કન્યા વિદાય સમયે અચુક કરો આ ઉપાય, ક્યારે નહિં થાય પતિ-પત્ની વચ્ચે ક્લેશ

મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ લગ્નના પવિત્ર બંધનમા બંધાય છે તો આ બંધન ફક્ત એક જન્મનો નથી હોતો પરંતુ, તે સાત જન્મો માટે એકબીજાના જીવન સાથે જોડાઈ જાય છે. દરેક વ્યક્તિના જીવનમા પતિ-પત્નીના સંબંધને ખુબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે.

image source

લગ્નસંબંધ એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એક ખુબ જ અતુટ સંબંધ છે. આ બંને જ એકબીજાના સુખ-દુઃખના જીવનસાથી છે. પરસ્પર એકતાના આ બંધનને જીવનભર પરિપૂર્ણ કરી શકાય છે. ઘણી વખત એવુ બને છે કે, ના ઇચ્છતા હોવા છતા પણ આ સંબંધોમા અણબનાવ આવે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક નુસ્ખાઓ વિશે જણાવીશુ કે, જેને અજમાવવાથી તમારા ઘરમા ક્યારેય પણ વાદ-વિવાદ થશે નહિ. તો ચાલો જાણીએ.

image source

જો કોઈ પુરુષ કે સ્ત્રીના વૈવાહિક જીવનમા ખુશીઓમા ઘટાડો જોવા મળતો હોય એટલે કે તેમના જીવનમા તણાવ ચાલી રહ્યો હોય તો તેમણે દ્વિમુખી ચહેરાવાળા રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી તમારા ઘરના તમામ વાદ-વિવાદ અને તણાવનો અંત આવશે.

image source

જ્યારે વિવાહના સમયે છોકરીને વિદાય આપવામા આવી રહી હોય ત્યારે પિત્તળના લોટમા હળદર સાથે થોડુક પાણી અથવા તો થોડુ કોઈ પ્રવાહી મિક્સ કરીને ત્યારબાદ તેમા સિક્કો ઉમેરો અને હવે યુવતીનુ માથા પરથી સાત વાર ઉતારો અને તે પાણી એવી જગ્યાએ નાખો કે જ્યા કોઈના પગ ના પડ્યા હોય. આ ઉપાય અજમાવવાથી સાસરિયામા છોકરી સુખી રહે છે.

image source

જો કોઈ પત્ની પોતાના પતિને વધુ સમય આપી શકતી નથી અથવા તો તે બંને વચ્ચે પ્રેમની અછત સર્જાય છે અથવા પ્રેમમા કોઈ અંતર પડે છે, તો તે પત્નીએ કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. જો આ ઉપાય અજમાવવામા આવે તો પતિ અને પત્ની વચ્ચેના તમામ અંતરો દૂર થઇ જાય છે અને બંને વચ્ચે એક નવા જ પ્રેમાળ સંબંધનો ઉદ્ભવ થાય છે.

image source

જો પતિ-પત્ની બંને એકબીજાની વાત સાથે સહમત ના થતા હોય અને તેના કારણે ઘરમા અવારનવાર કલેશ કે વાદ-વિવાદનુ વાતાવરણ સર્જાય છે અને તો તેમણે વહેલી સવારે જાગવું જોઈએ અને સ્નાન કરીને મહાદેવના મંદિરે જઈને શિવલિંગની પૂજા કરવી જોઈએ. આ ઉપાય અજમાવવાથી પતિ-પત્ની વચ્ચેના તમામ કલેશ દૂર થાય છે અને તેમના સંબંધો મજબુત બને છે. તો આ ઉપરોક્ત ઉપાયોને તમે એકવાર અવશ્ય અજ્માવ્પ. આ ઉપાય એટલા અસરકારક છે કે જો કોઈ નવયુગલ દંપતી એકવાર આ ઉપાય અજમાવે છે તો તેમના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.