દર અઠવાડિયે ગેસ સિલિન્ડરના ભાવમાં થશે બદલાવ

દરેક જગ્યાએ લોકોમાં એક વાત ચર્ચાઈ રહી છે કે શું હવેથી દર અઠવાડિયે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે? કારણ કે આ વાત એમનેમ નથી ચર્ચાતી. સરકાર હવે કંઈક એવો જ પ્લાન કરી રહી છે. સરકારી તેલ કંપનીઓ હવેથી દર અઠવાડિયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાહેર તેલ કંપનીઓ આ તૈયારીમાં વ્યસ્ત છે. આ સમયે ગેસ સિલિન્ડર દર મહિને સમીક્ષા કરવામાં આવે છે, ત્યારબાદ કિંમતમાં ફેરફાર અથવા વધારો થાય છે.

image source

જો પ્રાપ્ય માહિતી પ્રમાણે વાત કરીએ તો ઓઇલ કંપનીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજના કંપનીઓ દ્વારા થતા નુકસાનને ઘટાડવા માટે બનાવવામાં આવી છે. જો સમીક્ષા દરમિયાન દર મહિને દરોમાં ઘટાડો થતો હતો, તો કંપનીઓને આખા મહિના માટે નુકસાન સહન કરવું પડ્યું હતું. તે જ સમયે આ નવી સિસ્ટમ દ્વારા કંપનીઓને ઘણી રાહત મળે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરના દરમાં બે વાર વધારો થયો છે.

image source

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને એલપીજીના ડિસ્ટ્રિબ્યુટરનું એવું કહેવું છે કે હવે એલપીજી સિલિન્ડરના ભાવ દર અઠવાડિયે બદલાશે. આને કારણે તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આઇઓસી વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર 2 ડિસેમ્બરથી તમારો એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. આ વધારા પછી દેશની રાજધાનીમાં સ્થાનિક એલપીજીની કિંમત 644 રૂપિયા થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી ગેસના દરમાં વધારો કર્યો હતો. 19 કિલોના સિલિન્ડરમાં 55 રૂપિયા વધાર્યા હતા.

image source

હજુ સાત દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા એટલે કે 15 ડિસ્મેબરે ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. બે અઠવાડિયાની અંદર કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરી નાખ્યો હતો.

image source

જેનાથી સામાન્ય માણસો માટે રસોડામાં ખાવાનું બનાવવું મોંઘી પડી રહ્યું છે અને ઘરેલુ બજેટ ઉપર પણ તેની અસર પડશે. જો કે હાલ 8 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના કારણે લોકોને રાહત મળી છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. 15 દિવસમાં આ બીજીવાર ભાવ વધ્યો છે. હવે ડિસેમ્બરમાં આજથી જે લોકો ગેસ બુક કરાવશે તેમણે 100 રૂપિયા વધુ આપવા પડશે.

image source

આ અગાઉ 3 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાનો વધારો થયો હતો. આ વધારો સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ