અંબાણી પરિવારે પ્રિયંકા ચોપરાને લગ્નમાં આપી હતી આવી મસ્ત ભેટ, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

પ્રિયંકા ચોપરા આજે એક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. અને જ્યારથી તેણીએ અમેરિકન ટેલિવિઝન સિરિઝ ક્વોન્ટિકો કરી છે ત્યારથી તેની બોલબાલા વધી ગઈ છે. અને ત્યાર બાદ અમેરિકન પોપસ્ટાર નીક જોનાસ સાથેના લગ્નએ તેણીને જાણે હોલીવૂડની જ બનાવી મુકી છે.

image soucre

પ્રિયંકા અને અંબાણી કુટુંબના સંબંધો ખૂબ જ સારા છે. આખું અંબાણી કુટુંબ પ્રિયંકાના લગ્નમાં જયપુર ખાતે ગયું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી પ્રિયંકાની ખાસ ફ્રેન્ડ છે. પ્રિયંકા ઇશાને પોતાની નાની બહેનની જેમ માને છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ જો તે બન્નેનો ભેટો થઈ જાય તો તે બન્ને એક બીજા સાથે સમય પસાર કર્યા વગર નથી રહેતી. તમને કદાચ ખ્યાલ જ હશે કે ગયા વર્ષની હોળી પર ઇશાએ ખાસ પ્રિયંકા અને નીક માટે જ હોળી સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું.

image soucre

પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા ચોપરાએ બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધીની પોતાની સફળતાનો પરચો આપ્યો છે. પ્રિયંકા ચોપરાએ 1 ડિસેમ્બર 2018માં હોલીવૂડ અભિનેતા અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિકના લગ્નના સમાચાર સોશિયલ મિડિયા પર ફેલાઈ ગયા હતા. પ્રિયંકાના લગ્નમાં ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર હાજર રહ્યો હતો. એક શો દરમિયાન પ્રિયંકા ચોપરાએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે અંબાણી પિરવારની તરફથી તેણીના લગ્નમાં તેણીને શું ગિફ્ટ મળી હતી.

image source

આ શો દરમિયાન પ્રયિંકા ચોપરાને એક પ્રશ્ન પૂચવામાં આવ્યો હતો કે તેણીની લગ્નમાં કેટલાએ મોટા-મોટા લોકો હાજર રહ્યા હતા, જેમાં અંબાણી પરિવાર પણ હતો. તે લોકોએ તમને શું ગિફ્ટ આપી. લોકોએ કેટલા રૂપિયા આપ્યા. આ પ્રશ્ન સાંભળીને પ્રિયંકા હસી પડી અને તેણીએ આ પ્રશ્નનો એક રમુજી અને રસપ્રદ અંદાજમાં જવાબ આપ્યો હતો.

image soucre

પ્રિયંકાએ કહ્યું તેણીના લગ્નમાં કુલ 180 મહેમાનો હાજર રહ્યા હતા. જેમાંથી 120 લોકો તેણીના પરિવારના હતા. અને વાત કરીએ પૈસાના કવરની તો મને માત્ર અરધા જ મળ્યા. પણ મારા લગ્નમાં આવેલા લોકોએ મને ખૂબ બધો પ્રેમ અને આશીર્વાદ આપ્યા. જેની અમને સૌથી વધારે જરૂરી હતી. પ્રિયંકાના આ જવાબથી બધા જ ચકીત રહી ગયા હતા. કારણ કે બધા જ એ જાણવા માગતા હતા કે આટલા ધનવાન લોકો લગ્નમાં આવ્યા હતા તો ગિફ્ટ પણ આપી જ હશે.

image source

તેમાં કોઈ જ શંકા નહીં કે પ્રિયંકાને પણ તેના લગ્નની ભેટો મળી જ હશે પણ બની શકે કે તેણી તેનો ખુલાસો કરવા ન માગતી હોય. પણ પ્રિયંકાએ પોતે પણ પોતાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

image source

આ પ્રશ્નો કોમેડિયન કપિલ શર્માએ પોતાના શો પર પૂછ્યો હતો. પ્રિયંકાનો આ જવાબ સાંભળતા કપિલે કહ્યું હતું, ‘મને લાગ્યું કે તેઓ અત્યંત ધનવાન છે તો તેમની પોતાની અંગત જ 25000 રૂપિયાની નોટ હોય અને તેઓ પોતાની સાથે 2000 રૂપિટયાની નોટો નહીં રાખતા હોય !’ પણ એક વાત તો ચોક્કસ છે કે પ્રિયંકાને અંબાણીઝ તરફથી મોંઘેરી ગિફ્ટ મળી જ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ