જો તમારા લગ્નમાં પણ આવી રહી હોય અડચણો, તો અજમાવી જુઓ આ ઉપાયો

જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય તો અજમાવી જુઓ આ ઉપાય અને દૂર કરો વૈવાહિક દોષ. ઘણીવાર અન્ય કારણો સિવાય વૈવાહિક દોષના કારણે પણ લગ્ન થવામાં મોડું થાય છે. એવામાં એ જરૂરી થઈ જાય છે કે આ દોષોને સાચા સમયે ઉપાય કરી લેવામાં આવે.

image source

જન્મ કુંડળીમાં રહેલા યોગ અનુસાર,વિવાહનો વિચાર મુખ્યત્વે સાતમા ભાવમાં કરવામાં આવે છે. આ ભાવથી જ લગ્ન સિવાય વૈવાહિક જીવન સાથે જોડાયેલી અન્ય વાતો, પતિ પત્નીના અંગત સંબંધો, સંબંધમાં મજબૂતી વગેરે પર ચિંતન મનન કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ એ ઉપાયો વિશે.

  • 1) જે લગ્ન યોગ્ય યુવક યુવીતિઓના લગ્ન ન થઈ રહ્યા હોય એમને ઉત્તર કે ઉત્તર પશ્ચિમ દિશામાં રહેલા રૂમમાં રહેવું જોઈએ. એનાથી લગ્ન માટે વાતો આવવા લાગશે. એ રૂમમાં એમને સૂતી વખતે પોતાનું માથું હંમેશા પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

    image source
  • 2) ગુરુવારે લગ્ન યોગ્ય છોકરીના ઓશિકા નીચે હળદરની ગાંઠ પીળા કપડામાં લપેટીને મુકવી જોઈએ.
  • 3) જો છોકરો કે છોકરી પીપળાના મૂડમાં સતત 13 દિવસ સુધી પાણી ચડાવે તો લગ્ન સંબંધિત તકલીફો દુર થઈ જાય છે.
  • 4) જે યુવતીના લગ્નમાં અડચણ આવી રહી હોય એને ઘરની વાયવ્ય દિશામાં સૂવું જોઈએ.
  • 5) અવિવાહિત છોકરો કે છોકરીને એવા રૂમમાં ન રહેવું જોઈએ જ્યાં અધૂરું કામ હોય એટલે કે રૂમમાં કલર, રીપેરીંગ જેવું કામ અધૂરું પડ્યું હોય કે જે રૂમમાં બીમ લટકતો દેખાતો હોય..

    image source
  • 6) ઘણીવાર એવું પણ થાય છે કે કોઈ યુવક કે યુવતી લગ્ન માટે તૈયાર નથી થતા તો એમના રૂમની ઉત્તર દિશા તરફ ક્રિસ્ટલ બોલ કાચની પ્લેટમાં રાખો.
  • 7) જે લગ્ન યોગ્ય યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય એમના રૂમ તેમજ દરવાજનો રંગ ગુલાબી, હળવો પીળો કે બ્રાઇટ વ્હાઇટ હોવો જોઈએ. એનાથી સ્થિતિમાં ફેરફાર આવશે.
  • 8) એ સિવાય એમને પોતાના રૂમમાં પૂર્વોત્તર દિશામાં વોટર ફાઉન્ટેન રાખવો જોઈએ.

    image source
  • 9) કુંવારી છોકરીઓ જલ્દી લગ્ન માટે ગુરુવારનું વ્રત કરે.
  • 10) ગુરુવારના દિવસે વ્રત કરવાની સાથે જ કેળાના છોડ નીચે બેસીને બૃહસ્પતિ મંત્રના પાઠની એક માળાનો જાપ કરો.
  • 11) જો કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, દ્વાદશ સ્થાનમાં મંગળ સ્થિત હોય તો જાતકને માંગલિક યોગ હોય છે. આ યોગ હોવાથી લગ્નમાં વિલંબ, લગ્ન પછી કપલ્સમાં મતભેદ, વાદવિવાદ વગેરે જેવી સમસ્યાઓ હોય છે.
  • 12) એનાથી બચવા માટે માંગલિક યુવક કે યુવતી મંગળવારનું વ્રત કરો.

    imagw source
  • 13) મંગળ મંત્રનો જાપ કરો અને ઘટ વિવાહ કરો.
  • 14) સપ્તમમાં શનું સ્થિત હોય તો પણ લગ્નમાં તકલીફ આવે છે.
  • 15) એ માટે ૐ શનેષ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.
  • 16) સાથે જ સ્મિધના લાકડા, ઘી, મધ અને મિશ્રિથી હવન કરો.

    image source
  • 17) યોગ્ય વરની પ્રાપ્તિ માટે બાલકાંડના પાઠ કરવા ઉત્તમ સાબિત થાય છે.
  • 18)જ્યારે છોકરીના પિતા છોકરાવાળા સાથે વાત કરવા જાય તો દીકરી વાળ ખુલ્લા રાખે ત્યાં સુધી જ્યાં સુધી પિતા ઘરે પરત ન આવી જાય.
  • 19) જે માતા પિતા એવું વિચારતા હોય કે એમની વહુ સુંદર તેમજ બુદ્ધિમાન હોય તો એ ગુરુવાર તેમજ રવિવારે દીકરાના નખ કાપીની કિચનમાં ગેસ પર સળગાવી દે.

    image source
  • 20) દીકરીના લગ્ન થઈ ગયા પછી વિદાય સમયે એક લોટમાં ગંગાજળ, થોડી હળદર અને એક સિક્કો નાખીને દીકરીના માથા પર સાત વાર ઉતારી એની આગળ ફેંકી દો. એનું વૈવાહિક જીવન સુખી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!