રહસ્યમય મોત, જેમાં માણસ પોતાની રીતે જ સળગવા લાગે છે

નમસ્તે મિત્રો , આજના આ લેખમાં આપ સૌનું સ્વાગત છે આ લેખ દ્વારા, અમે તમને રહસ્ય થી ભરપૂર સફર પર લઈ જવા માટે સંપૂર્ણ પણે તૈયાર છીએ . મૃત્યુ એક સત્ય છે કે જે માણસ ને ક્યારે અને ક્યાં મળશે તે કહી શકાતું નથી અને મોત એક એવી વાસ્તવિકતા છે જેને ભૂલવાની હિંમત મનુષ્ય કરી શકતા નથી. એકના એક દિવસે તો માણસ નો સામનો મૃત્યુ સાથે થવાનો જ હતો માનવ શરીર ની રચના મૃત્યુ પછી ફક્ત રાખ થવા માટે જ કરવામાં આવી હતી .

image source

માણસ ના મૃત્યુ પછી તેમનો અગ્નિ સંસ્કાર કરવાની પરંપરા ભારતીય હિન્દૂ ધર્મમાં સદીઓ થી ચાલી આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ નું શરીર કોઈ કારણ વિના આગ વગર નું સળગીને ભસ્મ થઈ જાય તો ! સાંભળવામાં આ કથન જેટલું કાલ્પનિક લાગે છે તેટલું જ સત્ય પણ છે કારણ કે આજ સુધીમાં આવી રીતે મૃત્યુ પામેલા 200 જેટલા રહસ્યમય કિસ્સા લોકો ની સામે આવ્યા છે કે જ્યારે વ્યક્તિ અચાનક બેઠો હોય અને અચાનક તેનું શરીર આગ પકડી લે અને જોત જોતા માં તેનું શરીર રાખ થઈ જાય .

તબીબી વિજ્ઞાને આ રહસ્યમય ઘટના ને નામ આપ્યું છે ” સ્પોન્ટેનિયસ હ્યુમન કમ્બશન ” આજે આપણા લેખમાં, અમે તમને કેટલાક એવા લોકો વિશે જણાવીશું કે ,જેઓ આ રહસ્યમય ઘટનાનો શિકાર બન્યા હતા અને જેમાંથી કેટલાક સ્પોન્ટનીયસ હ્યુમન કમ્બશ્ચન ના શિકાર બન્યા હોવા છતાં એક આઘાતજનક મૃત્યુથી બચી ગયા હતા તો ચાલો મિત્રો જાણીએ રહસ્યમય વણ – ઉકેલાયેલા કોયડા વિશે .

image source

એકવાર મેરી નામ ની એક છોકરી એક એપાર્ટમેન્ટ માં રહેતી હતી. 2 જુલાઈના રોજ સવારે 5:00 વાગ્યે, તેના મકાનમાલિક ને તેના એપાર્ટમેન્ટ માં કંઇક સળગવા ની વાસ આવવા લાગી હતી થોડી વાર સુધી ખરાબ ગંધ સહન કર્યા પછી તે લેન્ડ લેડી એ તેની તપાસ કરવાનું નક્કી કર્યું. જ્યારે મકાન – માલિકે ઘર ખોલવા માટે દરવાજા નું હેન્ડલ પકડ્યું , ત્યારે તેને ખબર પડી કે તે ખૂબ જ ગરમ હતું ત્યારબાદ લેન્ડ – લેડી એ મેરીના ઘર ની આસપાસ રહેતા લોકો ને બોલાવી તેમની મદદ થી મેરીના એપાર્ટમેન્ટ નો દરવાજો ખોલાવ્યો અને જેવો દરવાજો ખુલ્યો તરત જ ત્યાં ઉભેલા હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયા કારણ કે ત્યાંનું દ્રશ્ય જેટલું રહસ્યમય હતું તેટલું જ આશ્ચર્ય પમાડે તેવું હતું .

ઓરડા ના અંદર ના ખૂણા માં ખુરશી પર બેઠેલી મેરી સંપૂર્ણ રીતે સળગી ને રાખ થઈ ગઈ હતી કેટલાક લોકો કે જેમણે તેમની આખે આ બધું જોયું હતું તે લોકો એ કહ્યું કે મેરી નું કપાળ સળગી ગયા બાદ એક નાનકડા કપ જેટલું જ થઈ ગયું હતું જે પોતાના માં જ એક વિચિત્ર વાત હતી પણ નવાઈ ની વાત તો એ હતી કે મેંરી જે ખુરશી પર બેઠી હતી તેના પર માત્ર નામ માત્રની જ ક્ષતિ થઈ હતી . પણ મેરી ના શરીર ની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે મેરી નું શરીર કોઈ વિકરાળ આગ ની ઝપેટમા આવી ગયું હતું આ વિરોધા – ભાસ આ ઘટના ને વિચિત્ર બનાવતો હતો .

image source

ક્રિમેશન નિષ્ણાતો નું એવું માનવું છે કે વ્યક્તિના શરીરને આ રીતે સળગાવવા માટે આશરે 1650 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે મેરી ના શરીર માંથી માત્ર એક જ પગ બચ્યો હતો કે જેના પર માત્ર થોડી જ અસર થઈ હતી મેરીના પગ અને શરીરના બીજા ભાગોની તપાસ કરતા જાણવામાં આવ્યું કે મેરી નું શરીર 3500 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ ગયું હતું, પરંતુ અહીં મૂંઝવણ એ હતી કે જો મેરીનું શરીર 3500 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તો ઓરડામાં રાખવામાં આવેલો કોઈ પણ સામાન કે કોઈપણ વસ્તુઓને કોઈ નુકસાન કેમ થયું ન હતું ?

તે રૂમમાં ભીષણ આગ હોવા છતાં છત પર નાના કાળા ડાગાઓ સિવાય બીજું કઈ પણ નિશાન જોવામાં આવ્યુ ન હતું અને અચંબામાં નાખી દે એવી એક વાત તો એ હતી કે મેરીએ આગથી બચાવવા માટે મેં કેમ કોઈ પ્રયાસ નહોતા કર્યા ? આ કેસમાં સામેલ તપાસકર્તા ઓ ઘણાં વર્ષો થી મેરીના મૃત્યુ અને આ ઘટનાનું કારણ શોધવાનો સતત પ્રયાસ કરતા હતા પરંતુ હજી સુધી કોઈ ઠોસ પુરાવા મળી શક્યા ન હતા અને આખરે મેરી ની મોત ને ” સ્પોન્ટનીયસ હુમન કંબશ્ચન ” કહીને તેના કેસ ની ફાઇલ ને બંદ કરવામાં આવી હતી.

ઇતિહાસ માં આવા 200 જેટલા કિસ્સાઓ નોંધવામાં આવ્યા હતા જ્યારે કોઈ આવી રીતે આગમાં મરી ગયું હોય, મેરી સિવાય ના કેટલાય લોકોને આ આગે પોતાના ચંગુલમાં લીધા હતા પરંતુ કેટલાક લોકો તેમાં એવા પણ હતા કે જેઓ આ આગનો શિકાર બનીને બચી ગયા હતા .

દર વખતે અલગ અલગ ઘટનામાં મોતનું કારણ અને જગ્યાઓ અજ્ઞાત હતી પરંતુ આ બધી ઘટનાઓમાં અમુક વસ્તુઓ સમાન હતી જેમ કે આ બધી ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પગ સંપૂર્ણ સલામત અથવા તો ખૂબ જ ઓછું નુકસાન પામેલા હતા અને બીજી વાત એ સમાન હતી કે લોકોના મૃતદેહ સિવાય ત્યાં આસપાસ હાજર રહેલી વસ્તુઓ નું ખૂબ જ ઓછું નુકસાન થયું હતું અને આશ્ચર્ય જનક વાતતો એ છે કે જે લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા શું તેઓએ પોતાનો બચાવ કરવા માટે કોઈ પ્રયાસ કર્યા ન હતા ?

image source

મૃત્યુ નો ભોગ બનેલા લોકો મૃત્યુ સમયે તેમના ઘરે એકલા જ કેમ હતા ? અને મૃત્યુ પીડિતો માંની એક સામાન્ય બાબત એ પણ હતી કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો દારૂના વ્યસનથી પીડિત હતા અથવા સિગારેટ ના શોખીન રહ્યા હતા. બધા કિસ્સાઓ માં, તપાસકર્તાઓ એ મૃત્યુના કોયડા ને હલ કરવા નો ખૂબ જ પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે તેમના હાથમાં કઈ ના આવ્યું ત્યારે તેને ” સ્પોન્ટનીયસ હ્યુમન કમ્બશન ” નામ આપવામાં આવ્યું હતું .

image source

વિજ્ઞાન ની ભાષામાં આ સ્થિતિ માં , શરીરના અન્ય પદાર્થો અને માનવ શરીરમાં હાજર અન્ય પ્રવાહી માંથી, શરીરમાં ખૂબ જ જ્વલનશીલ પદાર્થ ઉત્પન્ન થાય છે અને માણસ એક માનવીય ભઠ્ઠીમાં ફેરવાય જાય છે. આજદિન સુધી કોઈ આ ઘટનાનું ચોક્કસ કારણ જણાવી શક્યું નથી અને આ મોત ની પહેલી ઉકેલવી હજી પણ જટીલ છે .

વિશ્વમાં કેટલીક એવી અજાયબી ઓ છે જેનો વિજ્ઞાન સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને કેટલીક બાબતો ને વૈજ્ઞાનિક ધોરણે સમજવા કરતા તે બાબતો ને ભગવાન ના ભરોસા પર છોડી દેવી જોઈએ ઉપરના લેખ મુજબ, વિશ્વમાં ” સ્પોન્ટનીયસ હ્યુમન કંબશ્ચન ” ના 200 કેસો નોંધાયા હતા વૈજ્ઞાનિકો અને તપાસ કરનારા ઓ આજ સુધી મોતનું ચોક્કસ કારણ જણાવી શક્યા ન હતા જો તમને રહસ્યમય મૃત્યુ વિશે નો અમારો લેખ ગમ્યો હોય, તો આ લેખ તમારા મિત્રો સાથે શેર કરવા નું ભૂલશો નહીં અને તમારા ધ્યાનમાં કોઈ આવી રહસ્યમય અને આશ્ચર્ય પમાડે તેવી ઘટના હોય તો અમારી સાથે શેયર કરવાનું ભૂલતા નહિ .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ