ફેક્ટ ચેક: મહાત્મા ગાંધીની આ તસવીર સાથે જોડાયેલી છે સાવ ખોટી કહાની, હકીકત જાણીને ચોંકી જશો તમે પણ

ફેક્ટ ચેક:- મહાત્મા ગાંધીની આ જાણીતી તસવીર સાથે એક ખોટી કહાની જોડવામાં આવી છે.

મહાત્મા ગાંધીની આ તસ્વીર વિશે ગુગલ પર શોધતા ઘણાં પરિણામો આવે છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીજીની આ તસવીર 1930 માં ઐતિહાસિક દાંડી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી.

image source

મહાત્મા ગાંધીની એક જાણીતી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક બાળક લાકડીની ટોચ પકડીને તેમની આગળ ચાલે છે અને મહાત્મા ગાંધીએ લાકડીનો બીજો છેડો પકડી રાખ્યો છે.

આ તસવીર એવા સમયે શેર કરવામાં આવી રહી છે જ્યારે રાજકીય આંદોલનમાં બાળકોને સામેલ કરવાની વાત ચર્ચામાં ચાલી રહી છે. દિલ્હીના શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન એક બાળકના મોત બાદ કેસની નોંધ લેવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

image source

ગાંધીજીની આ તસવીર વિશે ગુગલ પર શોધતા એવા ઘણાં પરિણામો આવે છે, જે મુજબ એવું કહેવામાં આવે છે કે ગાંધીજીની આ તસવીર 1930 માં ઐતિહાસિક દાંડી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી અને તેમની સાથેનો એ બાળક ગાંધીજીનો પૌત્ર કનુ રામદાસ છે.

પરંતુ ઈન્ડિયા ટુડેના એન્ટી ફેક ન્યૂઝ વૉર રૂમ (AFWA) ની તપાસમાં ખુલાસો થયો છે કે ઘણી નામાંકિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ આ તસવીર દાંડી માર્ચ સાથે જોડી છે, જે ખોટી છે. આ તસવીર 1937 માં મુંબઇના જુહુ બીચ પર લેવામાં આવી હતી, જ્યારે ગાંધીજી બીમારી બાદ સાજા થવા માટે જુહુના આરડી બિરલા બંગલામાં રોકાયા હતા.

2016 માં, જ્યારે કનુ ગાંધીનું અવસાન થયું હતું, ત્યારે આ તસ્વીર “ડેઇલી મેઇલ”, “હિન્દુસ્તાન ટાઇમ્સ” અને “નવભારત ટાઇમ્સ” માં ખોટી માહિતી સાથે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

image source

તાજેતરમાં જ પત્રકાર કમલિકા ઘોષે આ ફોટો ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “કેવા પ્રકારની માતા એક બાળકને વિરોધ પ્રદર્શનમાં લઇ જાય છે?” 1930 ના માર્ચ-એપ્રિલના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ દરમિયાન, મહાત્મા ગાંધીના પૌત્ર કનુ રામદાસ ગાંધી, જે તે સમયે બાળક હતા, જે લાકડી લઈને ગાંધીજી આગળ ચાલતા હતા.

આ તસવીર વિશેની આવી જ ખોટી માહિતી ફેસબુક પર પણ વાયરલ થઈ રહી છે.

AFWA શોધખોળ કરે છે.

અમે અહીં એક નહીં, પરંતુ એવા પાંચ પુરાવા રજૂ કરી રહ્યા છીએ જે સાબિત કરે છે કે વાયરલ થયેલી તસવીર દાંડી માર્ચની નથી, પરંતુ તેના સાત વર્ષ પછીની જુહુ બીચની છે.

1. પ્રથમ પુરાવો:-

રિવર્સ ઇમેજ શોધની મદદથી અમને આ તસ્વીર “Getty Images” પર મળી, જેમાં કેપ્શન લખ્યું છે કે, “મહાત્મા ગાંધી બોમ્બે (ભારત) ના જુહુ બીચ પર તેમના પૌત્ર સાથે મસ્તી કરી રહ્યા હતા”.

image source

2. બીજો પુરાવો:-

સંબંધિત કીવર્ડ્સની સહાયથી, AFWAએ ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણની કિંમતી માહિતી ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કેન્દ્રની આર્ટ્સ વેબસાઇટથી મેળવી હતી. અહીં ‘મહાત્મા – લાઈફ ઓફ મોહનદાસ કરમચંદ ગાંધી’ પુસ્તકમાં આ વાયરલ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે તે 1937 માં મુંબઈના જુહુ બીચ પર દોરવામાં આવ્યું હતું.

3. ત્રીજો પુરાવો:-

8 નવેમ્બર, 2016 ના રોજ, કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલે આ ઐતિહાસિક તસવીરને ટ્વિટ કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, “મહાત્મા ગાંધીજી 1937માં તેમના પૌત્ર કનુભાઇ ગાંધી સાથે બોમ્બેના જુહુ બીચ પર હતા.

Mahatma Gandhi with grandson Kanubhai Gandhi at Juhu beach in Bombay in 1937 pic.twitter.com/OUY6ZNhUYk
– Congress (@INCIndia) November 8 , 2016.

4. ચોથો પુરાવો:-

image source

મુંબઈમાં બાપુના રોકાણને સમર્પિત સંગ્રહાલય મણી ભવન ગાંધી મ્યુઝિયમની વેબસાઇટ પણ કહે છે કે આ ફોટો જુહુ બીચ પર 1937 માં લેવામાં આવ્યો હતો.

આ વેબસાઇટમાં 1915 અને 1948 ની વચ્ચે ગાંધીની મુંબઈ મુલાકાતનો ઘટનાક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગાંધી 7 થી 13 ડિસેમ્બર 1937 ના રોજ બોમ્બે (મુંબઇ) માં હતા અને એ દરમ્યાન બીમાર પણ પડ્યા હતા.

5. પાંચમો પુરાવો:-

ફોટોની અધિકૃતતાની વધુ તપાસ કરવા માટે, અમે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગાંધી મ્યુઝિયમ અને લાઇબ્રેરીના ડિરેક્ટર ઇ. અન્નામલાઈ સુધી પહોંચી ગયા. તેમણે એ પણ પુષ્ટિ કરી હતી કે આ તસ્વીર જુહુ પર દોરવામાં આવ્યું હતું અને તસ્વીરમાં દેખાતા બાળક કનુ રામદાસ છે.

image source

તે પણ માનવામાં આવે છે કે કનુ રામદાસ ગાંધીનો જન્મ 1928 માં થયો હતો અને દાંડી માર્ચ 1930 માં થયો હતો. આ સમયે કનુ ગાંધી ફક્ત બે વર્ષનો હતો. તસ્વીરને જોઈને, તે સમજી શકાય છે કે ગાંધીજી આગળ ચાલતો બાળક બે વર્ષ નોહતો.

દાંડી માર્ચ અથવા મીઠા સત્યાગ્રહ ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલતો સવિનય અવજ્ઞા આંદોલન છે, જે બ્રિટીશ સરકારની વિરુદ્ધમાં મીઠા પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો હતો.

જો કે, અમને જાણવા મળ્યું છે કે બાપુના દૂરના સંબંધના બીજા પૌત્ર (ગ્રાન્ડનેપ્યુઝ) નું નામ કનુ ગાંધી હતું. આ કનુ ગાંધીની વેબસાઇટ અનુસાર, તેમણે 1932 માં સવિનય અવજ્ઞા ચળવળમાં ભાગ લીધો હતો. ત્યારે તે 15 વર્ષનો હતો અને તેના માટે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ આ ઐતિહાસિક તસ્વીરમાં, જે બાળક ગાંધી સાથે દેખાઈ રહ્યો છે તે ગાંધીજીનો પ્રપૌત્ર કનુ ગાંધી નથી પરંતુ ગાંધીનો પૌત્ર કનુ ગાંધી છે.
આ રીતે AFWAની તપાસથી સ્પષ્ટ થઈ ગયું છે કે વાયરલ થઈ રહેલી તસવીર 1930 ના દાંડી માર્ચની નથી. આ તસવીર 1937 માં મુંબઈના જુહુ બીચ પર લેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ