આ હોટેલને બનાવવા તંત્રએ ખર્ચી નાખ્યા દેશની જીડીપીના બે ટકા જેટલા પૈસા, છતા પણ છે અધુરી…

આમ તો ઉત્તર કોરિયા તેના વિચત્ર કાયદા અને મિસાઇલોના પરીક્ષણને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ આ સાથે અહીં ઘણી એવી વસ્તુઓ છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. આમાંની એક છે પિરામિડ આકારની ગગનચુંબી ઈમારત, જે એક હોટલ છે. આ હોટલનું ઓફિશિયલ નામ રયુગયોંગ છે, પરંતુ તે યુ-ક્યૂંગ તરીકે પણ ઓળખાય છે.

image source

આ હોટેલને ‘ભુતિયા હોટલ’ તરીકે ઓળખવામાં આવે છે

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની આ 330 મીટર ઉંચી હોટેલમાં કુલ 105 રૂમ છે. પરંતુ આજદિન સુધી કોઈ પણ વ્યક્તિ અહીં રોકાયો નથી. બહારથી ખૂબ જ વૈભવી, પરંતુ નિર્જન હોટલને ‘શ્રાપિત હોટલ’ અથવા ‘ભુતિયા હોટલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ હોટલને ‘105 બિલ્ડિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા વર્ષો પહેલા અમેરિકન મેગેઝિન એસ્ક્વાયરે હોટલને ‘માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઇમારત’ ગણાવી હતી. આ હોટલના નિર્માણમાં ઘણાં પૈસા ખર્ચવામાં આવ્યા હતા. જાપાની મીડિયા અનુસાર, ઉત્તર કોરિયાએ તેના બાંધકામમાં કુલ 750 મિલિયન ડોલર એટલે કે લગભગ 55 અબજ રૂપિયા ખર્ચ કર્યા હતા. તે સમયે આ રકમ ઉત્તર કોરિયાના જીડીપીના બે ટકા જેટલી હતી. પરંતુ હજી આ હોટલ આજદિન સુધી શરૂ થઈ શકી નથી.

image source

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું

આમ તો આ હોટલને વિશ્વની સૌથી ઉંચી હોટલ તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ હવે તેની એક અલગ ઓળખ બની ગઈ છે. દુનિયા હવે આ હોટલને ‘પૃથ્વી પરની સૌથી ઉંચી વિરાન હોટેલ’ તરીકે ઓળખવા લાગ્યા છે. આ વિશેષતાને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. એવું કહેવામાં આવે છે કે જો આ હોટલ નક્કી કરેલા સમયે પુરી રીતે બની ગઈ હોત તો તે વિશ્વની સાતમી સૌથી ઉંચી ઇમારત અને સૌથી ઉંચી હોટલ તરીકે ઓળખાત.

image source

લગભગ 11 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો

આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય વર્ષ 1987 માં શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે હોટલ બે વર્ષમાં તૈયાર થઈ જશે. પરંતુ આવું થઈ શક્યું નહીં. કેટલીકવાર તેને બનાવવાની રીત સાથે કોઈ સમસ્યા સામે આવી તો કેટલીકવાર બાંધકામ સામગ્રીમાં સમસ્યા આવી હતી. આ પછી 1992 માં આ હોટલનું નિર્માણ આખરે બંધ કરવું પડ્યું. કારણ કે તે સમયે ઉત્તર કોરિયા આર્થિક રીતે નબળું પડી ગયું હતું. જો કે, તેને બનાવવાનું કામ વર્ષ 2008 માં ફરીથી શરૂ થયું. પહેલા આ વિશાળ હોટલની વ્યવસ્થા કરવામાં લગભગ 11 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પછી, બાંધકામ ફરીથી શરૂ થયું. સમગ્ર બિલ્ડિંગમાં ગ્લાસ પેન લગાવવામાં આવ્યા હતા અને બાકીના નાના-મોટા કામો કરવામાં આવતા હતા.

image source

આ હોટલનું કામ હજી અધવચ્ચે જ છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2012 માં, ઉત્તર કોરીયાના વહીવટીતંત્રે જાહેરાત કરી કે હોટલ 2012 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ તે થઈ શક્યું નહીં. આ પછી પણ ઘણી વાર એવી આશા જાગી કે કે આ વર્ષે હોટલ શરૂ થશે, બીજા વર્ષે શરૂ થશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજદિન સુધી આ હોટલ હજુ શરૂ થઈ શકી નથી. એવું કહેવામાં આવે છે કે આ હોટલનું કામ હજી અધવચ્ચે જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ