70 હજારના આ માસ્કે સમગ્ર વિશ્વમાં મચાવ્યો ખળભળાટ

કોરોનાએ વર્ષ 2020 માં ખળભળાટ મચાવી દીધો છે. ઘણા લોકોએ આ વર્ષે કારકિર્દીની નવી ઉંચાઈઓને સ્પર્શવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ કોરોનાએ તેમની બધી આશાઓ પર પાણી ફેરવી દીધુ. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો બેરોજગાર બન્યા હતા. લોકોને ખાવા-પીવાની પણ સમસ્યાઓ આવી ગઈ. પરંતુ કેટલાક લોકો આ દરમિયાન પણ સામે આવ્યા, જેમણે કોરોના જેવા સંકટમાં પણ પોતાની આવડતથી પોતાની નવી ઓળખ બનાવી.

કોરોનાએ લોકોના જીવન સાથે ઘણી રમત રમી

image source

આજે અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તેમણે કોરોના સમયગાળા દરમિયાન માસ્કની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તેના વ્યવસાયની શરૂઆત કરી. પરંતુ આજે તેણે બનાવેલા માસ્કે તેને નામ અને સંપત્તિ બંને આપી. આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલા માસ્કની કિંમત 70 હજાર રૂપિયા છે.

image source

તો ચાલો આજે અમે તમને જણાવીશું કે આ માસ્કના વ્યવસાયે આ વ્યક્તિને કેવી રીતે બનાવી દીધો લાખો પતિ. વર્ષ 2020 માં, કોરોનાએ લોકોના જીવન સાથે ઘણી રમત રમી. કરોડો લોકો આ રોગચાળાનો બોગ બન્યા. લાખો લોકોએ જીવ ગુમાવ્યો. એક સમય હતો જ્યારે વિશ્વમાં ઘણા દેશોમાં કબ્રસ્તાનોમાં લોકોને દફનાવવા જગ્યા મળતી નહોતી. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે 2020 આવા દિવસ બતાવશે.

જાપાનમાં રહેતા એક વ્યક્તિએ માસ્ક બનાવવાનો ધંધો શરૂ કર્યો

image source

કોરોના રોગચાળાની રસી હજુ કારગત સાબિત નથી થઈ રહી. લાંબા સમય સુધી આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય માસ્ક અને સામાજિક અંતર જ છે. હવે આ રોગચાળાની રસી શરૂ થઈ ગઈ છે, પરંતુ કોઈએ તેની સફળતાની બાંયધરી આપી નથી. કોરોના સામે રક્ષણ માટે ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ તે કોરોના સંકટ દરમિયાન જ જાપાનમાં રહેતા એક વ્યક્તિએ માસ્ક બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. માણસનો ધંધો એટલો ચાલ્યો કે આજે તેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે.

3 ડી પ્રિન્ટેડ માસ્ક બનાવવાનું શરૂ કર્યું

image source

રોઇટર્સના જણાવ્યા પ્રમાણે જાપાનમાં રહેતા 30 વર્ષીય શુહેઈ ઓકવારાએ લોકડાઉનમાં 3 ડી પ્રિન્ટેડ માસ્ક બનાવવાનું શરૂ કર્યું. આ માસ્ક પહેર્યા પછી, લોકો સમજી પણ શકતા નથી કે સામેની વ્યક્તિએ તેના ચહેરા પર માસ્ક પહેર્યું છે કે નહીં? ખરેખર, આ કોઈ સામાન્ય માસ્ક નથી. તે માનવ ચહેરાનો આભાસ કરાવતું માસ્ક છે. તેને લગાવ્યા બાદ તમારો ચહેરો બદલાઈ જશે. તમે જે પ્રકારનું ફેસ માસ્ક લગાવશો તમારો ચહેરો બિલકુલ તેવો જ દેખાશે.

આ માસ્કની કિંમત સિત્તેર હજાર રૂપિયા

image source

મળતી માહિતી મુજબ આ માસ્કની કિંમત સિત્તેર હજાર રૂપિયા છે. આ માસ્ક ફક્ત ટોક્યોમાં શુહેઈની દુકાનમાં જ મળે છે. લોકો અહીં માસ્ક માટે ઓર્ડર આપે છે, તે પછી માસ્કની ડિલિવરી કરવામાં આવે છે.

image source

શુહેઈના આ વિશેષ માસ્કની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી શુહીએ એક મોડેલની પસંદગી કરી છે, જેના ચેહરા જેવું માસ્ક તે બનાવી રહ્યો છે. આ માટે તેઓએ મોડેલને પેમેન્ટ પણ કરી દીધુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ