TVS કંપનીનું આ બાઇક જોતાની સાથે જ તમને થઇ જશે લેવાની ઇચ્છા, જાણો વિશેષતા અને ફીચર્સ

વર્ષ 2020 માં કોરોના વાયરસની મહામારીને કારણે વિશ્વભરના લગભગ તમામ લોકોને મુશ્કેલી વેઠવી પડી છે અને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે. વર્ષ 2021 માં આર્થિક ગતિવિધિઓ મજબૂત કરવા માટે ઓટોમોબાઇલ કંપનીઓ પણ પોતાનું પૈડું દોડાવવા કામે લાગી ગઈ છે. ઓટોમોબાઇલ કંપની હવે વાહનોના લોન્ચિંગ પર ધ્યાન આપી રહી છે. દેશમાં નોંધપાત્ર વેંચાણ ધરાવતા દ્વિચક્રી વાહનો પૈકી એક એવા ટીવીએસ જયુપીટરને (TVS Jupiter) કંપની આગામી સમયમા જબરદસ્ત અને પાવરફુલ વર્ઝનમાં લોન્ચિંગ કરી રહી છે.

image source

ટીવીએસ મોટર કંપની (TVS Motor Company) નજીકના ભવિષ્યમાં જ ટીવીએસ જયુપીટર 125 (TVS Jyupiter 125) લોન્ચ કરવાની તૈયારીમાં છે જે હાલના ટીવીએસ જયુપીટરથી વધુ પાવરફુલ અને સ્પોર્ટી છે. હાલ ભારતમાં ટીવીએસ જયુપીટર 110 વેરીએન્ટ છે અને કંપનીએ ઘણા સમય પહેલા જ જણાવી દીધું હતું કે જયુપીટરનું 125 સીસીનું વર્ઝન લોન્ચ કરવામાં આવશે.

image source

મળતા સમાચાર મુજબ આગામી 3 કે 4 મહિનામાં જ ટીવીએસ જયુપીટર 125 સીસી ભારતના માર્ગો પર દોડતું થઈ જશે. જેના કારણે એ લોકોની ફરિયાદ બંધ થઈ જશે જેમને ટીવીએસનું 125 સીસીનું જયુપીટર ઉપલબ્ધ ન હોવાને કારણે અન્ય કંપનીના સ્કુટરો ખરીદવા વિશે વિચારવું પડે છે.

image source

હાલ ભારતમાં 125 સીસી સ્કૂટર સેગમેન્ટમાં ટીવીએસનું એક જ સ્કૂટર Ntorq 125 છે જે પોતાના સ્પોર્ટી લુક અને ડિઝાઇનને કારણે યુવાવર્ગમાં પહેલી પસંદગી બનેલું છે. ટીવીએસ જયુપીટર 125 ની ટક્કર આ સેગમેન્ટમાં ભારતીય માર્કેટમાં પહેલાથી ઉપલબ્ધ હોન્ડા એક્ટિવા 125 સીસી, હીરો ડેસ્ટિની 125 સીસી અને સુઝુકી એક્સેસ 125 સીસી સાથે રહેશે.

ટીવીએસ 125 સીસી અને 110 સીસીના ફીચર્સ

image source

ટીવીએસ જયુપીટર 125 સીસીમાં 124.8 સીસીનું એન્જીન હશે જે 9.38 PS નો મેક્સિમમ પાવર અને 10.5 Nm નો પિક ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. હાલ જે ટીવીએસ જયુપીટર 110 સીસી ભારતની માર્કેટમાં છે તે 109.7 સીસીનું એન્જીન છે જે 7.47 PS નો મેક્સિમમ પાવર અને 8.4 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ સ્કુટરના અલગ અલગ વેરીએન્ટની કિંમત 62,577 થી લઈને 70,802 રૂપિયા (એક્સ શોરૂમ) સુધી છે. ટીવીએસ જયુપીટર 125 સીસીની કિંમત હાલના ટીવીએસ જયુપીટર 110 સીસી કરતા અંદાજે 2500 રૂપિયા જેટલી વધુ હોય શકે છે.