આ કારણે સ્ત્રીઓ લગાવે છે ચાંદલો? જાણો શું કહે છે શાસ્ત્ર? આ છે લગાવવાની સાચી રીત અને જગ્યા…

મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રોમા અનેકવિધ ચીજવસ્યુઓને વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. તેમા પણ હિન્દુ રિવાજોમા અનેકવિધ બાબતોને ધાર્મિક રીવાજ સાથે જોડવામા આવી છે. આજે આપણે આ લેખમા સ્ત્રીના શૃંગારમા કપાળની શોભા વધારતી એક વિશેષ વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વસ્તુ છે કપાળ પર લગાવવામા આવતી બિંદી. શું તમને ખબર છે કે, સ્ત્રીઓ કપાળ પર બિંદી શા માટે લગાવે છે? શું છે તેણી પાછળનુ વાસ્તવિક કારણ? નથી ખબર તો ચાલો જાણીએ.

image source

કોઇપણ સ્ત્રી પોતાની સુંદરતાને વધુ પડતી નિખારવા માટે તેના કપાળ પર ચાંલ્લો અવશ્યપણે લગાવે છે. તેને સોળ શ્રૃંગારનો એક વિશેષ ભાગ ગણવામાં આવે છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા સુંદરતા વધારવાની સાથે કપાળ પર બિંદી લગાવવાના અન્ય અનેકવિધ લાભ જણાવ્યા છે. કપાળ પર બિંદી એ તમારી સુંદરતાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી ગણાય છે.

image source

શાસ્ત્રોમા સ્ત્રીના આવશ્યક સોળ શ્રૃંગારમા એક અનમોલ શ્રૃંગાર તરીકે કપાળની બિંદીને માન્યતા આપી છે. વિવાહ પહેલા યુવતીઓ પોતાની સુંદરતા વધારવા માટે કપાળ પર બિંદી લગાવે છે પરંતુ, વિવાહ બાદ પોતાના સુહાગની લાંબી આવરદા માટે તે કપાળ પર બિંદી લગાવે છે.

image source

જો યોગવિજ્ઞાનના આધારે આ બાબતને સમજીએ તો કપાળ પરની બિંદીનો સંબંધ સીધો જ મન સાથે જોડાયેલો હોય છે. કપાળ પર જે જગ્યાએ બિંદી લગાવવામા આવે છે, ત્યા આજ્ઞાચક્ર હોય છે. આ ચક્ર તમારા મનને સંગ્રહિત કરે છે. જ્યારે તમે ધ્યાન મુદ્રામા હોવ છો ત્યારે તમારુ ધ્યાન અહી કેન્દ્રિત થાય છે. એટલા માટે તેમનુ મન એકાગ્ર રહે તથા આ ચક્ર પર દબાણ બનેલુ રહે તેથી સ્ત્રીઓ કપાળ પર બિંદી લગાવે છે.

image source

એવી અમુક માન્યતાઓ છે કે, સ્ત્રીઓનુ મન ખુબ જ ચંચળ હોય છે. હાવર્ડ યુનિવર્સિટી દ્વારા હાલ કરવામા આવેલા એક સર્વેમા એવુ સાબિત થયુ છે કે, સ્ત્રીઓ એકસાથે અનેક વિષયો પર વિચાર કરે છે માટે તેમનુ મન નિયંત્રિત અને સ્થિર રહે તેથી કપાળ પર બિંદી લગાવવી અત્યંત આવશ્યક છે. તેનાથી તેમનુ મન શાંત અને એકાગ્ર બને છે.

image source

પ્રાચીન ઋષિ મુનિઓ દ્વારા કપાળ પર ટીકો લગાવવાની પરંપરા શરૂ કરાઇ હતી. કપાળ પર લગાવવામા આવતા આ ટીકાને આર્યુવેદથી લઇને એક્યુપ્રેશર સુધી વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. કપાળ પર ટીકો લગાવવાની સાચી જગ્યા બંને ભ્રમરની વચ્ચેનુ મધ્યબિંદુ છે.

image source

આ બિંદુથી નસ અને રક્તકોશિકાઓ સક્રિય બને છે. શિરોધરા વિધિથી આ બિંદુ પર દબાવ બનાવી રાખીને તમે અનિદ્રાની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો. તો આ હતા અમુક એવા કારણો કે જેના કારણે સ્ત્રીઓ પોતાના કપાળના ભાગ પર બિંદી લગાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ