે જેમાં બાળક સાથે માતાના જીવન માટે જોખમ રહેલું છે. પરંતુ એમ્માએ તેમની પોતાની સંભાળ લીધા વિના તેમની પુત્રીને મદદ કરી અને પોતાના દોહિત્રની સરોગેટ માતા બનીને દીકરાને જન્મ આપ્યો.


એમ્માએ આ વર્ષે ૧૬ ઑગસ્ટના રોજ તેમની દીકરી ટ્રેસી સ્મિથના દીકરાને સિઝેરિયન ઓપરેશન દ્વારા જન્મ આપ્યો હતો. બાળક તંદુરસ્ત છે. બાળકનું વજન જન્મ સમયે ૩.૧ કિલો હતું. એમ્માએ બાળકના જન્મ પછી કહ્યું હતું કે, મારી દીકરીને ક્યારેય માતા હોવાની વાત મને અંદરથી દુઃખી કરી મૂકી રહી હતી.

આ મુશ્કેલીની ટ્રેસીએ મને ક્યારેય ખુલ્લી રીતે કહ્યું ન હતું, પરંતુ મેં મારી પુત્રીને કહ્યું – જો તને મારી જરૂર હોય, તો હું તમારી સાથે કોઈ પણ ભોગે હંમેશા રહીશ. મને મારી ઉંમરની ચિંતા નહોતી. મારું સંપૂર્ણ ધ્યાન ફક્ત મારી દીકરીને મદદ કરવામાં અને તેને માતા બનવાના સંતોષ આપવામાં રહ્યું હતું.


બાળકના જન્મ પછી, ટ્રેસી અને તેના પતિ, આદમે, બાળકને કાનૂની રીતે દત્તક લઈ લેવાનો નિર્ણય લીધો. પરિવાર સંપૂર્ણ થયા બાદ, ટ્રેસીએ તેની માતાનો આભાર માન્યો. હવે તે પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ