અમૃતા રાવે ગુપચુપ કર્યા હતા લગ્ન, લવ સ્ટોરીમાં વાંચો કેવી રીતે થઇ હતી પ્રેમની શરૂઆત

બોલીવુડની અભિનેત્રી અમૃતા રાવ એક દીકરા વીરની માતા બની ચુકી છે અને પોતાના પતિ આરજે અનમોલ સાથે પોતાનું લગ્નજીવન ખુશી ખુશી વિતાવી રહી છે. અમૃતા રાવ બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જેને પોતાને વિવાદોથી હંમેશા દૂર રાખી છે. અમૃતા એક હિટ અભિનેત્રી છે પણ કોઈપણ અભિનેતા સાથે એમના અફેરની ક્યારેય કોઈ ચર્ચા નથી થઈ. જો કે એવું કહેવામાં આવે છે કે અમૃતા શાહિદ કપૂરની થોડી નજીક હતી પણ એમને આ બધી વાતોને ફક્ત અફવા જ કહી હતી. અમૃતાએ ફક્ત આરજે અનમોલને પ્રેમ કર્યો અને એમની સાથે જ લગ્ન પણ કર્યા. અમૃતા રાવ અને આરજે અનમોલ પોતાના રોમેન્ટિક બોન્ડના કારણે બીટાઉનના સૌથી ક્યુટેસ્ટ કપલમાંથી એક ગણાય છે. જો કે બન્ને પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. એવામાં ફેન્સ એ જાણવા આતુર છે કે આખરે કેવી રીતે આરજે અનમોલ અને અમૃતા વચ્ચે પ્રેમ થયો અને કેવી હતી એમની પહેલી મુલાકાત.

image source

અમૃતા રાવ અને આરજે અનમોલ પહેલીવાર એક રેડિયો સ્ટેશન પર મળ્યા હતા. અમૃતા રાવ અહીંયા પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. એમને જોતા જ આરજે અનમોલ એમનું દિલ અમૃતાને આપી બેઠા. તો અમૃતા રાવને પણ આરજે અનમોલનો અંદાજ ગમી ગયો હતો. રેડિયો સ્ટેશન પર વાતચીત પછી અમૃતા ઘરે તો આવી ગઈ પણ પોતાનું દિલ અનમોલ પાસે જ મૂકતી આવી અને અહીંયાંથી જ એમના પ્રેમની શરૂઆત થઈ.

image source

અમૃતા રાવ અને અનમોલે એ પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. એમને જણાવ્યું કે ડેટિંગ સમયે જ એ બન્ને એ વાત જાણી ગયા હતા કે હવે વાતો ગંભીર થઈ રહી છે. અમૃતા રાવે કહ્યું કે અમે એકબીજા માટે કમિટેડ થઈ ચૂક્યા હતા. આ મારી અનમોલ સાથે પહેલી રિલેશનશિપ હતી અને હું ઈચ્છતી હતી કે એ લગ્ન સુધી પહોંચે. હું એવી છોકરી નથી જેને કોલેજમાં કોઈને ડેટ કર્યું હોય કે એવું કંઈ હોય. હું હંમેશા કહેતી હતી કે હું મારો સમય લઈશ પણ મારી પહેલી રિલેશનશિપ એ જ હશે જે લગ્ન સુધી પહોંચશે. હું એવું નથી કહેતી કે બધા સાથે આવું થાય છે પણ મને લાગે છે હું ભાગ્યશાળી છું.

image source

અમૃતા રાવે જણાવ્યું કે હું અનમોલને ડેટ કરી રહી હતી પણ જ્યારે એમને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો મને એવું લાગ્યું કે આ સંબંધ ગંભીર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આરજે અનમોલ અને અમૃતા રાવે લગભગ 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈને આ વાતનો અણસાર પણ નહોતો આવવા દીધો.

image source

એ પછી 15 મે 2016ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. એમના લગ્ન ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં થયા હતા જેમાં એમના પરિવારના લોકો અને નજીકના મિત્રો સામેલ થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી અમૃતા રાવે 1લી નવેમ્બર 2020ના રોજ દીકરાને જન્મ આપ્યો. એમના દીકરાનું નામ વીર છે અને થોડા દિવસ પહેલા જ એની એક ઝલક પણ શેર કરી હતી. દીકરાના જન્મથી એમનો પરિવાર પૂરો થઈ ગયો છે અને બન્ને ઘણીવાર વિરના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!