લગ્નની ચોલીનો આ રીતે કરો રિયુઝ, આઈડિયા વાંચીને તમે પણ થઈ જશો ખુશ અને દોડશો તરત જ દરજી પાસે

લગ્નના આઉટફિટ છોકરીઓ ખૂબ જ હોંશે હોંશે ખરીદે છે પણ લગ્નના થોડા સમય પછી જ્યારે એ આઉટફિટ એમને ફિટ નથી થતો તો એમને ખૂબ જ ખરાબ લાગે છે. એવામાં લગ્નની ચોલીને રિયુઝ કરીને તમે એને એકદમ નવા અંદાજમાં પહેરી શકો છો. તમારા લગ્નની ચોલીને કેવી રીતે કરશો રિયુઝ, એ વિશે આજે અમે તમને જણાવીશું.

આવી રીતે કરો લગ્નની ચોલીની ઓઢણીનો બેસ્ટ યુઝ.

image soucre

લગ્નની ચોલીની ઓઢણીનો તમે અલગ અલગ સ્ટાઇલમાં અલગ અલગ આઉટફિટ સાથે આવી રીતે કરી શકો છો ઉપયોગ.

  • 1. એને તમે સ્ટ્રેટ ફિટ સૂટ, અનારકલી, સરારા કે પછી પટિયાલા સાથે પહેરી શકો છો.
  • 2. સિલ્કના પ્લેન જેકેટ અને પેન્ટ સાથે પણ તમે લગ્નની ચોલીની ઓઢણીનો ઉપયોગ કરી શકો છો.
  • 3. જો ઓઢણી નેટ કે ટીશયુંની હોય તો એને એ જ કલરના રો સિલ્ક સૂટ કે વેલ્વેટ અનારકલી સાથે ટ્રાય કરો.
  • 4. જો ઓઢણી જ્યોર્જટની હોય તો એને ક્રેપ કે પછી કોટન ડ્રેસ સાથે પહેરો.

આવી રીતે કરો લગ્નની ચોલીનો બેસ્ટ યુઝ.

image source

તમે ચોલીના બ્લાઉઝ સાથે પણ એક્સપરિમેન્ટ કરી શકો છો. એ માટે ટ્રાય કરો આ સ્ટાઈલિશ ટિપ્સ.

  • 5. જો તમારી પાસે એમ્બ્રોઇડરી વાળું ક્રેપ બ્લાઉઝ છે તો એને સિમ્પલ ક્રેપ સાડી સાથે પહેરો.
  • 6. વેલ્વેટ બ્લાઉઝને નેટ, સિલ્ક કે પછી વેલવેટની સાડી સાથે પહેરો.
  • 7. જો કોઈ ફ્રેન્ડના લગ્ન કે પછી કોઈ ફંક્શનમાં જવાનું હોય તો પ્લેન સિમ્પલ ચોલી ખરીદો અને એને લગ્નની ચોલીના બલાઉઝ અને ઓઢણી સાથે પહેરો. એનાથી તમારા પૈસા પણ બચી જશે અને લગ્નની ચોલીનો પણ યુઝ થઈ જશે.
  • 8. લગ્નની ચોલીના બ્લાઉઝને તમે જીન્સ, સ્કર્ટ, ધોતી પેન્ટ વગેરે સાથે એને ફ્યુઝન લુક આપી શકો છો.
image source

વેડિંગ ચોલીની ડ્રેપિંગ સ્ટાઇલ બદલીને આવી રીતે મેળવો નવો લુક.

થોડી ક્રિએટિવિટી બતાવીને ચોલીને અલગ અલગ સ્ટાઇલમાં ડ્રેપ કરીને તમે એનો લુક બદલી શકો છો.

  • 9. ચોલીને સાડી સ્ટાઇલ, ગુજરાતી ચોલી સ્ટાઇલ કે પછી રિસ્ટ સ્ટાઇલ (જેમાં ઓઢણીનો એક ખૂણો હાથના કાંડા પર બાંધવામાં આવે છે) માં પહેરી શકો છો.
  • 10. અલગથી એક કોન્ટ્રાસ્ટિંગ ઓઢણીનો પણ તમે ચોલી સાથે ન્યુ સ્ટાઇલમાં પહેરી શકો છો.

વેડિંગ ચોલીને મિક્સ એન્ડ મેચ કરીને પહેરો.

image source

લગ્નની ચોલીને એમ જ બરબાદ કરવા કરતાં સારું છે કે થોડી સ્માર્ટનેસ વાપરીને એનો ફરીવાર ઉપયોગ કરવામાં આવે.

  • 11. ચોલીને નવો લુક આપવા માટે એને કોર્સટ, શિમરી સ્પગેટી વગેરે સાથે પહેરો.
  • 12. ચોલીને કોન્ટ્રસ્ટ કલર કે ગોલ્ડન તેમજ સિલ્વર કલરના બ્લાઉઝ સાથે પહેરો.
  • 13. ચોલીને તમે શિયર જેકેટ સાથે પણ પહેરી શકો છો એ ખૂબ જ સ્ટાઈલિશ લુક આપશે.
  • 14. આજકાલ લોન્ગ જેકેટ સાથે ચોલી પહેરવાનો ટ્રેન્ડ ઘણો જ પોપ્યુલર છે. એવામાં આખો સેટ ખરીદવા કરતા ફક્ત જેકેટ ખરીદો અને એને ચોલી સાથે પહેરો.

લગ્નની ચોળીમાંથી બનાવો અનારકલી.

image source

તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે શક્ય છે પણ એ થઈ શકે છે. જો તમારી પાસે કોઈ સારા દરજી હોય તો તમે ચોલીમાંથી અનારકલી બનાવી શકો છો.

  • 15. ચોલીને અનારકલી બનાવવી હોય તો ઉપર માટે સિમ્પલ ફેબ્રિક લઈને ચોળીના ઘેર સાથે સિવડાવી લો.
  • 16. જો બ્લાઉઝનો અનારકલી બનાવવા માંગતા હોય તો એની નીચે કોઈ સારા ફેબ્રિકની કડીઓ જોડી લો.
image soucre

વેડિંગ ચોલીને આવી રીતે બનાવો સ્ટાઈલિશ.

  • 17. ચોળીમાંથી તમે પ્લાઝો પેન્ટ બનાવી શકો છો અને એને સ્માર્ટ ટોપ સાથે પહેરી શકો છો.

    image soucre
  • 18. ચોલીમાંથી સ્ટાઈલિશ પેન્ટ બનાવીને એને શોર્ટ કુર્તી સાથે પહેરી શકો છો.
  • 19 ચોલીમાંથી તમે લોન્ગ જેકેટ પણ બનાવી શકો છો.
  • 20. ચોલીમાંથી લોન્ગ કુરતો સિવડાવી એને ગોલ્ડન લેગીન્સ અને ઓઢણી સાથે પહેરી શકો છો.
  • 21. ચોલી સાથે અલગ ફેબ્રિક અટેચ કરીને ગાઉન પણ બનાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ