હિમાલયના 800 વર્ષ પ્રાચીન એવા ધ્યાન સંસ્કારને ગ્રહણ કરવાનો નિઃશુલ્ક અવસર, આ રીતે લો તમે પણ ભાગ, સાથે જાણો ધ્યાનથી થતા શારિરિક લાભો

હિમાલયના 800 વર્ષ પ્રાચીન એવા ધ્યાન સંસ્કારને ગ્રહણ કરવાનો નિઃશુલ્ક અસર – ધ્યાન સંસ્કારની મહા શિબિરનું કરવામાં આવી રહ્યું છે આયોજન

ધ્યાનયોગ એક એવી કળા છે જેની સાધનાથી કેટલાએ પ્રકારના લાભ થાય છે. નિરંતર ધ્યાન કરવાથી મનુષ્યમાં સાત્વિક તત્ત્વોનો વધારો થાય છે. તેનું પરિણામ એ આવે છે કે તમારામાં કામ, ક્રોધ, લોભ , ઘૃણા હિંસા, દ્વેષ ઇર્ષ્યા વિગેરે બાબતોના કુવિચારો દૂર રહે છે. તેનાથી તમારું મન શાંત રહે છે અને પ્રસન્નચિત રહે છે. ઇશ્વરનું ધ્યાન કરવાથી તમારામાં ઇશ્વરીય ગુણોનો વિકાસ થાય છે જે બધા જ પ્રકારે વ્યક્તિત્ત્વ વિકાસમાં મદદરૂપ થાય છે. ધ્યાન કરવાથી તમારી સંકલ્પ શક્તિ મજબૂત બને છે તેમજ તમારો આત્મવિશ્વાસ પણ દ્રઢ બને છે. ધ્યાન કરનાર વ્યક્તિ ક્યારેય હતાશ કે નિરાશ નથી થતો કારણ કે તેને ઇશ્વર પર વિશ્વાસ હોય છે.

image source

ધ્યાન કરવાથી નિરંતર પ્રાણ તત્ત્વનો વધારો થાય છે જેનાથી મનુષ્યની દરેક ઇન્દ્રીઓનો પ્રભાવ કેટલાએ ગણો વધી જાય છે. આંખ અને ચહેરા પર તેજસ્વી ચમક આવે છે. તમારા વિચારોમાં દ્રઢતા આવે છે.

કોરોનાકાળનો આ સમય એટલે કે 2020નું વર્ષ હવે પુરુ થવા આવ્યું છે પણ તેમ છતાં મહામારીનો પડકાર તો યથાવત જ છે. આવા પડકારજનક સમયમાં આપણે આપણી જાતને શાંત રાખવાની છે અને તેના માટેનો સૌથી સરળ માર્ગ છે – નિયમિત ધ્યાનનો. 800 વર્ષ પ્રાચિન હિમાલયનો આ ધ્યાન સંસ્કાર મનુષ્ય કોઈ પણ પ્રકારની જટિલ પ્રક્રિયા કે કઠોર સાધના વગર પણ મેળવી શકે છે.

image source

તેના માટે જ જીવંત સદગુરુના સાનિધ્યમાં મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિબિરમાં ભાગ લઈને તમને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. આ મહાશિબિરનું આયોજન સતત 8 દિવસ કરવામાં આવશે. આ આઠ દિવસમાં તમને સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા આધ્યાત્મના ગુઢ રહસ્યને સરળ અને સહજ ભાષામાં સમજાવવામાં આવશે. તેમણે આધ્યાત્મના ગુઢ રહસ્યને છ દાયકા કરતાં પણ વધુ સમયની સાધનાથી પ્રાપ્ત કર્યું છે. આ મહાશિબિરના 8 દિવસો દરમિયાન તેમાં ભાગ લેનાર લોકોને દરેક દિવસે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી તેમજ બીજા લાખો લોકો સાથે સામુહિક ધ્યાન કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થશે. એવું કહેવાય છે કે એક લાખ દિવસ એકલા ધ્યાન કરવું અને એક દિવસમાં એક લાખ લોકોની સાથે ધ્યાન કરવું તે એક સમાન છે.

image source

મહાશિબિરમાં ભાગ લેવા માટેની અગત્યની માહિતી

ગુરૂતત્ત્વએ Youtube.com/Gurutattva અને www.gurutattva.org પર 23 થી 30 ડિસેમ્બર સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી મહાશિબિરનું નિઃશુલ્ક જીવંત પ્રસારણ આયોજિત કર્યું છે. આ કાર્યક્રમનું પુનઃપ્રસારણ સાંજે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી કરવામાં આવશે. મહાશિબિરની તમામ સૂચનાઓ Facebook અને Instagram ના માધ્યમથી @gurutattvameditation પર નિયમિત રીતે આપવામાં આવશે. વધુ માહિતી માટે Facebook અને Instagram પર @gurutattvameditation ને Like અને Follow કરો. મહાશિબિર અંગે રિમાઈન્ડર મેળવા માટે youtube.com/gurutattva ચેનલને Subscribe કરો અને બેલના આઈકોન પર ક્લિક કરવાનું ભુલશો નહીં.

તમને જણાવી દઈએ કે ‘ગુરુતત્ત્વ’ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉડેશન દ્વારા સંચાલિત એક વૈશ્વિક મંચ છે, જે દરેક મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે અવિરત પ્રયાસ કરી રહી છે. ગુરુતત્ત્વ સ્વયં શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના તત્ત્વાધાનમાં મહાશિબિરનું આયોજન કરે છે જેના માધ્યમથી લાખ મનુષ્ય હિમાલયના આ અનમોલ ધ્યાનની અનુભૂતિ મેળવવાનો અવસર પ્રાપ્ત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Guru Tattva (@gurutattvameditation)

સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામી એક સાક્ષાત્કારી ઋષિ છે. તેઓ બાળપણથી જ સત્યની શોધમાં હતા. તેમનું સંપૂર્ણ જીવન સાધનામય રહ્યું છે જેમાંથી લગભલ 16 વર્ષ તેમણે હિમાલમાં ધ્યાન-સાધના કરી અને ત્યાં સ્થિત ગુરુઓ (જેમાં જૈનમુનિયો અને બૌદ્ધ કૈવલ્ય-કુમ્ભક યોગીઓનો પણ સમાવેશ થાય છે) નાં સાન્નિધ્યમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યુ. તેઓ હિમાલયના આ અનુભૂતિપ્રધાન અમૂલ્ય સમર્પણ ધ્યાન યોગને વર્ષ 1994 થી દેશ-વિદેશમાં નિઃશુલ્ક વહેંચી રહ્યા છે.

image source

ધ્યાનથી થતા માનસિક લાભો વિષે જાણો

ધ્યાનથી મસ્તિષ્કની એકાગ્રતા વધે છે, જેનાથી દરેક વાતને ધ્યાનથી સાંભળવા અને દરેક કામ ધ્યાનથી કરવાની તમને આદત પડી જાય છે. તેનાથી તમારી સ્મરણ શક્તિ પણ વધે છે જેનાથી તમે લાંબા સમય સુધી કોઈ વાતને યાદ રાખી શકો છો. ધ્યાન કરવાથી દરેક પ્રકારના માઇગ્રેઇન્સને ઠીક કરી શકાય છે. વિચાર અને આચાર શુદ્ધ બનવાથી કોઈ પ્રકારનો માનસિક રોગ થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Guru Tattva (@gurutattvameditation)

ધ્યાન કવરાથી વ્યક્તિ સ્વયંથી પરિચિત થાય છે. તે પોતાના વિષે વધારેમાં વધારે જાણી શકે છે અને તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાન કરવાથી વ્યક્તિને પોતાના જીવનના ઉદ્દેશનો ખ્યાલ આવે છે. જે લોકો રોજ ધ્યાન કરે છે તેમનું મન, આત્મા અને શરીરનું શુદ્ધિકરણ થતું રહે છે. જે રીતે વસ્ત્રો મેલા થઈ ગયા બાદ તેને સાફ કરવામા આવે છે, તે જ રીતે ધ્યાન આપણા નકારાત્મક વિચારોને આપણા મનમાંથી દૂર કરે છે અને આપણું મન, આત્મા અને શરીરને શુદ્ધ બનાવે છે. તેનાથી જીવન પ્રત્યેની ઉદાસીનતા દૂર થાય છે અને ઉત્સાહ વધે છે.

ધ્યાનથી થતા શારીરિક લાભો વિષે જાણો

image source

ધ્યાન સંપૂર્ણ રીતે માનસિક પ્રક્રિયા છે પણ જે લોકો ધ્યાનના સારા અનુભવી હોય છે તેઓ ધ્યાનથી કોઈ પણ પ્રકારનો લાભ મેળવી શકે છે. જ્યારે મનુષ્યને ધ્યાનનો સારો અભ્યાસ થઈ જાય છે ત્યારે મનુષ્ય પ્રાણ ઉર્જાની હેરફેર કરી શકે છે. જેનાથી શરીરના ક્ષતિગ્રસ્ત અંગોને પણ ઠીક કરી શકાય છે. આ પ્રાણ શક્તિમાં એટલી શક્તિ હોય છે કે મનુષ્ય પોતાના શરીરને પથ્થર જેવું મજબૂત બનાવી શકે છે. શરીર થાક્યા વગર ઝડપથી દોડી શકે છે. થાક્યા વગર દિવસરાત કામ કરી શકે છે. તે દરેક વાર સહન કરી શકે છે.

image source

ધ્યાન કરવાથી વ્યક્તિનુ શરીર સ્વસ્થ અને નિરોગી બને છે. શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. રક્તચાપમાં ઘટાડો થાય છે. વ્યક્તિની માનસિક તાણ દૂર થાય છે તેની સ્મરણશક્તિ વધે છે. વૃદ્ધ થવાની ગતિ ઘટે છે. જે લોકો રચનાત્મક કામ કરતા હોય તેમના માટે ધ્યાન આશિર્વાદરૂપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ