એન્ડ્રોઇડ ફોનમાં નથી મળી રહી 4જી સ્પીડ? તો ફોનના સેટિંગમાં કરો આ ફેરફાર

સ્માર્ટફોન આવ્યા બાદ અને સારામા સારો ડેટાપ્લાન કરાવ્યા બાદ પણ મોટા ભાગના લોકોને તેમના ફોનમાં નેટવર્ક તેમજ ઇન્ટરનેટની સ્પીડને લઈને ફરિયાદ રહ્યા કરે છે. પછી ભલે તમે ગમે તે કંપનીનું નેટવર્ક કેમ ન વાપરતા હોવ દરેક કંપનીની કોઈને કોઈ ફરિયાદ તેમના કસ્ટમરને રહેતી જ હોય છે.

image soucre

સ્માર્ટફોનના આજના જમાનામાં નેટવર્ક અને ઇન્ટરનેટની સારીસ્પીડ હોવી ખૂબ જરૂરી છે. શહેર તેમજ ગામડાઓમાં દરેક જગ્યા પર લોકોના હાથમાં સ્માર્ટફોન જોવા મળી જશે. તેવામાં જો તમારી પાસે ઇન્ટરનેટ હોય પણ તેની સ્પીડ સારી ન હોય તો તમારો સ્માર્ટફોન નક્કામો જ ગણાય. મોટા શહેરમાં નેટવર્કની સારી સુવિધા મળતી હોય છે પણ ગામડાઓમાં કે પછી શહેરની બહારના વિસ્તારોમાં તેમજ નાના શહેરોમાં નેટવર્કની સમસ્યા રહેતી જ હોય છે અને લોકો તેનાથી ત્રાસી પણ જતા હોય છે. વિડિયો કે ફોટો ડાઉનલોડ કરતાં કે પછી અપલોડ કરતાં ઘણીબધી વાર લાગતી હોય છે. નાના વિસ્તારોમાં 4જીના નેટવર્કની તો વાત દૂર જ રહી પણ 2જીની કે 3જીની સ્પીડ પણ નથી મળી શકતી. તેવામા અહીં ઇન્ટરનેટ સાથે જોડાયેલા કામ કરવા તો ખરેખર પડકારજનક સાબિત થાય છે. પણ તમે તમારા ફોનમાંના કેટલાક સેટિંગ્સ ચેન્જ કરીને સ્પિડ મેળવી શકો છો. તો ચાલો જાણીએ તે વિષે.

image source

સૌથી પહેલાં તો એ જાણી લો કે તમે જ્યાં રહો છો ત્યાં કોપર કેબલની જગ્યાએ ફાઇબર કેબલનો કોઈ સર્વિસ પ્રોવાઇડર છે કે નહીં. ફાઇબર કેબલમાં તમને નેટવર્કની સ્પીડ અને નેટવર્ક બન્ને સારા મળશે. માટે સારુ એ રહેશે કે તમે ફાઇબર કેબલવાળા નેટવર્ક કનેક્શનનો ઉપયોગ કરો.

image source

જો તેમ છતાં પણ તમારા ફોનમાં ઇન્ટરનેટ સ્લો ચાલી રહ્યું હોય તો તેના માટે ફોનનું સેટિંગ ચેક કરો. તેના માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જવું. અહીં પ્રિફર્ડ ટાઇપ ઓફ નેટવર્કને 4જી અથવા તો LTE પર સિલેક્ટ કરો.

જો હજુ પણ નેટવર્કમાં મુશ્કેલી થતી હોય તો તમારે નેટવર્ક સેટિંગ્સમાં Access Point Network એટલે કે APNના સેટિંગને ચેક કરી લેવું.

image source

સારી સ્પીડ માટે APN નું હોવું જરૂરી છે. એપીએન સેટિંગના મેનુંમાં જઈને સેટિંગને ડિફોલ્ટ તરીકે સેટ કરવું. તેનાથી તમારી ઇટરનેટ સ્પીડ ઘણી વધી જશે.

image source

જો સ્પીડને વધારવી હોય તો સોશિયલ મડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના એપ સેટિંગમાં જઈ ઓટો પ્લે વિડિયો મોડને બંધ કરી દેવું. તે એપ ઘણો બધો વધારે ડેટા કંઝ્યૂમ કરી લે છે. તે ઉપરાંત ફોનના બ્રાઉઝરને ડેટા સેવ મોડમાં સેટ કરી દેવા. તેનાથી તમારા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ઘણી વધી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ