9 કિચન ટિપ્સ: જે તમારા રસોડાના કામને કરશે આસાન, અત્યારે જ નોંધી લો તમે પણ

થોડા દિવસ પહેલા જ અમે અહીં ગુજરાતી ગૃહિણીઓ માટે રસોડામાં કામ લાગે તેવી કિચન ટિપ્સ અંગેનો લેલહ પ્રકાશિત કર્યો હતા. ત્યારે આજના આ લેખમાં પણ અમે થોડી વધુ કિચન ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમને ગમશે અને ઉપયોગી પણ થશે.

1). ડુંગળી પકાવતી વખતે તેમાં ચપટી મીઠું નાખી દેવું. આમ કરવાથી ડુંગળી જલ્દી પાકી જશે.

image source

2). દાળને જલ્દી પક્વવી હોય તો તેમાં થોડું ઘી, ચપટી હળદર અને હિંગ તથા જરાક નમક અને ખાંડ નાખો. આમ કરવાથી દાળ જલ્દી પાકશે અને તેની ખુશ્બુ પણ યથાવત રહેશે.

3). પુરી નરમ બનાવવી હોય તો પુરીનો લોટ બાંધતી વખતે પાણીના બદલે દૂધનો ઉપયોગ કરવો.

image source

4). શાકભાજી બનાવતી વખતે જ્યાં સુધી શાક બકાલુ ઢીલું ન પડે ત્યાં સુધી તેમાં મીઠું ન નાખવું. કારણ કે શાક બકાલામાં વહેલા મીઠું નાખી દેવાથી તેની ન્યુટ્રિશિયન વેલ્યુ ઓછી થઈ જાય છે.

image source

5). સામાન્ય વાતાવરણમાં કેળાને બહાર રાખવાથી તે જલ્દી પાકી જાય છે અને ખાવાલાયક નથી રહેતા. આમ ન થાય તે માટે કેળાને ફ્રિજમાં રાખવાની ટેવ પાડવી. ફ્રિજમાં કેળા રાખવાથી તેની છાલ તો કાળી પડી જાય છે પરંતુ અંદર તેનો માવો ખાવાલાયક રહે છે.

image source

6). ટમેટાને જલ્દી પકવવા માટે તેને બ્રાઉન પેપર બેગમાં પેક કરીને ડાર્ક કોર્નરમાં રાખવા. આમ કરવાથી ટમેટા જલ્દી પાકી જશે અને તેનો રંગ પણ યથાવત રહેશે.

7). દાળમાં જીવાત ન પડી જાય તે માટે તેમાં કસ્ટર્ડ ઓયલના થોડા ટીપાં નાખી દેવાથી સમસ્યા નથી રહેતી.

image source

8). જો તમારા ઘરમાં કીડીઓ સમસ્યા બની ગઈ છે તો તેના માટે એક ઘરગથ્થુ ઈલાજ એ છે કે ઘરની ટ્યુબલાઈટ કે CFL પાસે ડુંગળીની એક કે બે ગાંઠ બાંધીને લટકાવી દેવાથી કીડીઓ દૂર રહે છે.

image source

9). રસોડા માટે નવા વાસણો ખરીદીએ ત્યારે તેની સાથે એક મફતની સમસ્યા પણ સાથે આવે છે. આ સમસ્યા એટલે વાસણમાં ચોંટાડવામાં આવેલું કંપનીનું સ્ટીકર. આ સ્ટીકર સરળતાથી ઉખડતું પણ નથી. જો કે એક ઉપાય દ્વારા આ સ્ટીકર ઉખાડી શકાય છે અને તે એ કે વાસણમાં જ્યાં એ સ્ટીકર લાગ્યું હોય તેની પાછળની બાજુને ગેસ પર થોડી વાર માટે ગરમ કરવાથી સ્ટીકર પોતાનું ગમ છોડવા લાગે છે. ત્યારબાદ તમે સ્ટીકરને કોઈક ધારદાર બસ્ટ વડે ધીમે ધીમે કાઢવાનો પ્રયાસ કરશો તો તે નીકળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ