‘મેગ્ગી’ ના નામ પાછળ જોડાયેલી છે અનેક રોચક માહિતી, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

આ આર્ટિકલ વાંચનારા પૈકી ઘણા લોકો માટે મેગ્ગી શબ્દ અજાણ્યો નહીં હોય. બે મિનિટમાં તૈયાર થઇ જતી મેગ્ગી આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અને ગુજરાત સહીત ભારતભરમાં તેના શોખીનોની સંખ્યા પણ બહુ મોટી છે. એટલું જ નહિ જે લોકો રસોડામાં કોઈપણ જમવાનું નથી બનાવી શકતા તેઓ પણ સરળતાથી મેગ્ગી બનાવવાનું શીખી ગયા છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે આ મેગ્ગીનું નામ મેગ્ગી શા માટે રાખવામાં આવ્યું ? નહિ ને ? તો ચાલો આજે આપણે તેના પાછળની રોચક માહિતી જાણીએ.

image source

ભારતની વાત કરીએ તો આપણા દેશમાં મેગ્ગીની શરૂઆત વર્ષ 1983 માં થઇ હતી અને નેસ્લે ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારતમાં મેગ્ગી લોન્ચ કરવામાં આવી હતી. જો કે તે પહેલા પણ મેગ્ગી વિદેશોમાં પણ ખુબ પ્રચલિત થઇ હતી અને તેની પ્રથમ શરૂઆત વર્ષ આજથી 123 વર્ષ પહેલા 1897 માં જર્મની દેશમાં મેગ્ગી નુડલ્સના રૂપમાં થઇ હતી.

image source

અસલમાં મેગ્ગી નુડલ્સ બનાવનાર વ્યક્તિનું નામ જુલિયસ માઈકલ જોહાનસ મેગ્ગી હતું અને તે સ્વીત્ઝર્લેન્ડ દેશનો રહેવાસી હતો. તેના નામ પરથી જ તેની પ્રોડક્ટનું નામ પણ મેગ્ગી રાખવામાં આવ્યું. મેગ્ગી બનાવવા પાછળની હકીકત પણ રોચક છે. અસલમાં વર્ષ 1884 માં જુલિયસે લોટ દ્વારા બનાવવામાં આવેલી ફૂડ પ્રોડક્ટ્સ વેંચવાનું શરુ કર્યું પરંતુ તેમાં તેને ધારી સફળતા ન મળી. અને વર્ષ 1886 માં તેણે વિચાર્યું કે કોઈ એવો ખાદ્ય પદાર્થ બનવું જે તરત જ બની જાય અને ફાસ્ટ ફૂડ તરીકે ખાઈ શકાય. અને બસ આ રીતે જ મેગ્ગીની શરૂઆત થઇ.

image source

ધીમે ધીમે જુલિયસની આ ફૂડ પ્રોડક્ટ બજારમાં ચાલવા લાગી અને લોકોમાં પણ પ્રચલિત બનવા લાગી. આ સમયે સ્વીત્ઝર્લેન્ડ સરકાર દ્વારા પણ જુલિયસને સારો એવો સહકાર મળ્યો. ત્યારબાદ તો જુલિયસે મેગ્ગી સિવાય અનેક ફ્લેવરના સૂપ પણ બજારમાં મુખ્ય અને તે પણ બજારમાં ચાલ્યા.

image source

વર્ષ 1912 સુધીમાં તો મેગ્ગી એક બ્રાન્ડ પ્રોડક્ટ બની અને અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોમાં પોતાની ખાસ ઓળખ ઉભી કરી ચુકી હતી. સમય જતા જુલિયસનું મૃત્યુ થયું અને ત્યારબાદ મેગ્ગીની માર્કેટ થોડી ડાઉન થઇ. પરંતુ તેમ છતાં અનેક વર્ષો સુધી એ પ્રોડક્ટ ચાલી. વર્ષ 1947 માં નેસ્લે કંપનીએ એ મેગ્ગી બ્રાન્ડને ખરીદી લીધી અને ત્યારબાદ તે ફરીથી લોકપ્રિય બની ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ