આ ખાસ ઓફરમાં માત્ર 194 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, જલદી લો તમે પણ આ રીતે લાભ

મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વિનાના રસોઈગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો. મહિનાની શરૂઆતમાં પણ 50 રૂપિયાનો વધારો થવાના કારણે ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ મહિને 100 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલી વધી હતી. વેબસાઈટ પર ગેસ સિલિન્ડરની જૂની કિંમતો જોવા મળી રહી છે પણ જો તમે કિંમત ચેક કરશો તો તેમાં 50 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો.

image source

આ છે 4 મહાનગરોમાં 1 ડિસેમ્બરની નવી કિંમતો

દિલ્હીમાં 594 રૂપિયા

કોલકત્તામાં 620.50 રૂપિયા

મુંબઈમાં 594 રૂપિયા

ચેન્નઈમાં 610 રૂપિયા

image source

પરંતુ રસોઈ ગેસના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ સિલિન્ડર હવે 694ને બદલે તમે 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કંપની Paytm ગ્રાહકોને માટે એક શાનદાર ઓફર લાવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે 500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. તો જાણો કઈ રીતે મળશે ફાયદો.

image source

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં સરકાર પોતાની ભાગીદારી વેચવાની છે. આ સમયે બીપીસીએલ એલપીજી ગેસનો ઉપયોગ કરી રહેલા 7 કરોડથી વધુ ગ્રાહકોના મનમાં સબ્સિડીને લઈને સવાલો ચાલી રહ્યા છે. તેના માટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટીકરણ આપતાં કહ્યું છે કે દરેક ગ્રાહકોને સબ્સિડી મળતી રહેશે. આ માટે એલપીજી વેચનારી કંપનીના અધિકારની સબ્સિડી પર કોઈ અસર થશે નહીં.

Paytm આપી રહ્યું છે કેશબેકની સુવિધા

image source

મળતી માહિતી અનુસાર Paytm થી LPG સિલિન્ડર બુક કરાવવાથી તમને 500 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આ માટે તમારે એપને ડાઉનલોડ કરવાની રહે છે.

આ રીતે મળશે ફાયદો

image source

કેશબેકનો ફાયદો લેવા માટે સૌ પહેલાં Recharge & Pay Billsના ઓપ્શન પર જાઓ. અહીં Book a cylinder પર ટેપ કરો. અહીં તમને ગેસ કંપનીના ઓપ્શન મળશે. પેમેન્ટ કરતાં પહેલાં ઓફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.

હેલીવાર બુકિંગ કરાવતાં મળશે ફાયદો

image source

ઉલ્લેખનીય છે કે Paytm થી પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવતાં 500 રૂપિયાનું કેશબેક મળે છે. તમારે ગેસ બુકિંગ માટે 694 રૂપિયા આપવાના રહે છે અને કંપની તમને 500 રૂપિયાનું કેશબેક આપશે. તે તમારા પેટીએમ ખાતામાં પાછા આવશે. એટલે કે તમને સિલિન્ડર 194 રૂપિયામાં પડશે.

સરકાર વેચી રહી છે સંપૂર્ણ ભાગીદારી

સરકાર બીપીસીએલમાં પ્રબંધન નિયંત્રણની સાથે તેની સંપૂર્ણ 53 ટકાની ભાગીદારી વેચી રહી છે. કંપનીના નવા માલિકને ભારતની તેલ શોધન ક્ષમતાના 15.33 ટકા અને ઈંધણ બજારના 22 ટકા ભાગ મળશે. દેશના કુલ 28.5 કરોડ એલપીજી ગ્રાહકોમાં 7.3 કરોડ ગ્રાહકો બીપીસીએલના છે.

ગ્રાહકોનું શું થશે

image source

શું બીપીસીએલના ગ્રાહકો થોડા સમય બાદ આઈઓસી અને એચપીસીએલમાં ફેરવાઈ જશે..સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે આવો કોઈ પ્રસ્તાવ હાલમાં નથી. અમે ગ્રાહકોના ખાતામાં સબ્સિડી આપીએ છીએ તો તેનો હક કંપનીઓને નહીં મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ