જો તમને પણ આ 5 વસ્તુઓ ખાવાની આદત હોય તો આજથી જ છોડી દેજો, નહિં તો સપડાઇ જશો ફેફસાંની બીમારીઓમાં

આપણા ફેફસાંને શ્વાસ લેવા માટે સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ છે. ફેફસાં એ શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કોરોના રોગચાળા અને વધતા જતા પ્રદૂષણના કારણે ફેફસાં નબળા પડી રહ્યા છે. જેના કારણે શ્વાસ લેવામાં અને શ્વાસની ઘણી સમસ્યાની તકલીફ બહાર આવી રહી છે. ફેફસાંને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર જરૂરી છે. ફેફસાં ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે.તેથી ફેફસાને સ્વસ્થ રાખવા માટે તેની કામગીરીમાં કોઈપણ અડચણ ના આવવી જોઈએ. ફેફસાંને મજબૂત રાખવા માટે સ્વસ્થ આહાર મહત્વનું છે, એટલું જ મહત્વનું અમુક ખોરાકથી અંતર રાખવું છે ફક્ત પ્રદૂષણથી ફેફસાને નુકસાન પોહ્ચે એવું નથી, પરંતુ એવી ઘણી ચીજો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને જે આપણા ફેફસાં માટે પણ નુકસાનકારક છે. શિયાળામાં સારો ખોરાક ફેફસાને સ્વસ્થ તો રાખે જ છે, સાથે તે શરીરને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તો ચાલો અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું જે તમારા ફેફસાં માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તમે તેવા ફૂડ્સનું સેવન કરવાનું ટાળો.

આલ્કોહોલ

image source

આલ્કોહોલનું સેવન આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી ફેફસાં ખરાબ થઈ શકે છે. આલ્કોહોલમાં હાજર સલ્ફેટ્સ અસ્થમાનું કારણ બની શકે છે. જ્યારે ઇથેનોલ તમારા ફેફસાના કોષોને અસર કરે છે. વધુ પડતું આલ્કોહોલ પીવાથી ન્યુમોનિયા અને ફેફસાની અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

મીઠું

image source

મીઠા વગરના કોઈપણ ખોરાકની આપણે કલ્પના જ ના કરી શકીએ. મીઠું આરોગ્ય માટે પણ જરૂરી છે પરંતુ મીઠું હંમેશા મર્યાદિત માત્રામાં હોવું જોઈએ. વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી ફેફસાની સમસ્યાઓ વધી શકે છે. તેથી, ફેફસાંને સ્વસ્થ રાખવા માટે મીઠું ઓછું લેવું.

સોફ્ટ ડ્રિંક્સ

image source

દરેક વ્યક્તિને સોફ્ટ ડ્રિંક પીવાનું પસંદ હોય છે, પરંતુ સોફ્ટ ડ્રિંકનું વધુ પ્રમાણમાં સેવન કરવું સ્વાસ્થ્ય અને ફેફસાં માટે હાનિકારક હોઈ શકે છે. જે લોકો સોફ્ટ ડ્રિંક્સ પીતા હોય છે તેમને ફેફસાની સમસ્યા થવાની સંભાવના વધારે હોય છે. અત્યારના સમયમાં દરેક લોકોને ફાસ્ટફૂડ અથવા બહાર રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ જ હોય છે, જેથી દરેક લોકો તેના ફૂડના પાચન માટે સાથે સોફ્ટ ડ્રીંક્સનું સેવન કરે જ છે, તમારી આ આદત તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી સોફ્ટ ડ્રિન્કનું સેવન ના કરો અથવા માર્યાદિત માત્રામાં જ કરો.

પ્રોસેસ્ડ માંસ

image source

પ્રોસેસ્ડ માંસની પ્રક્રિયા અને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી નાઇટ્રાઇટ્સ ફેફસામાં સોજા અને તણાવનું કારણ બને છે. પ્રોસેસ્ડ માંસ ફેફસાં માટે ખુબ જ હાનિકારક છે.

તળેલું ભોજન

image source

અત્યારના સમયમાં દરેક લોકોને તળેલું અને ડીપ ફ્રાય ભોજન પસંદ હોય છે, પરંતુ જો તમે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારે આ ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ. તળેલા ખોરાક ફેફસાં માટે હાનિકારક હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત