જો તમે પણ સવારમાં ઉઠતાની સાથે આ વસ્તુઓ જોશો તો થઇ જશો ઠનઠન ગોપાલ

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ સાથે સંકળાયેલો દેશ છે. અહી તમને અનેકવિધ પૌરાણિક સંસ્કૃતિઓના દર્શન એકસાથે થશે. આપણા દેશમા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ધરાવતો વર્ગ ખુબ જ વધારે પ્રમાણમા જોવા મળે છે. અહીના લોકો ધાર્મિક શાસ્ત્રોમા જણાવેલી બાબતોને ખુબ જ મહત્વ આપે છે અને મોટાભાગના લોકો શાસ્ત્રોમા દર્શાવેલી બાબતો અનુસાર જ પોતાનુ જીવન અનુસરે છે.

image source

શું તમને ખ્યાલ છે કે, આપણા વાસ્તુશાસ્ત્રમા ઘરની દરેક દિશા અંગે વિસ્તૃત માહિતી આપવામા આવેલી છે. આપણા ઘરનુ રસોઈઘર એ આપણા શાસ્ત્રો મુજબ એક વિશેષ મહત્વ ધરાવે છે. આ ઘરની એક એવી જગ્યા છે કે, જ્યા કુટુંબના તમામ સદસ્યો માટે ભોજન બને છે. આપણે ત્યા એવુ પણ કહેવામા આવે છે કે, જેવુ અન્ન તેવો ઓડકાર. આનો અર્થ એવો થાય છે કે, તમે જેવુ ભોજન કરશો તેવા જ તમારા વિચાર હશે. જો તમારા રસોઈઘરમા કોઇપણ પ્રકારનો દોષ હશે તો તમારુ જીવન અસ્તવ્યસ્ત બની જશે.

image source

જો તમે અમુક વસ્તુઓ સવારે ઉઠતાની સાથે જ જોઇ લો છો તો તે તમારા માટે અપશુકનીયાળ સાબિત થાય છે. એવી માન્યતા છે કે, જો એકવાર અન્નપૂર્ણા દેવી તમારા પર ક્રોધિત થઇ જાય છે તો તમારે ખુબ જ મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારા ઘરમા એકાએક ધાન્ય અને ધનની કમી આવવા લાગે છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

image source

સવારે ઉઠીને ક્યારેય પણ રસોઈઘરમા રહેલી છરી અથવા તો તીક્ષ્ણ વસ્તુઓ જોવી ના જોઇએ. જો તમે રસોઈઘરમા પ્રવેશતાની સાથે જ છરી-કાંટા વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓ જોશો તો તે તમારા માટે અપશુકનીયાળ માનવામા આવે છે. આનાથી તમારા ઘરમા વિખવાદનો માહોલ ઉદ્ભવી શકે છે. માટે જ હંમેશા રાત્રે કામ કર્યા પછી છરી અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓને તેમની યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ, જેથી તમે સવારે તેમને ઉઠતાની સાથે જ જોઇ ન લો.

image source

આ સિવાય જો રસોઈઘરમા પ્રવેશતાની સાથે જ તમને એઠા વાસણ જોવા મળે તો તે તમારા માટે ખૂબ જ અશુભ માનવામા આવે છે, તેથી રાત્રે એઠા વાસણ સાફ કરીને જ સુવાની આદત કેળવવી જોઈએ. જે ઘરમા રાતના સમયે એઠા વાસણો પડેલા હોય ત્યા ક્યારેય માતા લક્ષ્મી વાસ કરતા નથી અને આવા ઘરમા સદાય ગરીબીનો વાસ થાય છે.

image source

આ ઉપરાંત રાતના સમયે ક્યારેય પણ રસોઈઘરને ગંદકીથી ભરપૂર છોડવુ જોઈએ નહિ, તેની યોગ્ય સાફ-સફાઈ કર્યા પછી જ રસોઈઘરની બહાર નીકળવુ. જો તમે સવારે ઉઠીને રસોઈઘરમા જાવ અને ત્યારે ત્યા તમને ગંદકી જોવા મળે તો તેની ખૂબ જ નકારાત્મક અસર તમારા જીવન પર પડે છે. માટે જો તમે સુખી અને સમૃદ્ધ જીવન ઈચ્છતા હોવ તો આ ભૂલો ક્યારેય પણ કરશો નહિ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ