કોલેજમાં ભણતાં અમદાવાદી છોકરાએ કરી એવી અદભુત શોધ કે NASAના વૈજ્ઞાનિકો ચોંકી ગયા

ગુજરાતના એક વિદ્યાર્થીની સિદ્ધિને અમેરિકાની વિશ્વ વિખ્યાત સંસ્થા નાસાએ વખાણી છે. હવે આ વિદ્યાર્થીએ કરેલી કમાલ પર નાસા સંશોધન કરશે. વાત જાણે એમ છે કે અમદાવાદની એમ જી સાયન્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા નીરવ વાઘેલાએ અવકાશમાં રહેલી અસંખ્યા ઉલ્કા પૈકી એકની ઓળખ કરી છે.

નીરવે જે ઉલ્કાની ઓળખ કરી છે તેના પર હવે નાસા વિસ્તૃત સંશોધન કરશે. અહીં રસપ્રદ બાબત એ પણ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને સામાન્ય રીતે સાયન્સ સંબંધીત બાબતો માટે ઉદાસીન ગણવામાં આવે છે. હવે આ માન્યતાને નીરવે દૂર કરી દીધી છે.

image source

નીરવની આ સિદ્ધિ ખાસ એટલા માટે પણ છે કે તે કોઈપણ પ્રકારની સુવિધાઓ વિના તેણે આ સંશોધન કાર્ય કર્યું છે. નીરવ જ્યારે 7માં ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું તેથી તેના પર નાની વયમાં જ ઘરની, માતા અને બહેનની જવાબદારી આવી ગઈ હતી. તે ભણવાની સાથે ઘરઘરાઉ દરજીકામ પણ કરે છે.

આ કામ પણ તેણે નાનપણથી શરુ કરી દીધું હતું. તે દરજીકામ કરી અને માતાને મદદ કરો. આ રીતે ભણતાં ભણતા તેણે કોલેજમાં પ્રવેશ કર્યો. કોલેજમાં અભ્યાસ શરુ કર્યાની સાથે તેણે ડેટા એન્ટ્રી કરવાનું કામ પણ શરુ કરી દીધું.

image source

તેને પહેલાથી જ વિજ્ઞાનમાં રસ હતો અને તે આ અંગે પણ વાંચન કરતો રહેતો. પરંતુ તેની પાસે એટલા રૂપિયા નથી કે તે મોંઘા સંશાધનો વસાવી શકે. તેવામાં તેણે જે સંશોધન કર્યું છે તે પણ તેના પાડોશીએ તેને અપાવી દીધેલા લેપટોપ પર કર્યું હતું.

નીરવ એ વાતનું પણ ઉત્તમ ઉદાહરણ છે કે કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો તેના માટે મોંઘા સંશાધનો હોય જ તે જરૂરી નથી. જો ઈચ્છાશક્તિ હોય તો સંશાધનોના અભાવ વચ્ચે પણ અભ્યાસ કરી શકાય છે.

image source

નીરવ અગાઉ ઈસરો દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ચુક્યો છે અને તેને 20 જેટલા સર્ટિફિકેટ પણ મળી ચુક્યા છે. તેણે નાસાના ટાસ્કને કેવી રીતે પુરો કર્યો તે વાત પર નજર કરીએ તો નાસા દ્વારા આપવામાં આવેલી 200થી વધુ તસવીરોનું એનાલીસીસ તેણે કર્યું અને અત્યાર સુધી ન ઓળખાયેલા ઉલ્કાપિંડોનું નામ આપ્યું.

ઉલ્લેખનીય છે કે વર્ષમાં 2 વખત નાસા પોતે લીધેલી અવકાશની તસવીરોમાં દેખાતા ઉલ્કાપિંડને ઓળખવા વિદ્યાર્થીઓને ટાસ્ક આપે છે. જેમાં વિદ્યાર્થીઓએ તેના આકાર, બનાવટ વગેરેની વિગતો આપવાની હોય છે. આ ટાસ્ક નીરવે 2 મહિનાના સમયમાં જ પુરો કરી લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત