ગુજરાતીઓ કોરોનાના ડરથી ઘર બહાર નથી નીકળતાં અને ઘરમાં જ આ પદ્ધતિથી ઉગાડે છે શાકભાજી

એક તરફ કોરોનાએ પોતાની બાનમાં આખા વિશ્વને લીધું છે. એ જ રીતે ભારત અને ગુજરાતમાં પણ રોજના હજારો લાખો કેસ આવી રહ્યા છે અને લોકો કોરોનાથી મરી પણ રહી રહ્યા છે. તો વળી જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ લોકોની જાણે આખી લાઈફ જ બદલી ગઈ હોય એવો માહોલ છે. પરંતુ કહેવાય ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એ જ રીતે કોરોનાથી નુકસાનની સામે અમુક ફાયદા પણ થયા છે. તો એવો જ એક ફાયદો થયો છે કે જેના વિશે આજે વાત કરવી છે. કોરોના આવ્યો ત્યારથી અવારનવાર જાણવા મળે છે કે વેજિટેબલ માર્કેટ સુપરસ્પ્રેડર સાબિત થઈ છે. આ જ કારણે હવે લોકો માર્કેટમાંથી શાકભાજી ખરીદવા જતાં ડરે છે અને ઘણા લોકો ઓનલાઈન શાકભાજી મગાવતા થયા છે.

image soucre

ઓનલાઈન શાકભાજી મંગાવાનું કારણ એક જ કે તેઓ બને એટલા ઓછા સંપર્કમાં આવે. પરંતુ એનાથી પણ એક મોટી વાત કે હવે લોકોમાં ઘરમાં જ શાકભાજી ઉગાડવાનો ટ્રેન્ડ પણ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે, જેને હાઈડ્રોપોનિક ફાર્મિંગ કહેવામાં આવે છે. હાઈડ્રોપોનિક ફાર્મિંગ કિટ બનાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે, ગુજરાત અને દેશનાં મોટાં શહેરોના લોકોમાં ઘરે જ શાકભાજી તેમજ હર્બલ પ્લાન્ટ ઉગાડવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સૌથી પહેલા એ સમજીએ કે હાઈડ્રોપોનિક ફાર્મિંગ કોને કહેવાય અને કઈ રીતે થાય. તેમજ તેમના ખર્ચ વિશે પણ માહિતી લેશું.

image soucre

જો બે શબ્દોમાં તેનું વર્ણન કરવું હોય તો હાઈડ્રોપોનિક ફાર્મિંગ એટલે માટી વગર થઈ શકતી ખેતી. હાઇડ્રોપોનિક સિસ્ટમમાં, છોડની મૂળ પ્રવાહી પોષક દ્રાવણમાં અથવા રોકવોલ અને વર્મિક્યુલાઇટ જેવી ભેજવાળી નિષ્ક્રિય સામગ્રીની અંદર વધે છે. આ પદ્ધતિથી મોટે ભાગે પાલક, ભાજી, એક્ઝોટિક વેજિટેબલ્સ, કેપ્સિકમ સહિતની શાકભાજી ઉગાડી શકાય છે. આ ઉપરાંત એમાં તુલસી, અજમો જેવા હર્બલ પ્લાન્ટની પણ ખેતી થઇ શકે છે. નાનો પ્લાન્ટ હોય તો 30 જેવા છોડ ઘરની બાલ્કનીમાં રાખી શકાય છે.

image source

સાથે જ વાત કરવામાં આવે તો આ ઉપરાંત હવે આર્ટિફિશિયલ લાઇટિંગ સાથે ઘરની અંદર અથવા રૂમમાં 100થી વધુ છોડ પણ ઉગાડી શકાય છે. આ સાથે જ ખર્ચની વાત કરવામાં આવે તો હાઇડ્રોપોનિક સિસ્ટમ બનાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે, ઘરની બાલ્કની અથવા કિચનમાં 20-25 છોડ સાથેનો નાનો પ્લાન્ટ બનાવવા માટે રૂ. 10,000-12,000 જેવો ખર્ચ થાય છે. આમાં બિયારણ, સ્ટેન્ડ, ખાતર અને કિટનું ઇન્સ્ટોલેશન સામેલ છે. આ સિવાય જો આર્ટિફિશિયલ સનલાઈટ સાથેનો ઇન્ડોર પ્લાન્ટ સેટઅપ કરવો હોય તો એમાં છોડની સંખ્યા મુજબ રૂ. 20,000થી લઈને 40,000 સુધીનો ખર્ચ આવે છે.

image source

હવે આપણે એવા લોકો સાથે વાત કરીએ કે જેણે આવી ખેતી કરી છે અને લાભ લીધો છે. તો સૌ પ્રથમ જોઈએ કે અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા પાવર ટેક કંપની ચલાવતા માનસી પરિખ શું કહે છે. તેઓ આ અંગે વાત કરતા કહે છે કે, બજારમાં મળતી લીલી અથવા પત્તાંવાળી શાકભાજીની ગુણવત્તા ઘણીવાર નબળી હોય છે. આ ઉપરાંત પેસ્ટિસાઇડનો પણ ડર રહે છે. વર્તમાન કોરોનાની સ્થિતિને જોતાં ઓર્ગેનિક વેજિટેબલ્સ મળી રહે એ માટે ઘરમાં જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. જાતે ઉગાડેલી વસ્તુ વિશ્વાસપાત્ર પણ હોય છે. અમે ઘરે પાલક, લસણ, ટામેટાં, લેટ્ટસ, બેસિલ અને માઈક્રો ગ્રીન વેજિટેબલ ઉગાડીએ છીએ. એ જ રીતે જાત અનુભવી એક અમેરિકન કંપનીમાં એડમિનનું કામ કરતા મંજુ નેગીએ કહ્યું હતું કે દિવાળી પહેલાં અમે અમારા ઘરની બાલ્કનીમાં પાલક, મેથી, કોથમીર સહિતની પત્તાંવાળી શાકભાજી ઉગાડવા માટે ખાસ કિટ લગાવડાવી છે. આ ઉપરાંત હું ઘરમાં ભીંડો, બિન્સ જેવી શાકભાજી પણ ઉગાડી રહી છું. શાકભાજી રોજિંદા વપરાશની વસ્તુ છે અને એને વારંવાર લેવા જવી પડે તો લોકો સાથેનો સંપર્ક વધી જાય છે.

image source

કંઈક આવો જ અનુભવ ધરાવતા સુરતના રાજેશ પટેલે જણાવ્યું, હાલના સમયમાં ન્યૂટ્રિશન વેલ્યુવાળાં એક્ઝોટિક અને ગ્રીન વેજિટેબલ્સ ઘણાં મોંઘાં મળે છે. કોરોના આવ્યા બાદ આવી શાકભાજીની માગ વધી છે અને એના ભાવ પણ વધ્યા છે. આ બધાને ધ્યાનમાં રાખીને મેં મારા ઘરના એક રૂમમાં ઓક્ટોબરથી લીફી એટલે કે પત્તાંવાળી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આનાથી અમારા ઘરની જરૂરિયાત પૂરી થાય છે. સાથે જ વાત કરીએ તો અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અને ગાંધીનગરના વાવોલમાં રહેતા મહેશભાઈ માળીએ જુલાઈ મહિનાથી ઘરમાં જ લીલી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આમ કરવાનું સૌથી મોટું કારણ તેમણે એ આપ્યું કે મારે 4 મહિનાની નાની દીકરી છે. કોરોના જે રીતે ફેલાયો છે એને કારણે અમે શક્ય એટલો બાહ્ય સંપર્ક ઓછો કરીએ છીએ અને આ જ કારણોથી અમે અમારા ફ્લેટની ગેલરીમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે.

image soucre

જો આગળ વાત કરવામાં આવે તો અમદાવાદની રાઈઝ હાઈડ્રોપોનિક કંપનીના ઓનર વિવેક શુક્લાએ જણાવ્યું હતું કે કોરોના આવ્યો ત્યાર બાદથી લોકોમાં ઘરમાં જ વેજિટેબલ્સ ઉગાડવા અંગે જાગરૂકતા વધી છે. લોકો સમજે છે કે બહારથી શાકભાજી ખરીદવામાં જોખમ રહેલું છે. આ ઉપરાંત ઘરે શાકભાજી ઉગાડવા સલામત તો છે જ, સાથે તેમાં રસોડાના દૈનિક ખર્ચમાં પણ ઘટાડો થઇ શકે છે. વિવેક શુક્લાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે અત્યારસુધીમાં દેશમાં હાઈડ્રોપોનિક ફાર્મિંગનું કોમર્શિયલ મહત્ત્વ રહ્યું છે. હોટલ્સ, મોટાં કોમ્પ્લેક્સ, ફાર્મ હાઉસમાં આ પ્રકારે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારે ટેરેસ ગાર્ડન અથવા કોમન ગાર્ડન પણ બનાવવામાં આવે છે. સમજો કે કોઈ રૂ. 30 લાખનું રોકાણ કરે છે તો બધો ખર્ચ કાઢતાં પણ તેને વર્ષે રૂ. 15-16 લાખ જેવી આવક થાય છે અને આ રીતે બે વર્ષમાં રોકાણ છૂટું થઇ જાય છે. ત્યાર બાદ વર્ષો વરસ નફો મળતો રહે છે.

ગ્રીનટેક ઓર્ગેનિક હાઈડ્રોપોનિક્સ સિસ્ટમના ઓનર મનન પટેલે જણાવ્યું કે હેલ્થને ધ્યાનમાં રાખીને લોકો હવે લીલાં શાકભાજી ઉગાડતા થયા છે. અત્યારે જે હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજી છે તેમાં 40-45 દિવસમાં ક્રોપ પ્રોડક્શન મળતું થઇ જાય છે. આ ઉપરાંત છોડને પાણી પિવડાવવાનું અને ખાતર આપવા જેવી કામગીરી મોબાઈલથી ઓપરેટ થઇ શકે છે, એટલે કે તમે ઘરે ના હોવ તોપણ ગમે ત્યાંથી તમે તેની સારસંભાળ રાખી શકો છો.

image source

આ જ રીતે વાત કરીએ બ્રિઓ હાઈડ્રોપોનિક્સના ડિરેક્ટર પ્રવીણ પટેલની તો તેઓ પણ માને છે કે ઘરમાં હાઈડ્રોપોનિક પદ્ધતિથી ગ્રીન વેજિટેબલ્સ ઉગાડનારાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, મુંબઈ, બેંગલુરુ, વડોદરા જેવાં મોટાં શહેરો કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું છે તેવાં શહેરોમાં ઘરમાં જ શાકભાજી તેમજ હર્બલ પ્લાન્ટ ઉગાડવા અંગે લોકોમાં અવેરનેસ વધુ છે. અપર મિડલ ક્લાસ અને હાયર ક્લાસના લોકો, પ્રોફેસર્સ, કંપનીમાં ટોપ પોઝિશન ધરાવતા લોકો, બિઝનેસમેન સહિતના લોકો પોતાના ઘરમાં લીફી તેમજ એક્ઝોટિક વેજિટેબલ્સ ઉગાડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ