પેટમાં ચૂંકથી લઇને કફ જેવી સમસ્યાઓ ચપટીમાં ભગાડી દેેશે આ અક્સીર ઇલાજ, જાણો તમે પણ

મિત્રો, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, નાની-નાની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડીને દવા લેવા ચાલ્યા જવુ એ આપણા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ કારણોસર જ અમારો હમેંશા એવો પ્રયત્ન રહે છે કે, તમારી નાની-નાની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપચાર જણાવતા રહીએ. આ ઘરગથ્થુ ઉપચાર અસરકારક હોવાની સાથે-સાથે ઉપયોગ કરવામા ખુબ જ સરળ હોય છે. આજે આ લેખમા અમે તમને આધાશીશી, પેટ, શરદી, તાવ વગેરે જેવી સમસ્યાઓના સરળ ઉપચાર વિશે જણાવીશુ.

પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ :

image source

જો તમે પેટ સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યાથી પીડાતા હોવ તો અજમો ફાંકી તેના ઉપર ગરમ પાણીનુ સેવન કરી લો તો તમને તુરંત રાહત મળે છે. આ સિવાય જો તમે અજમો અને મીઠું વાટીને તેનુ સેવન કરી લો તો તમને તુરંત પેટના દુઃખાવામાંથી રાહત મળે છે. આ ઉપરાંત શેકેલા જાયફળનુ એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પણ પેટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે. માટે જ્યારે પણ તમે પેટ સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યાથી પીડાવ તો આ ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય અજમાવો.

આધાશીશી અને સરદર્દની સમસ્યા :

image soucre

જો તમે આધાશીશી અથવા તો સરદર્દની સમસ્યાથી પીડાતા હોવ તો તુરંત આદુનો રસ અને તુલસીનો રસ મિક્સ કરી તેને તમારા શ્વાસમા લો જેથી, તમને આ સમસ્યામા રાહત મળે. આ સિવાય તમે હિંગને પાણીમા મિક્સ કરી નાકમા તેના ટીપા ઉમેરો તો તુરંત તમને આધાશીશીની સમસ્યામા રાહત મળે છે.

આ સિવાય સૂંઠને પાણીમાં ઘસી તેને કપાળે લગાવવામા આવે તો તમને આધાશીશીની સમસ્યામા તુરંત રાહત મળે છે.આમ, તમે જ્યારે પણ આધાશીશી કે સરદર્દની સમસ્યાથી પીડાવ ત્યારે આ ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય તમારા નિદાન માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

તાવની સમસ્યા :

image soucre

જો તમે તાવની સમસ્યાથી પીડાતા હોવ તો બે કપ પાણીમા એક આદુનો ટુકડો, એક ચમચી હળદર, ચાર થી પાંચ કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ ઉમેરી અને તેને ઉકાળીને એક ઉકાળો તૈયાર કરો. ત્યારબાદ દિવસમા ત્રણથી ચાર વખત આ ઉકાળાનુ સેવન કરો જેથી, તમને તાવમા તુરંત રાહત મળશે. આ સિવાય રાતે એક કપ પાણીમા એક ચમચી મેથીના દાણા પલાળી અને વહેલી સવારે આ પાણી ગાળીને તેમા લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને તેનુ સેવન કરો.

શરદી અને કફની સમસ્યા :

image soucre

જો તમને પણ શરદી અને કફની સમસ્યાથી સતાવતી હોય તો એક ચમચી મધમા થોડો મરીનો ભૂકકો ભેળવી દિવસમા બે થી ત્રણ વખત તેનુ સેવન કરો. મધમા સમાવિષ્ટ એન્ટીબાયોટિક તત્વો તમારી કફની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત જો ખૂબ જ શરદી હોય તો ભોજનમા થોડા લીલા મરચા સામેલ કરો. તીખુ ખાવાથી પણ તમારો જામેલો કફ પીગળે છે. લીલા મરચા ખાવાથી જે પરસેવો આવે છે અને નાકમાથી જે પાણી નીકળે છે, તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત