શું તમે જાણો છો આ પથ્થરમાં હાથી કરતા પણ વધુ તાકાત રહેલી હોય છે? જાણો આના સેવનથી થતા આટલા બધા ફાયદાઓ વિશે

મિત્રો, શિલાજીત એ એક પ્રાચીન ઔષધી છે, જેમા પુષ્કળ ખનિજ તત્વો સમાવિષ્ટ છે. તે તમારા શરીરને સ્ફૂર્તિલુ અને જોશભર્યુ બનાવે છે. આ ઔષધિમા પુષ્કળ માત્રામા ફુલવિક એસિડ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરના ખનિજ તત્વોને ઓબ્સર્વ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઔષધિના સેવનથી તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભો મળી રહે છે.

image source

શિલાજીત એ હિમાલય વિસ્તારમા મળી આવતો એક વિશેષ ખનીજ પદાર્થ છે. એવુ માનવામા આવે છે કે, તે ઔષધિય ગુણતત્વોથી ભરપૂર હોય છે. શારીરિક સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા માટે અને તેની અસરને ઘટાડવા માટે પણ તે સહાયરૂપ સાબિત થઇ શકે છે. એવુ માનવામાં આવે છે કે, આ ઔષધીના સેવનથી પૌરુષત્વમા પણ સુધારો થઈ શકે છે. આજે આ લેખમા આપણે આ ઔસ્ધી વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીશુ.

image source

આ ઔષધી એક પ્રાકૃતિક ખનીજ પદાર્થ છે. તેનુ નિર્માણ પ્રાકૃતિક રીતે જ થાય છે પરંતુ, તેને બનાવવામા હજારો વર્ષ લાગે છે. સંશોધનકર્તાઓ એવુ માને છે કે, યૂફોરેબિયા, રાયલિયાના અને ટ્રાઈફોલિયા રેપેન્સ જેવા છોડની પ્રજાતિઓના ડિકમ્પોઝીશન પછી જ તે તૈયાર થાય છે. આ ઔષધિના સેવનથી આપણને અનેકવિધ લાભ થાય છે, તો ચાલો જાણીએ.

image source

આ ઔષધિના સેવનથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. આ ઔષધિનુ સેવન આપણા હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. તેમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ, મૅગ્નેશીયમ, નિક્લ અને સ્ટ્રોન્ટીયમ જેવા તત્વો જોવા મળે છે. આ ઉપરાંત તે હાડકાની નબળાઈ દૂર કરી આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં પણ રાહત આપે છે.

image soucre

આ સિવાય આ ઔષધિનુ સેવન ડાયાબિટીસની સમસ્યામા પણ રાહત આપે છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલની સમસ્યાને નિયંત્રિત રાખવામા પણ ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય તે અલ્ઝાઈમરની સમાસ્યામા પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સિવાય આ ઔષધી હ્રદય સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર રાખવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

image source

આ સિવાય આ ઔષધીનુ સેવન એનીમીયાની સમસ્યા સામે પણ રાહત આપી શકે છે. આ ઔષધિનુ નિયમિત સેવન થાકને પણ દૂર કરે છે. આ સિવાય આ ઔષધી વાંઝિયાપણાની સમસ્યાને પણ દૂર કરે છે. આ ઔષધીનુ સેવન મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

image source

આ ઉપરાંત આ ઔષધિનુ સેવન યાદશક્તિ વધારવા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઔષધિમા જોવા મળતુ મેગ્નેશિયમ લોહીમા ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત તે એક પાવરફૂલ એન્ટીઓક્સીડટ પણ છે, જે ત્વચાના ફ્રી રેડિકલ ડેમેજને ઓછુ કરી કરચલીઓની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય ત્વચાને નિખારવા માટે પણ તે લાભદાયી સાબિત થાય છે. માટે જો તમે તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવવા ઈચ્છતા હોવ તો આ ઔષધિનુ સેવન અવશ્યપણે કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત