સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને ના આપતા આ વસ્તુઓ, નહિ તો થઈ જશો કંગાળ અને…

સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને ન આપતા આ વસ્તુઓ, નહિ તો થઈ જશો કંગાળ.

ધાર્મિક માન્યતાઓ કહે છે કે દાન આપવાથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પણ દાન આપવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં જ નહીં બધા જ ધર્મમાં દાન આપવું એને પુણ્ય કર્મ જણાવવામાં આવ્યું છે અને જરૂરિયાત વાળા લોકોને મદદ કરવાનું તેમજ તેમને દાન આપવાનું કહેવામાં આવ્યું છે.

image source

દાન આપવાની પરંપરા ઘણા સમય પહેલેથી જ ચાલતી આવી છે પણ શું તમે જાણો છો કે અમુક એવી વસ્તુઓ પણ છે જેને સૂર્યાસ્ત પછી કોઈને ન આપવી જોઈએ. જો તમે આ વસ્તુઓ કોઈને આપો છો તો તમને ધન સંબંધિત તકલીફો આવી શકે છે. તો ચાલો આજે જાણી લઈએ કે સૂર્યાસ્ત પછી કઈ કઈ વસ્તુઓ ક્યારેય કોઈને ન આપવી જોઈએ.

દૂધનું દાન ન આપવું જોઈએ.

image source

સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત પછી ક્યારેય દૂધનું દાન ન કરવું જોઈએ. દૂધનો સંબંધ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે, એ સિવાય દૂધનો સંબંધ ચંદ્ર સાથે પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે સૂર્યાસ્ત પછીના સમયમાં આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાંથી બરકત જતી રહે છે.

દહીંનું દાન ન કરવું જોઈએ.

image source

જ્યોતિષ અનુસાર દહીંનો શુક્ર ગ્રહ સાથે સંબંધ હોય છે. શુક્રને ધન, વૈભવ અને ઐશ્વર્યનો પ્રતીક માનવામાં આવે છે. એટલે સૂર્યાસ્તના સમયે ક્યારેય કોઈને દહીં ન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી ભૌતિક સુખ સુવિધાઓ અને વૈભવમાં કમી આવી જાય છે.

સૂર્યાસ્ત પછી કોઈને ન આપો લસણ અને ડુંગળી.

image source

આમ તો ડુંગળી અને લસણને ક્યારેય દાનમાં નથી આપવામા આવતું. પણ ક્યારેક એવું પણ થાય છે કે કોઈને ડુંગળી કે પછી લસણ આપવું પડે, પણ સાંજના સમયે કોઈને પણ ડુંગળી અને લસણ આપવાથી બચવું જોઈએ. આ બંને વસ્તુઓનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી આ વસ્તુઓ કોઈને આપવાથી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોઈને પૈસા ન આપવા.

image source

તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરમાં લક્ષમીજીનું આગમન થાયછે અને એવામાં જો તમે સાંજના સમયે કોઈને પૈસા આપો છો તો તમારા ઘરની લક્ષ્મી બીજા પાસે જતી રહે છે એટલે જો તમારી પાસે સાંજના સમયે કોઈ પૈસા માંગે તો કોશિશ કરો કે એને સવારના સમએ જ પૈસા આપો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ