જ્યારે કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યા હતા રણવીર સિંહ, અને પહેલી જ ફિલ્મમાં અનુષ્કા શર્માને ચોડી દીધો હતો લાફો

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહને હિન્દી સિનેમામાં 10 વર્ષ પુરા થઈ ગયા છે. એમને વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. રણવીર સિંહ પોતાના નાનકડા કરિયરમાં જ મોટા મોટા સ્ટાર્સને પાછળ મૂકી દીધા છે. પણ બોલીવુડમાં આ સ્થાન સુધી પહોંચવુ કઈ એટલું સરળ નથી. કરિયરના શરૂઆતના દિવસોમાં એમને કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો હતો.

image source

રણવીર સિંહે આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. ફિલ્મોમાં સંઘર્ષ દરમિયાન એમની મુલાકાત એક કાસ્ટિંગ ડાયરેકટર સાથે થઈ હતી. એ વ્યક્તિએ રણવીર સિંહને પોતાના ઘરે બોલાવ્યો હતો. રણવીર સિંહ કહ્યું હતું કે એને મારુ રિઝ્યુમ પણ નહોતું જોયું. એને મને કહ્યું કે તું સ્માર્ટ અને સેક્સી બન. એવા લોકો ખૂબ જ આગળ આવી જાય છે. હું તને ઘણી ઓફિસમાં મોકલીશ અને તને કોઈ અડકે તો તને વાંધો ન હોવો જોઈએ.”

રણબીર કપૂરે ના પાડી તો મળી ફિલ્મ.

image source

ફિલ્મ બેન્ડ બાજા બારાત માટે રણવીર સિંહ પહેલી પસંદ નહોતા. આ ફિલ્મમાં રણબીર કપૂરને લેવાનો હતો પણ એને આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. યશરાજ ફિલ્મ્સને એક નવા ચહેરાની શોધ હતી અને એ જ કારણે આ રોલ રણવીર સિંહના હાથમાં આવી ગયો.

અનુષ્કા શર્માને ચોડી દીધો હતો લાફો.

image source

બેન્ડ બાજા બારાતમાં રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં અનુષ્કા શર્મા પણ હતી. એક સીનમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માને ઝગડો કરવાનો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહ પોતાના કેરેક્ટરમાં એટલા ડૂબી ગયા કે એમને અનુષ્કા શર્માને સાચેમાં લાફો મારી દીધો હતો. જો કે પછી એમને અનુષ્કા શર્માની માફી પણ માંગી હતી.

image source

બેન્ડ બાજા બારાત ફિલ્મે બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહના પાત્રનું નામ બીટ્ટુ શર્મા હતું. વેડિંગ પ્લાનરની આસપાસ વણાયેલી આ ફિલ્મમાં એમના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે રણવીર સિંહને બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

image source

હાલ રણવીર સિંહનું નામ બોલિવુડના ટોચના અભિનેતાઓમાં લેવામાં આવે છે. ટૂંકા સમયમાં જ રણવીર સિંહ સફળતાનાં શિખરો સર કરી લીધા છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહે લાંબા સમય સુધી દીપિકા પાદુકોણને ડેટ કર્યા પછી વર્ષ 2018માં એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. અને હાલ ખુશહાલ લગ્નજીવન જીવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ