લગ્ન માટે સોનું ખરીદવું છે તો જલ્દી કરો, આજે ઘટ્યા છે સોનાના ભાવ, જાણો નવો ભાવ

આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સોનું 61 રૂપિયા સસ્તુ થયું છે. આ સાથે તેનો નવો ભાવ 49211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી 218 રૂપિયા મોંઘી બની છે. એક્સપર્ટનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં સોનું 60000 રૂપિયા સુધી જઈ શકે છે. આ મહિને અત્યાર સુધીમાં સોનું 179 રૂપિયા અને ચાંદી 350 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે.

IMAGE SOURCE

MCX પર બપોરે 2.30 વાગે સોનું 49235 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતુ. આજની વાત કરીએ તો સોનું અહીં 366 રૂપિયા સસ્તુ થયું છે. પણ ચાંદીની વાત કરવામાં આવે તો તે 71913 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. તે કાલની સરખામણીએ 765 રૂપિયા ઘટ્યું છે.

સોનું 2241 અને ચાંદી 3550 રૂપિયા મોંઘું થયું છે

IMAGE SOURCE

મે મહિનામાં સોનું 2241 રૂપિયા મોંઘું થયું હતું. 30 એપ્રિલે સોનું 46791 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું જે 31 મેના રોજ 49032 રૂપિયા પહોંચ્યું હતું. ચાંદીની વાત કરીએ તો 30 એપ્રિલે તે 67800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી જે 31 મેના રોજ 71350 પર પહોંચી હતી. આ પહેલા મે મહિનામાં તે 3550 રૂપિયા મોંઘી બની છે અને એપ્રિલમાં સોનું 2601 અને ચાંદી 4938 રૂપિયા મોંઘી થઈ છે.

5 વર્ષમાં બમણા થયા સોનાના ભાવ

IMAGE SOUCRE

થેલ્લા કેટલાક વર્ષની વાત કરીએ તો સોનું શાનદાર રિટર્ન આપી રહ્યું છે. સાડા 5 વર્ષથી ઓછા સમયમાં સોનું બમણું મોંઘુ થયું છે અને 49 હજાર રૂપિયાને પાર કરી ચૂક્યું છે. 27 જાન્યુઆરી 2016ના રોજ સોનું 24500 રૂપિયા હતું. એક્સપર્ટનું માનીએ તો વર્ષના અંતમાં સોનાના ભાવ 60000ને પાર જઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 1894 ડોલર પ્રતિ ઓંસ રહ્યું

IMAGE SOURCE

અહીં સોનું 1894 અમેરિકી ડોલર પ્રતિ ઔસ પર રહ્યું છે જે બુધવારે 1908 ડોલર હતું. આવનારા સમયમાં તે 2000 ડોલરને પાર કરી શકે છે. મે મહિનાની શરૂઆતમાં તે 1770 ડોલર પ્રતિ ઓંસના સ્તરે રહ્યું છે.

દેશમાં વધી રહી છે સોનાની માંગ

IMAGE SOURCE

વાણિજ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર એપ્રિલમાં 6.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 46 હજાર કરોડ રૂપિયાનુ સોનું આયાત થયું હતું. એક વર્ષ પહેલા સમાન સમયે ફક્ત 2.82 મિલિયન ડોલર એટલે કે લગભગ 21.61 કરોડ રૂપિયાના ગોલ્ડને ઈમ્પોર્ટ કરાયું હતું. એટલે હવે સોનાની માંગ વધવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!