પહેલા જોઇ લેજો આ તસવીરો અને પછી જ મનાલી અને ડેલહાઉસીમાં ફરવા જવાનો કરજો પ્લાન, નહિં તો..

દિલ્હીમાં બર્ફીલો પવન ફૂંકાઇ રહ્યો છે. એક દિવસ પહેલા દિલ્હીમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આજે પણ દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત છે. બીજી તરફ કાશ્મીરથી ઉત્તરાખંડ-હિમાચલ સુધીના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ભારે બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં ઉત્તર ભારતના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ઠંડી જોવા મળી રહી છે.

હિમાચલ અને પંજાબમાં ધુમ્મસનો કહેર યથાવત

બુધવારે તાપમાનમાં થોડો વધારો થયો હતો, પરંતુ આગામી કેટલાક દિવસોમાં તાપમાનનો પારો ફરી નીચે આવી શકે છે. દિલ્હીને અડીને આવેલા વિસ્તારો પણ ઠંડીની ઝપેટમાં આવી ગયા છે. સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. હિમાચલ અને પંજાબમાં ધુમ્મસનો કહેર યથાવત છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 1 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ઠંડા પવનોને કારણે લોકોને હાલાકી વેઠવી પડી છે.

ગુલમર્ગમાં તાપમાન માઈનસ 12 ડિગ્રીએ પહોંચ્યું

image soucre

ઉત્તર ભારતમાં હવામાન બદલાવાનું કારણ પર્વતો પરથી આવતા ઠંડા પવનને કારણે થયું છે. તાજી બરફવર્ષા બાદ કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઈનસ 12 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ સાથે જ હિમાચલમાં પણ ઠંડી પડી રહી છે. કુલ્લુ ખીણમાં પારો માઇનસ 7 ડિગ્રી નોંધાયો હતો. હિમાચલની મંડીમાં સતત હિમવર્ષા થઈ રહી છે. ઉપલા ભાગો સંપૂર્ણપણે સફેદ થઈ ગયા છે. મોટા ભાગના વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. મંડીના શેટાધાર, બરોટ, નિહરી જેવા વિસ્તારોમાં પ્રકૃતિનું અદભૂત રૂપ જોવા મળી રહ્યું છે. મા શિકારી દેવી મંદિરની આસપાસનો આખો વિસ્તાર પણ સફેદ ચાદરથી ઢંકાય ગયો છે. સતત બરફવર્ષાની વચ્ચે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે.

મનાલી અને ડેલહાઉસીનું તાપમાન -1 ડિગ્રી નોંધાયું

image source

હિમાચલ પ્રદેશના મનાલી, ડલહૌસી, કેલોંગ અને કલ્પામાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. હિમાચલમાં કેલોંગનું તાપમાન -5.6 ડિગ્રી છે. તે જ સમયે, કલ્પમાં -4.1 ડિગ્રી, મનાલી અને ડેલહાઉસીનું તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું.

image source

તો બીજી તરફ ઉના પ્રદેશમાં સૌથી ગરમ સ્થળ રહ્યું, જ્યાં તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગર લેહ હાઇવે પાસેના જોજિલા નજીક પણ બરફથી સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો હતો. ઘણા વાહનો અટવાયા. હાલત એવી થઈ ગઈ કે રસ્તા પરથી બરફના જાડા પડને દૂર કરવા માટે મશીનનો ઉપયોગ કરવો પડ્યો. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. માર્ગ સાફ કરવા માટેનું આ કામગીરી કેટલાક કલાકો સુધી ચાલ્યું.

સ્કીઇંગ રિસોર્ટ ઔલી કોરોનાકાળ બાદ ફરીથી ગૂંજવા લાગ્યો

image source

ઉત્તરાખંડમાં ઔલીમાં બરફવર્ષા તો હાલમાં બંધ છે. પરંતુ થોડા દિવસ પહેલા થયેલ બરફવર્ષા પછી જે બરફ હજુ જામ્યો છે, તેનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. આ જ કારણ છે કે પ્રખ્યાત સ્કીઇંગ રિસોર્ટ ઔલી કોરોનાકાળ બાદ ફરીથી ગૂંજવા લાગ્યો છે. અહીં પંજાબમાં ધુમ્મસનો કહેર યથાવત છે. ચંદીગઢમાં સવારે વિજિબિલિટી 100 મીટરથી ઓછી થઈ જાય છે. તો અમૃતસરમાં ધુમ્મસને લીધે સવારે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ