માતા-પિતા બનતા બનતા રહી ગયા હતા આ એક્ટ્રેર્સ, મિસકેરેજથી ગુમાવ્યું હતું બાળક

પ્રેગ્નનસી કોઈપણ સ્ત્રીના જીવનના સૌથી ખાસ દિવસોમાંથી એક હોય છે. માતા બનવાની ખુશી અને એક નવા જીવને જન્મ આપવાનો અહેસાસ એકદમ અલગ હોય છે. પણ જો કોઈ કારણસર સ્ત્રીનું મિસકેરેજ થઈ જાય તો એનાથી વધુ દર્દનાક અનુભવ કોઈ બીજો હોઈ જ ન શકે. જ્યારે અચાનક જ ખબર પડે કે તમારા ગર્ભમાં ઉછરી રહેલું બાળક આ દુનિયામાં આવતા પહેલા જ જતું રહ્યું છે તો એ દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અમે તમને આજે એવા જ કેટલાક ફિલ્મ અને ટીવીના સેલિબ્રિટી વિશે જણાવીશું જેમને પોતાનું બાળક મિસકેરેજના લીધે ખોઈ દીધુ

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા.

image source

શિલ્પા શેટ્ટી અને એમના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ વર્ષ 2009માં લગ્ન કર્યા અને વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે વિયાનના જન્મ પહેલાં શિલ્પાનું મિસકેરેજ થયું હતું અને એમને પોતાનું અનબોર્ન બેબી ખોઈ દીધું હતું. શિલ્પા લગ્નના થોડાક જ મહિનામાં પ્રેગ્નેન્ટ હતી પણ અમુક કોમ્પ્લિકેશનના કારણે એમને પોતાનું બાળક ખોઈ દીધું. એક ઇન્ટરવ્યૂમાં એમને આ વાત શેર કરતા કહ્યું હતું કે ” લગ્નના થોડાક જ મહિનામાં મને મારી પ્રેગ્નનસી વિશે ખબર પડી હતી તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. પણ પછી મારૂ મિસકેરેજ થઈ ગયું. મને લાગતું હતું કે હવે હું ક્યારેય પ્રેગ્નેન્ટ નહિ થઈ શકું પણ વિયાનના જન્મ પછી બધું સારું થઈ ગયું.”

આમિર ખાન અને કિરણ રાવ.

image source

આમિર ખાન અને કિરણ રાવના લગ્ન વર્ષ 2005માં ખૂબ જ સાદાઈથી થયા હતા. વર્ષ 2009માં કિરણ રાવ પ્રેગ્નેન્ટ થઈ અને આ કપલ ખૂબ જ ખુશ હતું. પણ એમની આ ખુશી થોડા સમય માટે જ હતી કારણ કે કિરણનું મિસકેરેજ થઈ ગયું. આમિરે જાતે મિસકેરેજની વાત શેર કરતા કહ્યું હતું કે “કિરણ અને મેં અમારું બાળક ખોઈ દીધું. આ બે મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. અમને આ પીડામાંથી બહાર આવવા માટે સમય લાગ્યો. બાળક ખોઈ દીધા પછી પણ બંનેએ આશા ન છોડી. કંસીવ કરવાની ઘણી અસફળ કોશિશ પછી એમને વર્ષ 2011માં આઇવીએફ સરોગેસી દ્વારા એમના જીવનમાં દીકરા આઝાદનો જન્મ થયો.

કાજોલ અને અજય દેવગન.

image source

કાજોલ અને અજય દેવગને વર્ષ 1999માં પારંપરીક મરાઠી રીતે લગ્ન કર્યા હતા અને કાજોલે 2003માં દીકરી નાયસાને જન્મ આપ્યો પણ નાયસા એમની પહેલી દીકરી નથી. લગ્નના 2 વર્ષ પછી જ વર્ષ 2001માં કાજોલ પ્રેગ્નેન્ટ હતી પણ એમનું મિસકેરેજ થઈ ગયું. આ વિશે જણાવતા અજયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે અમારું બાળક ખોયું પણ મને એનું દુઃખ નથી. કાજોલનો જીવ જોખમમાં હતો. જેવું ડોકટરે અમને જણાવ્યું કે કાજોલની ઓપરેટ કરવી પડશે અમે હા પાડી દીધી. કાજોલના જીવથી વધુ જરુરી બીજું કંઈ જ નથી.

સાયરા બાનો અને દિલીપ કુમાર

image source

સાયરા બાનોએ પોતાના કરિયરના પિકમાં 1966માં દિલીપ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. એ સાયરા કરતા 22 વર્ષ મોટા હતા પણ પ્રેમ ઉંમર નથી જોતો. 1972માં સાયરા પ્રેગ્નેન્ટ થઈ હતી પણ પ્રેગ્નનસીના 8માં મહિને સાયરનું મિસકેરેજ થઈ ગયું. એ પછી સાયરા ક્યારેય કંસીવ ન કરી શકી. લગ્નના 52 વર્ષ પછી પણ એમને કોઈ બાળક ન થયું.

ડિમ્પી ગાંગુલી અને રાહુલ મહાજન.

image source

ડિમ્પી અને રાહુલ મહાજને 2011માં નેશનલ ટેલિવિઝન પર લગ્ન કર્યા હતા. લગ્ન પછી તરત જ ડિમ્પી પ્રેગ્નેન્ટ થઈ હતી. પણ એમનું મિસકેરેજ થઈ ગયું. થોડા વર્ષો પછી ડિમ્પીએ રાહુલ મહાજન પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો અને ડાઈવોર્સ લઈ લીધા

રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુ.

image source

જાણીતી સિરિયલ ઉતરનના સેટ પર રશ્મિ દેસાઈ અને નંદીશને પ્રેમ થઈ ગયો અને એમને વર્ષ 2012માં લગ્ન કરી લીધા. આ કપલ વર્ષ 2016ના અલગ થઈ ગયું. એક રિયાલિટી શોમાં આ બંનેએ એ વાત સ્વીકારી હતી કે લગ્નના થોડા મહિના પછી જ રશ્મિ પ્રેગ્નેન્ટ હતી. પણ ઝલક દિખલાજામાં ભાગ લીધો એ દરમિયાન એમનું મિસકેરેજ થઈ ગયું.

શાહરુખ ખાન અને ગૌરી ખાન

image source

શાહરુખ ખાન અને ગૌરી ખાન ઇન્ડસ્ટ્રીમાં જાણીતા કપલમાંથી એક છે એમના ત્રણ બાળકો છે પણ આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે 1997માં ગૌરીનું મિસકેરેજ થયું હતું. સાજીદ ખાનના શો યાદો કી બારાતમાં શાહરૂખે આ વાતનો ખુલાસો કર્યો હતો કે આર્યનના જન્મ પહેલાં ગૌરીનું મિસકેરેજ થયું હતું. એ વિશે જણાવતા શાહરૂખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આર્યનના જન્મ પહેલાં ગૌરનું મિસકેરેજ થયું હતું, આર્યનના જન્મ પછીના અમુક દિવસો પણ ખૂબ જ અઘરા હતા. સુહાનાના જન્મ સમયે અમે ખૂબ જ ખુશ હતા. અમે ઇચ્છતા હતા કે અમારું પહેલું સંતાન દીકરી હોય પણ એ બીજું હતું.

કરણ પટેલ અને અંકિતા.

image source

કરણ અને અંકિતના વર્ષ 2015માં અરેન્જ મેરેજ થયા હતા અને એ નવેમ્બર 2018માં માતા પિતા બનવાના હતા. પણ પ્રેગ્નનસીના પાંચમા મહિને જ અંકિતાનું મિસકેરેજ થઈ ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ