લગ્નમાં દુલ્હને મારી ધાંસુ એન્ટ્રી, વરરાજા પણ જોઈને ઉતારવા લાગ્યો નજર, વિડીયો જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ

બધા જાણે છે એમ હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. પરંતુ હજી પણ ભારતમાં ઘણાં લગ્નો થઈ રહ્યા છે. એવું લાગે છે કે વર્ષ 2020માં બધા જ મિત્રો લગ્ન કરી લેશે! કારણ કે હાલમાં લગ્ન કરવાનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે ઇન્ટરનેટ પર દુલ્હનની એન્ટ્રીનો વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયો એનું પણ એક મહત્વ છે અને જોરદાર કારણ છે. તો આવો જાણીએ કે શા માટે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે

વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન ‘સૈંયા સુપરસ્ટાર’ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સ જોઈને સગા વ્હાલા તો ઠીક પણ સ્ટેજ પર ઉભેલો વરરાજો પણ તેના જીવનસાથીની નજર ઉતારવા લાગે છે! આ વીડિયો મહારાષ્ટ્રનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. જો કે, નવો છે કે જુનો તેના વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પણ હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આ વીડિયો જોવો ખુબ ગમી રહ્યો છે.

આ સિવાય એક લગ્નની વધારે ચર્ચા કરવામાં આવી રહી છે. એક તરફ વિશ્વવ્યાપી કોરોના વાયરસના વધતા ચેપને કારણે હજારો ભારતીય લગ્નો મુલતવી રાખવામાં આવ્યા છે, પરંતુ તે દરમિયાન એક દંપતી અને તેના એન્ટરપ્રાઇઝ પ્લાનર એક સારો આઈડિયા શોધી કાઢ્યો છે, જેમાં સામાજિક અંતરની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે.

image source

આ બધું લંડનના ડ્રાઇવ ઈન પાર્કમાં થયું હતું, જ્યાં લગ્નમાં હાજરી આપતા સેંકડો મહેમાનો કારમાં બેઠા હતા અને મોટા પડદા પર લગ્ન જોયા હતા. લંડન સ્થિત એક પ્લાનર સહેલી મીરપુરીએ બુધવારે જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરે, ચેન્સફોર્ડ, એસેક્સનાં બ્રેક્સટેડ પાર્કમાં વિનાલ પટેલ અને રોમા પોપટના લગ્ન થયાં હતા.

આગળ વાત કરીએ તો આ દરમિયાન ભારે વરસાદ પણ થયો હતો, પરંતુ લગ્ન સમારોહમાં આવી કોઈ સમસ્યા નહોતી. જ્યારે મ્યુઝિક અને ડીજે પણ મુકવામાં આવ્યા હતા. કોરોનાને કારણે, ફક્ત 15 લોકો લગ્નના કાર્યક્રમમાં એકત્રિત થઈ શકે છે.

આવી સ્થિતિમાં લગ્નમાં હાજરી આપનારા મહેમાનો કારમાં બેઠા રહ્યા અને લોકો એક હદમાં બહાર આવ્યા હતા. કારમાં બેઠેલા લોકો માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. મીરપુરી, જેમના પરિવારના ભારતમાં સંબંધો છે, જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઉનાળામાં યોજાવાનાં હજારો લગ્નો મુલતવી રાખવામાં આવ્યા છે.

લોકડાઉનમાં લગ્ન ઉદ્યોગને લગભગ અબજો રૂપિયાનું નુકસાન થયુ છે. લગ્ન સંબંધિત માર્ગદર્શિકા સતત બદલાતી રહે છે. ઘણા લોકોએ તેમના લગ્ન 2021 સુધી મુલતવી રાખ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ