શું તમે ભૂલી ગયા છો મોબાઈલ પેટર્ન લોક? તો આ ટ્રિકથી ખોલી દો માત્ર 2 જ મિનિટમાં

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા મોબાઈલ ફોન એ લોકોની ખુબ જ અંગત જરૂરીયાત બની ગઈ છે. મોબાઈલ વિના લોકો એક મિનીટ માટે પણ શાંતિથી બેસી શકતા નથી. હાલ, લોકોના મોટાભાગના કામ એક જ ચુટકીમા મોબાઈલ દ્વારા પૂર્ણ થઇ જાય છે. આ કામ પછી પૈસાને લગતુ હોય કે ખાવાને લગતુ, બધા જ કામો મોબાઈલ દ્વારા એક આંગળીના ટેરવે થઇ જાય છે.

image source

ઘણીવાર લોકો કોઈક કારણસર પોતાના મોબાઈલ ફોનનો પેટર્ન લોક ભૂલી જતા હોય છે અને તેના કારણે તેમણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર આ પેટર્ન લોક ભૂલી જવાના કારણે એક એવી સમસ્યામા ફંસાઈ જાવ છો કે જેની તમે કલ્પના પણ ના કરી હોય. આવી કોઈ ઘટના ના બને તે માટે આજે તમને પેટર્ન લોક સાથે સંકળાયેલી એક વિશેષ માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

જો તમે પણ વારંવાર આ ભૂલ કરો છો અને તમે ફોન અનલોક કરવા માટે સર્વિસ સ્ટેશનના ધક્કા ખાઈ-ખાઈને થાકી ચુક્યા છો તો આજે અમે તમને એક વિશેષ ટીપ વિશે જણાવીશુ કે, જેની મદદથી તમે તમારા મોબાઇલનો પેટર્ન લોક ખુબ જ સરળતાથી ખોલી શકશો. તો ચાલો જાણીએ આ વિશેષ ટીપ વિશે.

image source

સૌથી પહેલા તો તમે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દો. ત્યારબાદ હવે એકીસાથે ફોનનુ અપ વોલ્યુમ બટન અને હોમ સ્ક્રીન બટન દબાવો. આમ કર્યા પછી તમને આ મુજબના વિકલ્પો જોવા મળશે. જેમા પહેલુ વિકલ્પ છે ડેટા રીબૂટ, બીજુ વિકલ્પ છે ડેટા / ફેક્ટરી રીસેટ, ત્રીજુ વિકલ્પ આવે છે ઇન્સ્ટોલ અપડેટ, ચોથુ વિકલ્પ છે પાવર ડાઉન અને પાંચમુ વિકલ્પ આવે છે એડવાન્સ વિકલ્પો. આ વિકલ્પોમાંથી વાઈપ ડેટા ફેક્ટરી રીસેટ પસંદ કરો.

image source

આ વિકલ્પને પસંદ કર્યા પછી ઓકે પર ક્લિક કરો. આ બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તમારો ફોન ફરીથી રીસ્ટાર્ટ થઇ જશે. આ પ્રક્રિયા દરમિયાન તમારા ફોનમા જે કઈપણ ડેટા હશે તે ડીલીટ થઇ જશે અને આ રીતે તમે તમારા ફોનનો લોક ખુબ જ સરળતાથી ખોલી શકો છો.

image source

આ ટિપથી મોબાઈલ ફોનનો પેટર્ન લોક તો ખુલી જશે પરંતુ, તમારો બધો જ મહત્વનો ડેટા ઉડી જશે માટે જો શક્ય બને તો હમેંશા મોબાઈલનો પેટર્ન લોક હમેંશા સહેલો રાખવો કે જે એકદમ સરળતાથી આપણને યાદ રહી જાય. જો તમે મોબાઈલનો પેટર્ન લોક સહેલો રાખશો તો ભૂલી જવાની સંભાવના ખુબ જ ઓછી રહેશે અને તમારે આ જટિલ પ્રોસેસમાંથી પસાર થવુ પડશે નહિ તથા તમારે તમારો કામનો ડેટા પણ ગુમાવવો પડશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ