LPG સિલિન્ડર જાતે ઘરે લાવો અને બચાવો આટલા બધા રૂપિયા, જાણો આ માટે શું છે નિયમ

LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ આજે લગભગ તમામ ઘરોમાં થઇ રહ્યો છે. પરંતુ કનેક્શન લીધા બાદ માલ્ટા ફાયદાઓ અંગે આજે પણ ઘણા લોકો અજાણ છે. જેનો ઘણા લોકો જાને અજાણે તેનો ફાયદો પણ ઉઠાવે છે. આ પ્રકારની ધોખાધડીથી બચવા માટે આજે તેમને કેટલાંક નિયમો જણાવી રહ્યા છીએ. જેને જાણીને તમે ન કેવળ તમે સાવધાન થઇ જશો પણ તેમને આર્થિક લાભ પણ થશે.મોટાભાગે લોકો જાણકારીના અભાવે કનેક્શનથી મળતા ફાયદાથી અજાણ રહે છે.

image source

જો તમે LPG સિલિન્ડર જાતે ઘરે લાવો છો તો તમે ડિલિવરી ચાર્જના રૂપિયા બચાવી શકો છો. જો આવું ન થાય અને તમને રૂપિયા પરત ન મળે તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ પમ કરી શકો છો. આજના સમયમાં મોટાભાગે લોકો પોતાના ઘરમા ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. આ ગેસ સિલિન્ડર પર વધતા ભાવ સામાન્ય માણસના ખિસ્સા પર ભાર વધારે છે. એવામાં તમે ગેસ કનેક્શનની સાથે મળતા ફાયદાથી તમારા રૂપિયા બચાવી શકો છો. દેશમાં અનેક લોકો જાણકારીના અભાવે કનેક્શનની સાથે મળતા ફાયદાથી અજાણ છે. તો જાણો કઈ રીતે તમે તમારા કેટલા રૂપિયાની બચત કરી શકો છો અને સાથે તમને આ ફાયદો ન મળે તો ક્યાં ફરિયાદ કરી શકો છો.

ગેસની ડિલિવરી પર બચાવો રૂપિયા

image source

ગેસ કનેક્શન પર લાભ મેળવવા માટે તમારી પાસે કોઈ પણ ગેસ એજન્સીનું કનેક્શન હોવું જરૂરી છે. જો તમે ગેસના ખતમ થતાં નવા સિલિન્ડરનું બુકિંગ કરો છો તો તમે સિલિન્ડર સીધો ગોડાઉનછી લાવીને તેની પર વસૂલાતો ડિલિવરી ચાર્જને પરત મેળવી શકો છો. હાલમાં ગેસ એજન્સીઓ દરેક સિલિન્ડરની ડિલિવરી પર 19 રૂપિયા અને 50 પૈસાનો ચાર્જ વસૂલે છે. જો તમે જાતે સિલિન્ડર લાવો છો તો તમે આ રૂપિયાની બચત કરી શકો છો.

અહીં કરી શકાય છે ફરિયાદ

image source

ગોડાઉનછી સિલિન્ડર જાતે લાવવા માટે કોઈ પણ એજન્સી ગ્રાહકને ડિલિવરી માટે લેવાતા રૂપિયા પરત કરવા માટે બંધાયેલી છે. જો તમને તમારી એજન્સી રૂપિયા પરત આપવાની મનાઈ કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. એજન્સી સંચાલકે રૂપિયા પરત ન કરવાની સ્થિતિમાં તમારે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફરિયાદ કરવાની રહે છે.

રેગ્યુલેટર પણ ફ્રીમાં બદલો

image source

આ સાથે એ પણ જણાવી દઈએ કે જો તમારું રેગ્યુલેટર કોઈ પણ સ્થિતિમાં લીક થાય છે તો એજન્સી તેને ફ્રીમાં બદલી આપે છે. તેને માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવાતો નથી. ફ્રીમાં રેગ્યુલેટરને બદલવા માટે સબ્સ્ક્રિપ્શન વાઉચર રેગ્યુલેટરના નંબરને ડાયલ કરવાનો રહે છે. આમ કરવાથી તમે રેગ્યુલેટરને ફ્રીમાં બદલાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ