ચારેકોર હાહાકાર, જમીન ફાટી અને સેકન્ડોમાં જ મહિલા આખે-આખી જમીનમાં સમાઈ ગઈ, અને ધુમાડા નીકળી ગયા!

હાલમાં એક ખુબ જ અજીબ કિસ્સો સામે આવ્યો છે અને લોકો આ કેસ સાંભળીને ચોંકી રહ્યા છે. કારણ કે ઘટના જ કંઈક એવી બિહામણી છે. કોલસાની રાજધાની ધનબાદના ઝરિયામાં ફરી એકવાર જમીન મહિલાને ગળી ગઈ. આમ તો કોયલાંચલમાં ભારતીય કોકિંગ કોલ લિમિટેડ (બીસીસીએલ)ના કારનામાઓના લીધે આવી ઘટનાઓ બનતી રહે છે. ત્યારે શુક્રવારે સવારે ઝરિયાના બાસ્તાકોલા ઈન્ડસ્ટ્રી કોલિયરીમાં 30 વર્ષના કલ્યાણી દેવી જમીન ધસી પડતા અંદર સમાઇ ગયા. આ ઘટનાથી આક્રોશિક લોકોએ પ્રદર્શન કર્યું. ઝારખંડના ધનબાદમાં જોરદાર બ્લાસ્ટ સાથે જમીન ફાટવાથી એક મહિલાનું મોત થયું છે.

મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો આ અકસ્માત શુક્રવારે સવારે તે સમયે થયો જ્યારે મહિલા ટોયલેટ માટે ઘરેથી નિકળી હતી. આ દરમિયાન અચાનક તેજ અવાજ સાથે જમીન ફાટી ગઇ અને તે તેમાં સમાઇ ગઇ. ત્યારબાદ જમીનમાંથી ધૂમાડો નિકળવા લાગ્યો. ઘટનાસ્થળ પર હાજર લોકોને થોડીવાર માટે સમજાયું નહી કે શું થયું છે. જ્યાં સુધી મહિલાને બહાર નિકાળવામાં આવે તો તેની મોત થઇ ચૂકી છે. આ કેસ ઝારખંડના ધનબાદના ઝરિયા વિસ્તારનો છે.

image source

ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાનું નામ કલ્યાણી દેવી છે અને જેની ઉંમર 35 વર્ષવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જમીનની અંદરથી ભારે માત્રામાં ગેસનો લિકેજ થયો હતો, જેના લીધે જમીન ફાટી ગઇ. ઘટનાની સૂચના મળતાં જ ઘટનાસ્થળ પર ભીડ જામી ગઇ.

લોકોએ કલ્યાણી દેવીને દોરડાના સહારે બહાર નિકાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમાં સફળ થઇ ન શક્યા. ત્યારબાદ ક્રોધે ભરેલા લોકોએ રસ્તો જામ કરી દીધો અને ઘટનાસ્થળ પર તાત્ક્લાઇક રાહત કાર્ય શરૂ કરવાની માંગ કરવા લાગ્યા છે. તો વળી આ જ બાબતે સ્થાનિક લોકોનું કહેવું છે કે જે સમયે મહિલા જમીન ફાટતાં ખાડામાં પડી, તે સમયે જીવતી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી.

જો કે સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ જ તેનો અવાજ બંધ થઇ ગયો. લોકોના હંગામા બાદ વહિવટીતંત્ર દ્વારા રાહત કાર્ય શરૂ કરી મહિલાની લાશ બહાર નિકાળવામાં આવી. જાણકારી અનુસાર જ્યાં જમીન ફાટી ત્યાંથી ભારે માત્રામાં ઝેરી ગેસ લિકેજ થઇ રહ્યો હતો. આશંકા છે કે વિસ્તારમાં ક્યારેય પણ કોઇ મોટી દુર્ઘટના થઇ શકે છે. વહિવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારના બે લાખ રૂપિયા, બાળકોના અભ્યાસ અને પતિને નોકરીનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

તો વળી બીજી તરફ આક્ષેપ કરવામાં આવે છે કે ધનબાદ જિલ્લામાં બીસીસીએલના આધીન કોલિયરીની જમીન પર આવી ઘટનાઓ સમયાંતર બનતી હોય છે. જેમ કે જમીન ફાટવી, ઘાતક ગેસ નીકળવો, મકાન અને લોકો ધરતીમાં સમાઇ જાય તે રોજિંદી ઘટના બની ગઈ છે. પરંતુ સરકાર અને સ્થાનિક બીસીસીએલ મેનેજમેન્ટ ચુપચાપ મૂકદર્શન બનીને તમાશો જોવાનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ