જાણો ભારતના આ મંદિર વિશે, જે દર્શન આપ્યા પછી થઇ જાય છે ગાયબ અને…જાણો આ રહસ્યમય મંદિર વિશે

ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે જોતજોતા જ ગાયબ થઈ જાય છે અને ત્યાર બાદ એકાએક જ ફરીથી દેખાવા પણ લાગે છે. આ રહસ્યમય મંદિરની આ ખાસિયતના કારણે આ મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને ભગવાન શિવના ભક્તો આ ઘટનાને પોતાની સગી આંખે જોવા માટે દોડતા આવે છે ચાલો જાણીએ આ મંદિર વિષે વિસ્તૃત રીતે.

image source

સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલ છે. આ મંદિરનું નિર્માણ પોતાના તપોબળથી ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રહસ્યમય મંદિરનું ગાયબ થઈ જવું કોઈ ચમત્કાર કરતા ઓછું નથી. એટલું જ નહી આ મંદિરનું ગાયબ થવું એક પ્રાકૃતિક ઘટનાનું પરિણામ છે. ખરેખરમાં દિવસના સમયે આ મંદિર ઓછામાં ઓછું બે વાર સમુદ્રના પાણીનું સ્તર એટલું બધું વધી જાય છે કે, આ મંદિર સંપૂર્ણ રીતે સમુદ્રમાં ડૂબી જાય છે.

image soucre

ત્યાર પછી જ થોડાક સમયમાં જ સમુદ્રના પાણીનું જળ સ્તર નીચું થાય છે અને મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ ઘટના દરરોજ સવારના સમયે અને સાંજના સમયે આ બનાવ બને છે. ભગવાન શિવના ભક્તો આ ઘટનાને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવ્યું હોવાનું જણાવે છે. ભક્તો સમુદ્રના કિનારેથી જ આ દ્રશ્યને જોવે છે.

મંદિરના નિર્માણ સાથે જોડાયેલ લોકકથા.

image source

આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલ કથા સ્કંદ પુરાણમાં મળી આવે છે. કથામાં જણાવ્યા મુજબ, રાક્ષસ તાડકાસુરએ કઠોર તપસ્યા કરીને પોતાના તપોબળથી ભગવાન શિવજી પાસેથી આ આશીર્વાદ પ્રાપ્ત કરે છે કે, તેમની મૃત્યુ ત્યારે જ સંભવ છે, જયારે ભગવાન શિવના પુત્ર તેમની હત્યા કરે. ભગવાન શિવ તાડકાસૂરને આ વરદાન આપી દે છે. આ આશીર્વાદ મળતાની સાથે જ તાડકાસુરએ આખા બ્રહ્માંડમાં ઉત્પાત મચાવવાનું શરુ કરી દે છે.

image source

ત્યાં જ બીજી બાજુ ભગવાન શિવ અને માતા પાર્વતીના તેજથી ઉત્પન્ન થયેલ કાર્તિકેયનું પાલન- પોષણ કૃતિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તાડકાસુરના ઉત્પાતથી પૃથ્વીને મુક્તિ અપાવવા માટે બાળરૂપ કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ કરી દેવામાં આવ્યો. પરંતુ જયારે કાર્તિકેયને જાણ થાય છે કે, તાડકાસુર ભગવાન શિવનો ભક્ત હતા, આ જાણીને કાર્તિકેય વ્યથિત થઈ જાય છે. ત્યારે દેવતાઓના માર્ગદર્શનથી તેમણે મહીસાગર સંગમ તીર્થમાં વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરવામાં આવી. આ જ સ્તંભ આજે સ્તંભેશ્વર મંદિરના નામથી પ્રસિદ્ધ છે.
કેવી રીતે અહિયાં પહોચી શકાય છે?

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી અંદાજીત ૪૦ કિલોમીટરના અંતરે આવેલ જંબુસર તાલુકામાં આવેલ છે. આ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, આપ અહિયાં રસ્તાથી, રેલ્વે અને હવાઈ માર્ગથી પણ પહોચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ