મહામૃત્યુંજય મંત્રમાં છુપાયેલું છે દરેક સમસ્યાનું સમાધાન.

ભગવાન શિવને મહામૃત્યુંજય રૂપને કાળને માત આપીને તેને કાબુમાં કરવાના દેવતા માનવામાં આવે છે. મહામૃત્યુંજયની ઉપાસના નીરોગી રાખે છે, મૃત્યુને ટાળે છે અથવા મૃત્યુ તુલ્ય કષ્ટને દૂર કરે છે. અંતમાં જો કહીએ તો મૃત્યુંજાય પૂજા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

ગ્રંથોમાં, મહામૃત્યુંજય મંત્રની ઉપાસના માટે મહામૃત્યજય મંત્રનો જાપ કરવાનું મહત્વ કહેવામાં આવ્યૂ છે. કોઈ પણ વ્યક્તિ દરરોજ આ મહામૃત્યુજય મંત્રનો જાપ કરી શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ બીમારીથી પીડાતી હોય અથવા માનસિક અસ્વસ્થતા અનુભવી રહી હોય અથવા તો વ્યક્તિ ડરથી ઘેરાયેલી હોય છે, ત્યારે આ મહામૃત્યુંજય મંત્ર તે વ્યક્તિ માટે એક પેઇનકિલર સાબિત થશે. આ મંત્ર કરવાથી તમે તમારા જીવનમાં એકદમ નિશ્ચિંત બની જશો.

શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ આ મંત્રના વિધી વિધાનનું પાલન કરવું સામાન્ય વ્યક્તિ માટે થોડું કઠીન બની શકે છે. માટે આ મંત્રનો કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસેથી પણ કરાવી શકો છો.

ભગવાન શિવનાં પૂજનમાં મંત્રોનો જાપનું ખૂબ મહ્તવ છે.જો કોઈપણ મનુષ્ય સાચા મનથી આ મંત્રોનાં જાપ કરે તો તેની બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે.

શિવપૂજનમાં ઘણા પ્રકારનાં મંત્રોનો જાપ કરવામાં આવે છે અને કાર્યસિધ્ધી માટે આ મંત્રોની સંખ્યા પણ અલગ હોય છે પણ શિવશંભૂને એમનો આ મંત્ર ખૂબ પ્રિય છે.

મહામૃત્યુંજય મંત્ર એ એક એવો મંત્ર છે જેના જાપ કરવાથી મનુષ્ય મોત ઉપર પણ વિજય પ્રાપ્‍ત કરી શકે છે.શાસ્ત્રોમાં પણ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ સંખ્યાઑમાં મંત્રનાં જાપનું વિધી પૂર્વક વિધાન જણાવવામાં આવ્યું જ છે.

આવો જાણીએ કે કઈ સમસ્યામાં આ મંત્રનાં કેટલીવાર કરવા જાપ કરવા જોઈએ –

-ભયથી છૂટકારો મેળવવા માટે 1100 મંત્રનો જાપ કરવામાં આવે છે.

-રોગોથી મુક્તિ માટે 11000 મંત્રોનો જાપ કરવામાં આવે છે.

-પુત્રની પ્રાપ્‍તિ માટે,ઉન્નતિ માટે,અકાળ મૃત્યુથી બચવા માટે સવા લાખની સંખ્યામાં મંત્રનો જાપ કરવા અનિવાર્ય છે.

-જો સાધક પૂરી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે આ સાધના કરે,તો વાંછિત ફળની પ્રાપ્તિની પ્રબળ સંભાવનાં રહે છે.

આ મંત્રનો કરો જાપ

ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ,

ઉર્વારુકમિવબંધનામ મૃત્યુમોમોક્ષિત યમામમૃતાત..

જો શક્ય હોય તો આ મંત્રના જાપ કરતી વખતે સફેદ વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ અને પૂરી શ્રદ્ધા સાથે શાંત મને આ મંત્ર જાપ કરવા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ