શાહરુખ ખાન પહેલા હતો સાવ ગરીબ, 100 રુપિયા માટે પણ હાથ કરવો પડ્યો હતો લાંબો, જાણો SRKની જાણી-અજાણી વાતો

કેવી રીતે શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ?

image source

શાહરુખ ખાન ના નામની આજે બોલબાલા છે.શાહરુખ ખાન લોકલાડીલા અભિનેતા છે સુપર સ્ટાર ગણાય છે પરંતુ આ એ સમયની વાત છે જ્યારે ટચૂકડા પડદા ઉપર સર્કસમાં કામ કરે રહેલા શાહરુખ ખાન ફિલ્મ માટે ખૂબ જ ઉત્સુક હતા.

શાહરુખ ખાન પ્રોડ્યુસર વિવેક વાસવાની ને મળ્યા અને રાજુ બન ગયા જેન્ટલમેન ફિલ્મના બીજ રોપાયા પણ વિવેક વાંચવાની સાથે શાહરુખની પહેલી મુલાકાત કેવી રીતે થઈ એ પણ મજેદાર કહાની છે.

1989માં સલમાન ખાન અને રવિના ટંડનની ફિલ્મ પત્થર કે ફૂલ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. રવિના નું ડેબ્યૂ થવાનું હતું અને સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયા નુ પોસ્ટ પ્રોડક્શન પણ ચાલી રહ્યું હતું.

image source

ફિલ્મના અંતિમ ભાગનું શૂટિંગ બાંદરાના લિન્કિંગ રોડ ઉપર થઈ રહ્યું હતું.આ એ દિવસોની વાત છે જ્યારે લિન્કિંગ રોડ ઉપર શૂટિંગ ની પરવાનગી માત્ર રવિવારે જ મળતી હતી. ફિલ્મના નિર્માતા જી પી સી પી અને વિવેક વાસવાની હતા.

ફિલ્મ શૂટિંગ દરમિયાન ડાયરેક્ટર સંજય ગુપ્તા અને વિવેક વાસવાની નજીકની કોફીશોપ કોફી પીવા ગયા.વિવેક ત્યાંથી શૂટિંગ પર નજર રાખી રહ્યા હતા એ દરમિયાન એક વેઇટરે તેમની પાસે આવીને સિગરેટની ડિમાન્ડ કરી.

image source

વેઇટર પાસે સિગરેટ હકીકતમાં અન્ય ટેબલ ઉપર બેઠેલા એક ટીવી સ્ટાર એ મંગાવી હતી. વિવેક વાસવાની એ સિગરેટ આપી થોડીવારમાં વેઇટર પાછો સિગરેટ માગવા આવ્યો અને ત્રીજીવાર તો એ ટીવી સ્ટાર પોતે જ વિવેક વાસવાની પાસે આવી ને ટેબલ પર ગોઠવાઈ ગયા.

આ ટીવી સ્ટાર તે સમયે સર્કસ ટીવી સિરિયલમાં કામ કરી રહેલા શાહરુખ ખાન હતા જે ટીવી શોમાં કામ કરવા દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો.

image source

દરમિયાનમાં patthar ke phool નું શૂટિંગ પણ પૂરું થયું અને વિવેક વાસવાની પોતાની ટીમ સાથે જેમ્સ કેમેરોનની ફિલ્મ એબીસ જોવા જવા નીકળ્યા. શાહરુખ ખાન પણ વિવેક વાસવાની સાથે જોડાઈ ગયા.

બન્ને જણાએ બ્લેકમાં ટિકિટ લીધી. પોપકોર્ન ખરીદ્યા, ફિલ્મ જોઈ.ફિલ્મ પૂરી થતા શાહરુખ ખાને વિવેક વાસવાની પાસે ઘરે જવાના સો રૂપિયા ઉધાર માગ્યા પરંતુ વિવેક વાસવાની પાસે પણ એ સમયે શાહરુખ ખાનને આપવાના સો રૂપિયા હતા નહીં તેથી તેમણે પોતાની કારમાં શાહરૂખને તેના ઘર સુધી મૂકી જવાની ઓફર કરી.

image source

પરંતુ કારમાં પેટ્રોલ ન હોવાને કારણે આખરે નક્કી એવું થયું કે શાહરુખ વિવેકની સાથે વિવેક ના ઘરે જશે અને વિવેક તેમની માતા પાસેથી પૈસા લઇને શાહરૂખ ને પૈસા આપશે.

વિવેક અને શાહરુખ તેમના ઘરે પહોંચ્યા ત્યારે વિવેક ની માતા સુઈ ગયા હતા આખરે શાહરુખ ખાન વિવેક વાસવાની ના ઘરે જ રાતવાસો કર્યો અને એ રાત પછી શાહરુખ ખાન બીજા બે વર્ષ સુધી વિવેક વાસવાની ના ઘરે જ રોકાયા હતા.

image source

બંને વચ્ચે મિત્રતા આકાર લઈ ચૂકી હતી અને રાજુ બન ગયા જેન્ટલમેન ના બીજ પણ રોકાઈ ગયા હતા. જોકે રાજુ બન ગયા જેન્ટલમેન શાહરૂખ ખાનના કેરિયરની બીજી ફિલ્મ હતી પરંતુ તેમના લીડ રોલ વાળી આ પહેલી ફિલ્મ હતી જે 13 નવેમ્બર 1992ના રોજ રીલિઝ થઈ હતી.

શાહરૂખ ખાનની માતા બીમાર રહેતા વારંવાર શાહરૂખ ખાને દિલ્હી જવું પડતું હતું.શાહરુખ ખાન અને વિવેક વાસવાની પાસે વારંવાર દવા મંગાવતા હતા અને વિવેક વાસવાની તેના પાયલોટ દોસ્ત રમન દ્વારા શાહરૂખને દિલ્હી દવા મોકલતા રહેતા હતા.

image source

એકવાર વિવેક વાસવાની પોતે પણ શાહરૂખ ખાનની માતાની તબિયત જોવા દિલ્હી પહોંચ્યા પરંતુ ત્યારે શાહરુખના માતા કોમામાં ચાલી ગયા હતા થોડા સમય બાદ શાહરૂખ ખાનની માતાનું નિધન થયું અને શાહરુખ ખાન બધી ફોર્માલિટી પૂરી કરીને દિલ્હીમાં કોઇને જણાવ્યા વગર જ મુંબઈ વિવેક વાંસવાની ને ઘેર સવારના 04:00 વાગ્યે પહોંચી ગયા.

પરંતુ ઘરમાં ગયા પહેલા શાહરુખ ખાને વિવેક પાસે શરત મૂકી કે તેઓ ઘરમાં તો જ પ્રવેશ કરશે જો વિવેક વાસવાની શાહરુખ ખાનને લઈ અને ફિલ્મ બનાવવાનું શરૂ કરશે. વિવેક વાંસવાની એ મિત્રને ફિલ્મ બનાવવા અંગે વચન આપ્યું. બંને જણા સવારમાં કોફી હાઉસમાં પહોંચ્યા અને રાજુ બન ગયા જેન્ટલમેન નો વિચાર સાકાર થવા માંડ્યો.

image source

જોકે રાજુ બન ગયા જેન્ટલમેન બાદ શાહરૂખ ખાને અન્ય ફિલ્મો પણ સાઈન કરી હતી.

દરમિયાનમાં વિવેક વાંચવાની તેમના પાર્ટનર જી પી સીપી પાસે પહોંચ્યા અને શાહરૂખ ખાનને લઇને ફિલ્મ બનાવવા અંગે વિચાર વ્યક્ત કર્યો ત્યારે સીપીએ પણ એમને સલાહ આપી કે રાજીવ મેહરા, રાકેશ રોશન અને હેમામાલિનીએ જેને સાઇન કર્યા છે એવા એક્ટરને ફિલ્મમાં તેણે લેવા જોઇએ ત્યારે વિવેક એ જણાવ્યું કે આ એજ વ્યક્તિ છે જેને આ લોકોએ સાઇન કર્યો છે પરંતુ સીપી સાહેબે વિવેકને ઓછા બજેટમાં ફિલ્મ બનાવવા જણાવ્યું.

image source

તેમણે જણાવ્યું કે પથ્થર કે ફૂલમાં સલમાન ખાન અને રવિના ટંડન છે તેથી ફિલ્મ ચાલવાની શક્યતા છે પરંતુ શાહરુખ ઈન્ડસ્ટ્રીમાં બિલકુલ નવો છે અને તેને કોઈ જાતનો અનુભવ પણ નથી તેથી તેને લઈને બનાવવાની ફિલ્મ લો બજેટ ફિલ્મ રાખવી પડશે. વિવેક વાસવાની સંમત થયા. પરંતુ નવા કલાકાર સાથે કામ કરવા માટે કોણ અભિનેત્રી તૈયાર થાય?

તે સમયે જુહી ચાવલા અને આમિર ખાનની કયામત સે કયામત તક રિલીઝ થઈ હતી જે બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી ત્યારબાદ જુહી ચાવલાએ લવ લવ લવમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું. વિવેક વાસવાની એ તેમને રાજુ બન ગયા જેન્ટલમેન માં કામ કરવાની ઓફર કરી અને હીરો તરીકે શાહરુખ ખાન હોવાનું જણાવ્યું.

image source

વાસવાની એ શાહરૂખ ખાન આમિર ખાન જેવો જ હોવાનું જોઇ ને જણાવતા જુહી શાહરુખ સાથે કામ કરવા તૈયાર થઈ. પરંતુ સેટ પર પહોંચતા જ જુહી ચાવલા શાહરુખ ખાન ને જોઈને ચોંકી ઊઠી કારણકે શાહરુખ ખાન એક પણ એન્ગલથી આમિર ખાન જેવા લાગતા ન હતા.

image source

પરંતુ શાહરૂખ ખાને પોતાની વાતચીતથી જુહી ચાવલા ને ઈમ્પ્રેસ કરી અને બંને સારા માં સારા મિત્રો બન્યા. એ પછી એ નવ ફિલ્મમાં જુહી ચાવલા અને શાહરૂખ ખાનની જોડી કામયાબ રહી. બન્ને જણાએ સાથે ડ્રીમ અનલિમિટેડ નામની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી અને આઈપીએલમાં પણ કોલકત્તા નાઈટ રાઈડર્સ નામની એક ક્રિકેટ ટીમ ખરીદી.

રાજુ બન ગયા જેન્ટલમેન ફિલ્મ રિલીઝ થઈ ત્યારે શાહરૂખ ખાને પોતાની જાતને પહેલીવાર પડદા પર જોઈ અને તેમને થયું કે પોતે ખરેખર હીરો થવા જેવા લાગતા નથી. નાના પાટેકર જેવા બ્રિલિયન્ટ એક્ટર ની સામે તેમની એક્ટિંગ પણ વામણી લાગતી હતી.

image source

શાહરુખ ખાન નિરાશ થઈને બિસ્તરા પોટલા સાથે પાછા દિલ્હી પાછા જવાનું નક્કી કર્યું પરંતુ ડાયરેક્ટર અઝીઝ મિર્ઝાએ જણાવ્યું કે જે ફિલ્મ શાહરૂખ એ જોઈ છે તે બિલકુલ એડીટિંગ વગરની છે.

એડિટિંગ બાદ જે પણ કોઈ ઉણપ દેખાય રહી છે તે દૂર થશે આ સાંભળીને શાહરૂખ ખાનના મનમાં આશા નો કિરણ ખૂટયું અને તેમણે દિલ્હી જવાનો પ્લાન કેન્સલ કર્યો. જોકે એડિટિંગ બાદ ફિલ્મ રિલીઝ થઈ ફિલ્મ ચાલી પણ ખરી પરંતુ શાહરૂખ ખાનના દેખાવમાં કોઈ ફરક પડ્યો નહીં.

image source

શાહરૂખ ખાનની અત્યંત ઈચ્છા રહ્યું કે રાજુ બન ગયા જેન્ટલમેન પહેલા રિલીઝ થાય પણ શાહરુખ ખાન તેમજ નિર્માતા અને અથાક પ્રયત્નો છતાં પણ રાજુ બન ગયા જેન્ટલમેન સમયસર પૂર્ણ થતા શાહરૂખ ખાનની દિવાના ફિલ્મ રિલીઝ થઈ.

દિવાના ફિલ્મમાં શાહરુખ ખાન સેકન્ડ લીડ રોલમાં હતા જ્યારે રાજુ બન ગયા જેન્ટલમેન માં શાહરુખ ખાન મુખ્ય હિરો હતા.આ સમયે શાહરૂખ ખાનના હાથ પર દિલ આશના હૈ ,દિવાના ,રાજુ બન ગયા જેન્ટલમેન, કિંગ અંકલ અને ચમત્કાર જેવી ફિલ્મો પણ હતી.

image source

દિવાના અને રાજુ બન ગયા જેન્ટલમેન ની સફળતા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માંગ વધી. ફિલ્મમાં જતિન-લલિત નું સંગીત અને લવેરિયા હુઆ ગીત લોકપ્રિય થયું. 1993માં અબ્બાસ મસ્તાનની બાજીગર અને યશ ચોપરાની દર જેવી ફિલ્મ બોલીવુડમાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પછીનુ બીજું સ્થાન અપાવી દીધું.

ત્યારબાદ શાહરુખ ખાન નો સીતારો બુલંદ રહ્યો. શાહરુખ ખાને એક પછી એક સફળ ફિલ્મો આપીને બોલિવુડ બાદશાહનુ બિરુદ પણ મેળવી લીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ