સુરતમાં વેપારી 11માં માળેથી કૂદીને આપઘાત કરી ગયો, મરતાં પહેલા પોતાની જ તસવીર પર રેસ્ટ ઇન પીસ લખીને…

સુરતમાં વેપારી 11માં માળેથી કૂદીને આપઘાત કરી ગયો, મરતાં પહેલા પોતાની જ તસવીર પર રેસ્ટ ઇન પીસ લખીને…

કોરોના અને આત્મહત્યાને જાણે કોઈ જન્મોના સંબંધો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારથી કોરોના આવ્યો ત્યારથી આત્મહત્યાના કેસોમાં ભારે વધારો થયો હતો. મોટા મોટા લોકો સાથે નાના વેપારી અને સામાન્ય જનતાએ પણ લોકડાઉનમાં આવા ઘણા કેસો જોયા. તેમ છતાં હજુ પણ આ સિલસિલો યથાવત છે અને આપઘાતના કેસો સામે આવી રહ્યા છે. હવેનો મામલો છે સુરત શહેરનો કે જ્યાં અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

image source

કહેવામાં આવી રહ્યું છે કે, સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતાં મિત્રોને લાશ મળી હતી. મળતી વિગત પ્રમાણે જ વાત કરવામાં આવે તો અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉં.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ અવાર નવાર ઝઘડા થતાં રહેતા અને એક સમય એવો આવી ગયો કે પારસને જીવન ટૂંકવવા સુધીનો વિચાર આવ્યો અને એણે આત્મહત્યા કરી લીધી.

image source

જો ત્યાંની હાલત વિશે વાત કરવામાં આવે તો પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પ્લેક્સ નીચેથી પારસની લાશ મળી આવી હતી. ત્યારબાદ તરત જ 108 અને અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. કેસની ગંભીરતા લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પણ એક એવી વાત સામે આવી છે કે જે જાણીને સૌને આશ્રર્ય થાય છે. આપઘાત પહેલાં પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા. આ મામલે વાત કરતાં મિત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 6-8 મહિનાથી એટલે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન ગાડી લે-વેચનો ધંધો ચાલતો ન હતો. આવકનાં લગભગ તમામ સાધન બંધ હતાં.

image source

આ સાથે જ મિત્રોએ આગળ વાત કરી હતી કે, બીજી બાજુ, પત્નીના ચારિત્ર પર શંકા કરતો થઈ ગયો હતો, જેને લઈ વારંવાર પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. સોમવારની રાત્રે પણ પત્ની જોડે કોઈ વાત પર ઝઘડો થયા બાદ પારસ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો, જેને લઈ પરિવારે તેને ઘણા ફોન પણ કર્યા. પરંતુ તેમ છતાં તેનો કોઈ જ સંપર્ક થયો નહીં અને પછી મિત્રોની મદદ માગી હતી. કરફ્યૂના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. જોકે આખરે તેનો મૃતદેહ જ મળ્યો હતો.

image source

જો પરિવારની હાલત વિશ વાત કરવામાં આવે તો પારસના પિતા છેલ્લાં 4 વર્ષથી પરિવાર સાથે ઝઘડો કરી ક્યાંય ચાલી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આગળ વાત કરતાં મિત્રોએ જણાવ્યું હતું કે પારસ ખૂબ મોજીલો હતો. પણ આજે તે દુનિયા છોડીને જતો રહ્યો હોવાથી પરિવારમાં સોપો પડી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ