મચ્છરથી નહિં પણ આવી રીતે પણ થઇ શકે છે ડેન્ગ્યુ, ચેતી જજો તમે પણ…

ડૅગ્યુ કેસઃ સામે આવ્યો એક ચોંકાવનાર રીપોર્ટ, મચ્છરને લીધે નહીં પરંતુ ચેપ લાગ્યો શારીરિક સંબંધને કારણે…

આજકાલ ચારેકોર તાવના વાસરા છે, તેમાં પણ વાઈરલ તાવ અને ડૅંગ્યુનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ૧૦માંથી ૭ લોકો તેનો શિકાર બની રહ્યા છે. જેમને આ પ્રકારના તાવની અસર તેમના મેડિકલ રીપોર્ટમાં આવી હોય. મેડિકલ સાયન્સનું માનવું છે કે ડેંગ્યુ માત્ર મચ્છરના કરડવાથી જ ફેલાય છે. પરંતુ તાજેતરમાં તબીબી વિજ્ઞાન સાથે જોડાયેલ એક ચોંકાવનાર રીપોર્ટ સામે આવ્યો છે. તે મુજબ, યુરોપિયન દેશ સ્પેનમાં એક કિસ્સો સામે આવ્યો છે જેના લીધે ડેંગ્યુથી સંબંધિત તમામ જુના દાવાને ખોટા સાબિત થયા છે. ખરેખર, મચ્છરના કરડવાથી નહીં, પણ તે શારીરિક સંબંધને કારણે કોઈ દર્દીને ડેન્ગ્યુ થાય છે.

સ્પેનના મેડિકલ રીપોર્ટમાં આવ્યું એક ચોંકાવનાર કારણ…

image source

સ્પેનના આરોગ્ય અધિકારીઓએ એક ખાસ પ્રકારની તપાસ બાદ દાવો કર્યો છે કે આ પ્રકારના ડેંગ્યુ તાવ આ વ્યક્તિને શારીરિક સમાગમ થવાને કારણે ડેન્ગ્યુ થયો છે. આપને જણાવીએ કે અત્યાર સુધી સામે આવેલા અનેક લાખો કેસમાંથી દુનિયામાં આ એકમાત્ર કેસ છે જ્યારે કોઈ વ્યક્તિને શારીરિક સંબંધ બાંધવાને કારણે ડેંગ્યુ થયો હોય, એવું માનવામાં આવ્યું છે.

પુરુષને થયો ડેંગ્યુ…

image source

મેડ્રિડ – સ્પેનમાં રહેતા એક ૪૧ વર્ષીય વ્યક્તિનું એમ પણ કહેવું છે કે તેમને પુરુષ પાર્ટનર સાથે શરીર સુખ માણવાને કારણે તેને ડેંગ્યુ થયો છે. મેડ્રિડના ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ વિભાગના વડા સુજાના જિમેન્ઝ કહે છે કે મેલ પાર્ટનર તેમની ક્યુબાની યાત્રા દરમિયાન ડેન્ગ્યુનો શિકાર બન્યો હતો. ત્યાં તેને મચ્છર કરડ્યો હતો, ત્યારબાદ તેની સાથે રહેવાથી તેને પણ ડેન્ગ્યુ થયો હતો.

બંને વ્યક્તિઓમાં જોવા મળ્યાં એક સમાન લક્ષણો…

image source

ડેન્ગ્યુથી પીડિત વ્યક્તિ તેના મેઇલ પાર્ટનરના સંપર્કમાં આવતાની સાથે જ તેને ડેન્ગ્યુ પણ થઈ ગયો હતો. સુજનાના જણાવ્યા અનુસાર, આ બંને લોકોમાં સમાન લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી, ડોકટરોએ બંને વ્યક્તિઓના વીર્યની તપાસ કરી અને જાણવા મળ્યું કે તેમના શરીરમાં વાયરસ એક જ હતો જે ક્યુબામાં ડેન્ગ્યુનું કારણ બની રહ્યો છે.

જાણો, ડેંગ્યુ કેવી રીતે ફેલાય છે?

image source

ડૅંગ્યુ એ એડીસ પ્રજાતિના મચ્છરના કરડવાથી થાય છે તે એક વાયરસથી જન્મેલો રોગ છે. આપને જાણીને નવાઈ લાગશે કે ડેંગ્યુનો મચ્છર ગંદા પાણીને બદલે સ્વચ્છ પાણીમાં ઉત્પન્ન થાય છે. તેથી ઘરની અંદર અથવા ઘરની આજુબાજુ પાણી જમા થવા ન દો. વરસાદની ૠતુમાં આ મચ્છર વાસણ, કુલર, ટાયર વગેરેમાં એકત્રિત થતા પાણીમાં પણ વધુ જોવા મળે છે.

ડેંગ્યુમાં કેવાં હોય છે, લક્ષણો? જાણો…

image source

ડેંગ્યુ તાવ ખૂબ વધારે પ્રમાણમાં આવે છે અને ઉલટી અને વર્ટીગો જેવી સમસ્યાઓ જણાય છે. માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદો પણ રહે છે. શરીરમાં રતાશ પડતાં ચાંઠાં અને ખરજ આવે અને ચામડીમાં બળતરા જેવા લક્ષણો પણ દેખા દેતાં હોય છે.. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય છે, તો તરત જ ડોક્ટરને મળો અને લોહીમાં પ્લેટલેટ્સની ગણતરી તપાસો. માત્ર સમયસર સારવારથી ડેંગ્યુથી મુક્તિ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ