મામાની ટ્રકમાં રમતા હતા ભુલકાઓ, અને શોર્ટ સર્કિટથી લાગી આગ…ચારેયનાં કરુણ મોતથી હાહાકાર

દેશમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી રહે છે ને આવી ઘટનામાં કઈ કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી જ એક ઘટના બની છે રાજસ્થાનનાં અલવરનાં અલાવડાની પાસે ચોમા ગામમાં, જ્યાં એક પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 4 નિર્દોષ બાળકો જીવતા આગમાં હોમાઈ ગયા હતા.

આગની ઝપેટમાં આવ્યા બાદ આ બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ સારવાર માટે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ 3 બોળકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે 1 બાળકે રવિવારનાં રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

તમને જણાવી દઈએ કે આગ લાગવાની આ દુર્ઘટના શનિવારનાં રોજ બની હતી,જેના પરિણામે ચારેય બાળકોનાં પરિવારનાં સભ્યો અત્યારે ઘણાં ભાવુક જણાઈ રહ્યા છે.

જ્યારે આગ લાગવાની આ ઘટના બની ત્યારે આ બાળકો એમના મામાનાં ટ્રકમાં રમી રહ્યા હતા. એમના મામા અંગત કારણોસર ગોવિંદગઢના બરોલી ખાતે ગયા હતા જેથી એમને ટ્રક અહીંયા પાર્ક કરી હતી.

image source

મામાના ગયા પછી એમના ભાણીયાઓ આ ટ્રકની કેબિનમાં રમવા માટે આવી પહોંચ્યા હતા. અને અહીંયા આ બાળકોએ કેબિનમાં વિવિધ ઉપકરણો અને વાયરો સાથે રમવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે ટ્રકમાં શોર્ટ સર્કિટ થયું અને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. શરૂઆતી ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં પેટ્રોલ કેન હોવાથી આગ લાગી હતી, જો કે આ વાતની હજુ પુષ્ટી કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે ટ્રકમાં આગ લાગવાને કારણે બાળકો ટ્રકની કેબિનનું બારણું ખોલી શક્યા નહોતા અને આગની જ્વાળાઓનાં ધુમાડાને કારણે અંદર જ બેભાન થઈ ગયા હતા. જ્યારે ગામના લોકોએ ટ્રકમાંથી નીકળતા આ ધુમાડાને જોયો તો ગામનાં લોકોએ પાણી અને માટીથી આગને બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધી બાળકો 80 ટકાથી વધુ દાઝી ગયા હતા

ટ્રકમાં આગ લાગવાની ઘટના બની એ પછી તરત 2 બાળકોને જિલ્લા હોસ્પિટલથી જયપુર મોકલવામાં આવ્યા હતા, જ્યાં આ બન્ને બાળકોએ રસ્તામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. બાકીનાં 2 બાળકો અલવરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી 1 બાળકનું મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન રવિવારે સવારે છેલ્લા નિર્દોષ બાળકે પણ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં શાહરુખ, અર્ઝી, ફૈઝન અને અમાન નામના બાળકોનું કરુણ મૃત્યુ થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!