જાણી લો કેવી રીતે બને મલાઇમાંથી ફેસ પેક, અને ફેસ આવે નેચરલ ગ્લો

મલાઈ માંથી બનતું ઘી સ્વાસ્થ્ય અને સ્કીન માટે કેટલું સારું હોય છે આ તો બધા જાણે જ છે, પરંતુ શું આપે ક્યારેય ફક્ત મલાઈને ફેસ પર લગાવી છે? જો નહિ તો આપ સ્કિનને મોઈશ્ચરાઇઝ કરવાના ખૂબ જ અસરદાર રીતથી અત્યાર સુધી અજાણ રહ્યા હતા. મલાઈ ના ફક્ત સ્કિનનો ગ્લો વધારે છે પરંતુ એનાથી ડ્રાઈનેસની સમસ્યા પણ દૂર થઈ જાય છે. અમે આપને જણાવીશું કે મલાઈના કેટલાક એવા ફેસ પેક જે આપની સ્કિનને નવજીવન આપશે.

image source

ગ્લોઇન્ગ સ્કીન માટે: એક ટેબલસ્પૂન બેસનમાં બે ચમચી મલાઈ અને બે ટીપાં બદામનું તેલ નાખવું. આ બધાને સારી રીતે મિક્સ કરો અને ઘાટી પેસ્ટને ચહેરા પર મસાજ કરતાં લગાવો જેથી આ સ્કિનમાં સારી રીતે અબ્જોર્બ થાય. આ ફેસ પેકને ૧૫ મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો જેથી સ્કીન પર તેલની લેયર રહી ના જાય ત્યારપછી ટોનર અને મોઈશ્ચરાઇઝર લગાવો. આ પેકને અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર જરૂર લગાવવો.

ડ્રાયનેસ માટે:

image source

બે ચમચી મલાઈમાં ચાર-પાંચ ટીપાં નારિયેળના તેલ અને એક ચમચી મધ ભેળવો. આ મિક્સરને ફેસ પર લગાવો અને ૨૦ મિનિટ પછી ફેસ વોશ કરી લો. કોટન પર ટોનર લઈને ચહેરાને એકવાર સાફ કરી લો અને પછી ફેસ ક્રીમ લગાવો. આ ફેસપેક સંપૂર્ણ સેફ છે એટલે આ ફેસ પેકને રોજ લગાવી શકાય છે.

ટૈનિંગ હટાવવા માટે:

image source

બે ટેબલસ્પૂન મલાઈની સાથે એક લીંબુનો રસ, બે ચમચી ગુલાબજળ અને એક ચમચી એલોવેરા જેલ ભેળવો. આ મિક્ષ્ચરને ચેહરા પર કે શરીરના જે પણ ભાગ પર ટૈનિંગ હોય તેની પર લગાવો. અડધા કલાક પછી ભીના રૂ થી તેને સાફ કરી લો. સતત ઉપયોગ કરવાથી આપની સ્કિનમાં ફરક જોઈ શકશો.

ફેયરનેસ માટે:

image source

એક ટેબલસ્પૂન મલાઈમાં કેસરની ત્રણ-ચાર પતીઓ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહી ભેળવો. એક ટેબલસ્પૂન બેસન ઉમેરવું અને આ ફેસપેકને ફેસ પર ૨૦ મિનિટ લગાવીને રહેવા દેવું. આ ફેસ પેકને અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

પોર્સ ક્લીન કરવા માટે:

image source

એક બાઉલમાં મલાઈ લો અને તેણે થોડું ફેટી લો. આમ કરવાથી તે પાતળી થઈ જશે. એમાં કોટન ડૂબાડો અને ફેસને ક્લીન કરો. આ રીતે પોર્સને ક્લીન કરશે જેનાથી તેમાં ગંદગી નહિ રહે અને સ્કીન સાથે જોડાયેલી કોઈ સમસ્યાઓ નહિ થાય.

image source

મોટાભાગના લોકો દૂધની મલાઈને નુકસાનદેહ માને છે જેને લોકો દૂધ માંથી કાઢીને ફેકી ડે છે. પરંતુ સ્કીન કેર એક્સપર્ટસ મુજબ મલાઈ નુકસાનકારક નથી પરંતુ ખૂબ ફાયદાકારક છે. દૂધની મલાઈમાં કેટલાક પોષકતત્વોથી ભરપૂર હોય છે જેને ચેહરા પર લગાવવાથી કેટલાક પ્રકારના ચમત્કારિક ફેરફાર જોવા મળે છે. અહિયાં અમે આપને મલાઈના ઉપયોગથી સ્કિનને થતાં ફાયદાઓ વિષે જણાવી રહ્યા છીએ…

image source

ડેડ સ્કીન માટે: બે ટેબલસ્પૂન મલાઈમાં બારીકવાળી બ્રાઉન સુગર અને મધ ભેળવો. આ મિક્સરને લગાવીને ચેહરાને સારી રીતે સ્ક્રબ કરો અને પછી પાંચ મિનિટ માટે સ્કીન પર રહેવા દો. ફેસને હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આનો ઉપયોગ જરૂરથી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ