તમે પણ કરી શકો છો આવું: ઇન્ટરનેટ પરથી શીખીને ખેડૂત કરી મોતીની ખેતી, અને આજે કરે છે લાખોની કમાણી

સમયની સાથે સાથે હવે ખેતી પણ બદલાવા લાગી છે. આજના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળ્યા છે. તો બીજી તરફ હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું પણ જોર વધ્યું છે.

image source

આજે અમે તમને એવા ખેડૂતની કહાની જણાવીશું કે જેમણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી મોટી કમાણી કરી છે. આ ખેડૂત છે હરિયાણાના જીંદ જિલ્લાના પોલી ગામના રહેવાસી ખેડૂત શમસેર મલિક. તેમણે કંપની સાથે કરાર પર મોતીની ખેતી કરીને મહિને લગભગ 50 હજાર રૂપિયાની આવક કરી રહ્યા છે. ખેડૂત શમસેર મલિક જણાવે છે કે તેની સ્પેર પાર્ટની દુકાન છે, પરંતુ તેનાથી વધારે નફો નથી,

આખરે તેમણે ઈન્ટરનેટનો સહારો લીધો

image source

આખરે તેમણે ઈન્ટરનેટનો સહારો લીધો. તેમણે ઇન્ટરનેટ પર વધારે કમાણીની રીતો શોધી. તેની પાસે જમીન ઓછી હતી જેથી તેમણે પાવન ધરતી નામની કંપની સાથે કરાર કર્યો અને તેણે સાડા પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. કંપનીએ તેના બદલામાં ખેડૂતના ઘર પર જ 280 સ્કવેર ફૂટનો ટેન્ક બનાવડાવ્યો. તેમા લગભગ 12 હજાર સીપ નાખવામાં આવી, જેનાથી મોતી તૈયાર થઇ રહ્યા છે. મોતી તૈયાર થવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. કંપની તેને દર મહિને સાઢા બાર હજાર રૂપિયા આપી રહી છે. એ સિવાય તેને દર મહિને 5 હજાર રૂપિયા ફાર્મની દેખરેખ માટે અને વીજળીનું બિલ મળી રહ્યુ છે.

કંપની સાથે તેનો 2 વર્ષનો કરાર

image source

આ ઉપરંતા કંપની સાથે તેનો 2 વર્ષનો કરાર છે, જે કોર્ટ દ્વારા તેને સાડા પાંચ લાખ રૂપિયાની ગેરંટી તરીકે તેને કેટલાક પ્લોટની રજિસ્ટ્રી મળી છે. સીપની દેખરેખ કરવા માટે દર અઠવાડિયે એક ટીમ આવે છે. જેનો ખર્ચ કંપની ઉઠાવે છે. કંપની મોતી તૈયાર કર્યા બાદ સીપની પૂરી વેચાણ રકમના 5 ટકા અલગથી આપશે. ખેડૂત શમસેરે જણાવ્યુ હતું કે તેની પાસે 12 હજાર સીપ છે.

image source

એક સીપમાંથી 4-5 મોતી તૈયાર થાય છે. એક મોતીની કિંમત 160 રૂપિયા છે. જોકે એમ તો નહીં થાય પરંતુ કોઇ સંજોગોવસાત બધી સીપ મરી પણ જાય છે તો પણ ખેડૂતને મરેલી સીપો કિંમતની પણ 5 ટકા રકમ મળે છે. ખેડૂત શમસેરે જણાવ્યુ હતું કે મરેલી સીપ દવાના કામમાં ઉપયોગ થાય છે. આમ ખેડૂતે અપનાવેલી આ નવી રીતથી તે હાલંમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

કરાર આધારિત ખેતી એટલે શું

image source

કરાર આધારિત ખેતી એટલે ખેડૂત તેની જમીન પર ખેતી તો કરે છે, પરંતુ તે પોતાના માટે નહીં પરંતુ કોઈ બીજા માટે. ખેડૂતને કરાર આધારિત ખેતીમાં પૈસા ખર્ચ કરવા પડતા નથી. આમાં કોઈ કંપની કે કોઈ માણસ ખેડૂત સાથે કરાર કરે છે કે કોન્ટ્રાક્ટર ખેડૂત દ્વારા ઉગાડેલા ચોક્કસ પાકને નિયત ભાવે ખરીદશે. આમાં ખાતર, બિયારણથી લઈને સિંચાઇ અને વેતન સુધીના તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરના હોય છે. કોન્ટ્રાક્ટર ખેડૂતને ખેતી કરવાની રીત જ જણાવે છે. પાક ઉગાડતા પહેલા પાકની ગુણવત્તા, જથ્થો અને ડિલિવરી સમય નક્કી કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ