પુરુષોએ અચુક ખાવી જોઇએ સફેદ ડુંગળી, કેન્સરથી લઇને આ બીમારીઓ સામે લડવાની ધરાવે છે તાકાત

વર્તમાન સમયમાં યોનસંબંધી સમસ્યાઓ વધી રહી છે. જેના માટે ઘણા કારણો જવાબદાર છે. ખાન-પાન, અપુરતી ઉંઘ, વ્યસન અને શારીરિક શ્રમનો અભાવ વગેરે કારણોને કારણે નપુસંકતા કે પછી શીઘ્રપતન જેવી સમસ્યા લોકોને સતાવી રહી છે. જો તમે શરમના કારણે કોઈ ડોકટરો અથવા હાકીમ પાસે નથી જઈ શકતા અથવા તમારી સમસ્યા વિશે ખુલ્લેઆમ વાત કરી શકતા નથી, તો પછી રસોડામાં જાવ. દરેક પ્રકારની સમસ્યાનો ઈલાજ તમારા રસોડામાં છુપાયેલો છે. તમારે ફક્ત આ સારવાર વિશે સંપૂર્ણપણે જાણવાની જરૂર છે.

સફેદ ડુંગળીને કામશક્તિ વૃદ્ધિ કારક પણ માનવામાં આવે છે

image source

જેમ તમે ઠંડીને દૂર કરવા માટે ઘરે ઉકાળો તૈયાર કરો છો, તેવી જ રીતે, યૌનસંબંધી નબળાઇ દૂર કરવા માટે રસોડામાં રાખેલી ડુંગળીનો ઉપયોગ કરો. કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યાને દૂર કરવા માટે સફેદ ડુંગળી જ પૂરતી છે. આ ઉપરાંત સફેદ ડુંગળીમાં પાણીનું વધારે પ્રમાણ હોય છે. જેથી ગરમીમાં તેને ખાવાથી લૂ થી બચી શકાય છે. સાથે સફેદ ડુંગળીમાં સેક્સ સંબંધિત રોગના નિદાન માટે અદભૂત ક્ષમતા હોય છે. સફેદ ડુંગળીને કામશક્તિ વૃદ્ધિ કારક પણ માનવામાં આવે છે. ત્યારે સેક્સ સંબંધિત સમસ્યાઓ માટે સફેદ ડુંગળી અસરકાર ઔષધિ સાબિત થઈ છે. જેમાં ખાસ કરીને પુરુષોના ગુપ્ત રોગો દૂર કરવા સફેદ ડુંગળી અતિ લાભકારી છે. ડુંગળી પુરુષોમાં નપુંસકતાને દૂર કરે છે. અને ઘી સાથે સફેદ ડુંગળી ખાવાથી તમામ પ્રકારની સેક્સ સમસ્યાઓ દૂર થાય છે. એટલુ જ નહીં પણ સફેદ ડુંગળીના રસમાં આદુનો રસ, મધ અને ઘી ભેગા કરીને એક મિશ્રણ તૈયાર કરી સતત 21 દિવસ સુધી સવાર-સાંજ એક ચમચીનું સેવન કરવાથી સેક્સ પ્રત્યેની અનિચ્છા દૂર થાય છે.

શિઘ્રપતનની સમસ્યા માટે

image source

100 ગ્રામ અજમા સાથે તેટલી જ માત્રામાં ડુંગળીનો રસ મિશ્રિત કરીને તેને તડકામાં સુકાવી લો. આ પ્રક્રિયા ત્રણ વખત કરીને તેનો પાઉડર તૈયાર કરી લો. એક ચમચી પાઉડરને 5 ગ્રામ ઘી અને 5 ગ્રામ ખાંડ ભેળવીને લેવાથી નપુંસકતા દૂર થશે. જો કે આ બધા પ્રયોગ કરતા પહેલા પોતાના શરીરની ક્ષમતા ચકાસી લેવી જોઈએ. જરૂરી લાગે તો તબીબની સલાહ લેવી પણ યોગ્ય છે.

કેન્સર જેવી સમસ્યાઓમાં પણ કારગત નિવડે છે

image source

100 ગ્રામ સફેદ ડુંગળીમાં 1.2 ગ્રામ પ્રોટીન, 11.1 મિલિ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 15 ગ્રામ વિટામિન, 46.9 ગ્રામ કેલ્શિયમ, 0.4 ગ્રામ ખનિજ, 50 મિલિ ગ્રામ ફોસ્ફરસ, 50 મિલિ કેલરી, 0.6 ગ્રામ ફાઈબર, 0.1 ગ્રામ ફેટ, 0.7 મિલિ ગ્રામ આયર્ન અને 86.6 ગ્રામ પાણી હોય છે.સાથે જ સફેદ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી અપચાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય એનીમિયા, ડાયાબિટિસ, હ્રદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓમાં પણ કારગત નિવડે છે.

ગરમીમાં કાંદાનું કચુંબર બનાવીને ખાવું

image source

ખોરાકમાં કાંદાનો ઉપયોગ ગમે તે રીતે કરવામાં આવે તો પણ તેનો ચોક્કસ ફાયદો થાય છે. પરંતુ ખાસ ગરમીમાં, કાચા કાંદા વધુ ઉપયોગી છે. ગરમીમાં કાંદાનું કચુંબર બનાવીને ખાવું જોઈએ. કાંદા અને કાચી કેરી ખમણી અથવા ઝીણી સમારી એમાં મીઠું, આખું જીરુ, લાલ મરચું ભભરાવી કચુંબર જમવાની સાથે ખાવાથી ખુબ ફાયદો થાય છે. કાંદા-કેરીની આ રીતે બનાવેલી ચટણી, ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકાય. જો કાંદાનું કચુંબર ન ખાવું હોય તો કાંદાનો રસ પણ લઈ શકાય. જેમાં એક ચમચી જેટલો કાંદાનો રસ લઈ તેમાં થોડું મધ ભેળવી પી લેવું. જોકે આ પ્રયોગ ખાલી પેટે ન કરવો.