માનવતા જીવતી હોવાનું ઉદાહરણ આપતો પોલીસકર્મી, વૃદ્ધ અને નિરાધાર મહિલાને પોતાનાં હાથેથી પાસે બેસીને ખવડાવ્યું

કેટલીક વખત એવી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળતી હોય છે કે જેને જોઈને આપણું હૃદય ખુશ થઈ જાય છે. ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે આપણને માનવતા વિશે શીખવે છે. જાણવા મળ્યું છે કે હાલમાં ઉત્તર પ્રદેશના એક પોલીસ કર્મચારીએ વૃદ્ધ અને બેઘર મહિલાને ખવડાવતો આ પ્રકારનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ફોટામાં જોવા મળેલા પોલીસકર્મીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. મળતી માહિતી આ ફોટો પેરાલિમ્પિયન રિંકુ હૂડાએ ટ્વિટર પર શેર કર્યો છે. કે જે હવે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પોલીસકર્મીના ખોબલે ને ખોબલે વખાણ પણ કરી રહ્યાં છે.

ટ્વિટર પર ફોટો શેર કરતા રિંકુ હૂડાએ લખ્યું કે પોલીસનો પણ આ પ્રકારનો ચહેરો છે. # સેલ્યુટ “. રિંકુ હૂડાના ટ્વીટને અત્યાર સુધીમાં લગભગ 500 જેટલા રિટ્વીટ અને 6 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ સાથે વાત કરવામાં આવે કોમેન્ટની તો તેમાં લોકો આ પોલીસકર્મીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝર્સએ કોમેન્ટ કરી છે કે તે અધિકારીને સલામ ….,” બીજા એક યુઝરે લખ્યું હતું કે “ખુબ સરસ કામ છે, સરજી જય હિન્દ.” વાયરલ થઇ રહેલ આ તસવીરમાં જોઈ શકાય છે તે મહિલા ઘણી મોટી ઉમરની છે અને તે બહાર રોડ પર એક વૃક્ષ નીચે બેઠેલ છે. પોલીસકર્મી મહિલાની સાથે બેસે છે અને પોતાના હાથે તેને ખવડાવી રહ્યો છે. આ જોઈને લોકો કાયલ થઈ ગયા છે અને પોલીસકર્મીને આશીર્વાદ આપી રહ્યા છે.

આ પછી કોમેન્ટ બોક્સમાં આગળ વધુ એક યુઝરએ પોલીસકર્મીને વધાવતાં લખ્યું હતું કે આપણે જીવંત છીએ કારણ કે માનવતા જીવંત છે … જો આપણે કોઈની મદદ કરી શકીએ તેમ છીએ તો જરૂર કરવી જોઈએ. આ સિવાય એક યુઝરે લખ્યું કે ગૌરવ છે તમારા પર, જ્યારે બીજાએ ટિપ્પણી કરી કે શબાસ હરિયાણા પોલીસ. આ વીડિયો સોશિયલ મીડીયા પર ખુબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

image source

એક પોલીસ તરીકે ફરજ બજાવતાની સાથે પોલીસનું આ રૂપ પણ છે જેણે સૌના દીલ જીતી લીધા છે. આ અગાઉ એક પોલીસકર્મીની આવી જ માનવતાનો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં તે પોલીસકર્મી કાયમ રસ્તે રખડતાં કૂતરાઓને ખાવાનું આપતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!