કોરોનાએ તો ભારે કરી, ઉદ્યોગપતિના દીકરાએ 7 લાખ આપીને થાઇલેન્ડથી કોલ ગર્લ બોલાવી, અને પછી કોરોના થતા જ થયું કંઇક એવું કે…પોલીસે આ રીતે ભાંડો ફોડ્યો

હાલમાં કોરોનાના કારણે કઈક પરિવારના માળા વીંખાઈ ગયા છે. ત્યારે ઘણા લોકો આ કોરોનાને મજાકમાં પણ લઈ રહ્યાં છે અને ન કરલાની હરકતો કરી કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ખરેખર ચોંકાવનારો છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એક મોટા ઉદ્યોગપતિના પુત્રએ થાઇલેન્ડની કોલ ગર્લને બોલાવવા 7 લાખનો ખર્ચ કર્યો હતો. જો સૂત્રોની વાત માનીને કહીએ તો 10 દિવસ પહેલા કોલ ગર્લ લખનૌ બોલાવવામાં આવી હતી. લખનૌ આવ્યાના 2 દિવસ પછી તે કોરોના પોઝિટિવ આવી અને ગંભીર રીતે બીમાર પડી.

image source

કોલ ગર્લ બિમાર પડી પછીની વાત કરવામાં આવે તો રાયસજાદે આ અંગે થાઇલેન્ડ એમ્બેસીને જાણ કરી. એમ્બેસીના દખલ પછી કોલ ગર્લને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું 3 મેના રોજ અવસાન થયું હતું. કોલ ગર્લના મોત બાદ શવને હેન્ડઓવર અને અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં પાટનગરની વિભુતીખંડ પોલીસ અટવાઈ ગઈ હતી. પોલીસે થાઇલેન્ડ એમ્બેસીમાં તેનો સંપર્ક કરી તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં. પછી મજબૂરીમાં પોલીસે માર્ગદર્શક સલમાનની હાજરીમાં મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા દબાણ કર્યું હતું

image source

આ સાથે જ એક માહિતી મળી રહી છે કે આ કોલ ગર્લ આ સલમાનની મદદથી ભારત આવી હતી. કોલ ગર્લના મોત બાદ પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. રાજધાનીમાં જ્યારે આ કેસનો પર્દાફાશ થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટની સંભાવના પણ છે. થાઇલેન્ડથી ભારત આવ્યા બાદ પોલીસે કોલ ગર્લના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન પોલીસને જાણ થઈ કે ઉદ્યોગપતિના દીકરાએ કોલ ગર્લને 7 લાખ આપીને લખનૌ બોલાવી હતી.

image source

આ કેસ વિશે પોલીસના સૂત્રો જણાવે છે કે કોલ ગર્લ રાજસ્થાનની એક ટ્રાવેલ એજન્ટ સાથે સંપર્કમાં હતી, જેના દ્વારા તેને લખનૌ મોકલવામાં આવી હતી. હવે પોલીસ તેની શોધ કરી રહી છે. 7 લાખ આપીને બોલાવવામાં આવેલી કોલ ગર્લ જ્યારે 2 દિવસ પછી બીમાર પડી ત્યારે થાઇલેન્ડ એમ્બેસીનો સંપર્ક કર્યો.

image source

થાઇલેન્ડ દૂતાવાસે તુરંત આ મામલો ભારત સરકારને પહોંચાડ્યો હતો, ત્યારબાદ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે 3 મેના રોજ કોલ ગર્લનું મોત નીપજ્યું, ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો અને લખનૌ પોલીસ એક્શનમાં આવી હતી અને હવસખોરોનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે હવે આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને લોકો બિઝનેસમેનના દીકરાની આવી હરકત પર થૂ થૂ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!