અંબાણી પરિવારની વહુ શ્લોકાના હાથમાં દેખાતા આ નાનકડા પર્સની કિંમત છે અધધધ..રૂપિયા, કિંમત જાણીને ઉડી જશે તમારા પણ હોંશ

શ્લોકા મેહતાના આ ટેપરેકોર્ડર પર્સના કીંમત જાણી તમારી આંખો પહોળી થઈ જશે

અંબાણી કુટુંબની મહિલાઓ હંમેશા તેમના વસ્ત્રો તેમજ તેમની એસેસરીઝના કારણે ચર્ચામાં રહે છે. એશિયાનું સૌથી ધનાડ્ય કુટુંબ હોવાથી તેઓ ડીઝાઈનર વસ્ત્રો તેમજ એસેસરીઝ જ વાપરતા હોય તે સ્વાભાવિક છે. તાજેતરમાં ઇશા અંબાણીએ એક ચેરિટિ શોનું આયોજન સોનમ કપૂર સાથે કર્યું હતું. જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.

image source

આ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચ્નની દીકરી શ્વેતા બચ્ચન લાલ સાડીમાં જોવા મળી હતી, તો બોલીવૂડના બાદશાહની પત્ની ગૌરીખાન શર્ટ-પેન્ટમાં જોવામાં આવી હતી. આ ઉપરાંત બોલીવૂડની ન્યૂ સન્સેશન કીયારા અડવાણી કે જેણી ઇશા અંબાણીની બાળપણની મિત્ર છે તેણી વ્હાઇટ આઉટફીટમાં જોવામાં આવી હતી.

image source

આ પ્રસંગની લાઈમલાઇટ રહી હતી ઇશા અંબાણીની ભાભી અને નીતા અંબાણીની લાડકી વહુ શ્લોકા. તેણીએ સુંદર બ્લેક જંપસૂટ પહેર્યો હતો અને હાથમાં સ્ટીરિયોની ડીઝાઈનવાળુ પર્સ રાખ્યું હતું. તેણી બ્લેક રંગના જંપસૂટમાં અત્યંત આકર્ષક લાગી રહી હતી. તેણીને પહેલીવાર આવા ગ્લેમરસ લૂકમાં જોવામાં આવી હતી. તેણીનો આ જંપસૂટ જાણીતા ફેશન ડિઝાઈનર એલિ સાબ દ્વારા ડિઝાઈન કરવામા આવ્યો હતો.

આ જંપસૂટ સાથે તેણીને બ્લેક હાઈહીલમાં જોવામાં આવી હતી. અને તેણીએ પોતાનો લૂક ડાયમન્ડ ઇયરિંગ સાથે પૂરો કર્યો હતો. પણ અહીં તેના જંપસૂટની ડિઝાઈન નહીં પણ તેણીના હાથમાં રહેલા નાનકડા બૂમબોક્સ બેગ પર લોકોની નજર ટકી ગઈ હતી. તેણીના આ પર્સે તેણીના બ્લેક મોનોટોનસ લૂકમાં જીવ રેડી દીધો હતો.

image source

તમને જણાવી દઈએ કે આ નાનકડા પણ આકર્ષક પર્સની કિંમત લાખો રૂપિયામાં છે. આ પર્સ જાણીતા અમેરિકન ફેશન ડિઝાઈનર જુડીથ લેઇબર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ બેગની કીંમત જાણી તમારી આંખો પહોળી થઈ જશે. આ સ્ટીરીયો એટલે કે ટેપ રેકોર્ડર ડિઝાઈન ધરાવતા પર્સની કીંમત 6,295 ડોલર છે જેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવા જઈએ તો તેની કીંમત 4 લાખ 50 હજાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ