હસ્તરેખા: જેમની હોય છે આવી હથેળી, એમની ક્યારેય પણ તિજોરી નથી થતી ખાલી અને હંમેશા રહે છે રૂપિયાથી ભરેલી

એક કરતા વધારે સાધનોથી આવક પ્રાપ્ત કરે છે અને પોતાના પુવજો તરફથી પ્રાપ્ત થયેલ સંપત્તિમાં વૃદ્ધિ કરનાર હોય છે. શારીરિક દ્રષ્ટિથી આવી વ્યક્તિ આકર્ષક હોય છે. વિપરીત લિંગી વ્યક્તિઓની તેમના જીવનમાં ભરમાર હોય છે.

એવું કહેવાય છે કે, વ્યક્તિનું ભાગ્ય તેમના હાથમાં હોય છે. દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જેમની પાસે બધી સુવિધાઓ હોય છે તેમની પાસે કોઈપણ વસ્તુની ખામી રહેતી હોતી નથી. એવા વ્યક્તિઓ પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બનેલ રહે છે. જ્યોતિષના જણાવ્યા મુજબ આવા લોકોના હાથમાં વિશેષ સ્થિતિઓ રહે છે.

હાથોની ભાગ્ય રેખા.:

image source

જો બંને હાથોમાં ભાગ્ય રેખા મણીબંધથી પ્રારંભ થઈને સીધી શનિ પર્વત પર જાય છે તથા સૂર્ય પર્વત પૂર્ણ વિકસિત, લાલિમા લઈને હાજર હોય અને તેની પર સૂર્ય રેખા પણ કોઈ ભંગ વિના, પાતળી અને સ્પષ્ટ હોય, આ સાથે જ મસ્તિષ્ક રેખા, હ્રદય રેખા અને આયુ રેખા સ્પષ્ટ હોય તો એને ગજલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. જે પણ વ્યક્તિના હાથમાં આ યોગ હોય છે તે સાધારણ પરિવારમાં જન્મ લઈને પણ પોતાના શુભ કર્મોની મદદથી ઉચ્ચ સ્તરીય જીવનયાપન કરે છે. તેમના જીવનમાં સમ્માનની કોઈ ખામી હોતી નથી અને તેઓ તમામ ઐશ્વર્ય, સુખ ભોગવે છે.

તેજસ્વી અને ચુંબકીય વ્યક્તિત્વ:

image source

જે વ્યક્તિના હાથમાં આ યોગ હોય છે તેવી વ્યક્તિ તેજસ્વી અને ચુંબકીય વ્યક્તિત્વના ધની હોય છે. તેમની આસપાસ ઐશ્વર્ય અને ભૌતિક સુખ સુવિધાઓ ચાલી આવે છે. આવી વ્યક્તિ એક કરતા વધારે સાધનોથી આવક પ્રાપ્ત કરે છે તથા પોતાના પૂર્વજો તરફથી મળેલ સંપત્તિમાં વૃદ્ધિ કરનાર વ્યક્તિ હોય છે. શારીરિક દ્રષ્ટિએ આવી વ્યક્તિઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. વિપરીત લિંગી વ્યક્તિઓની તેમના જીવનમાં ભરમાર હોય છે.

ભાગ્ય રેખા ઊંડી અને સ્પષ્ટ.:

image source

જો વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા ઊંડી અને સ્પષ્ટ દેખાય છે તો આવી વ્યક્તિ ખુબ જ ઈમાનદાર હોય છે. તેઓ આદર્શવાદી હોય છે અને જીવનમાં દરેક કામ વ્યસ્થિત રીતે કરતા આગળ વધે છે. તેઓ કોઈપણ ખોટું કામ કરતા નથી. તેઓ દરેક કામમાં ઈમાનદારી અને આદર્શવાદીતા તેમના માટે સર્વોપરિ હોય છે. હાથની મધ્યમા આંગળી સુધી જનાર ભાગ્યરેખાને સારી માનવામાં આવતી નથી. આવી વ્યક્તિ પોતાના જીવનમાં ઘણું ખોટું કરે છે અને નુકસાન ઉઠાવતા રહે છે.

હથેળીની વચ્ચેનો ભાગ દબાયેલો:

image source

જો કોઈ વ્યક્તિના હાથમાં હથેળીનો વચ્ચેનો ભાગ દબાયેલ હોય અને ઊંડો હોવાની સાથે જ સૂર્ય અને ગુરુ પર્વત પુષ્ટ, મજબુત અને ઉભરેલ હોય છે તો, આવી વ્યક્તિ વ્યક્તિત્વના ઘણા જ ધની હોય છે. તેમનું વ્યક્તિત્વ એકદમ અલગ હોય છે. જો હથેળીની વચ્ચેનો ભાગ દબાયેલો ઊંડો હોય, સૂર્ય અને ગુરુ પર્વત પુષ્ટ, મજબુત અને ઉભરેલા હોય, ભાગ્યરેખા શનિ પર્વતના મૂળને સ્પર્શે છે તો હાથમાં શુભકર્તરી યોગ બનાવે છે.

જાદુઈ વ્યક્તિત્વ અને લાંબુ જીવન:

image source

આવી વ્યક્તિઓનું વ્યક્તિત્વ જાદુઈ હોય છે આવી રીતના લોકોની આસપાસ તમામ સુવિધાઓ હોય છે. તેમની પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહે છે. આવા લોકોની પાસે આવકના સ્ત્રોત પણ એક કરતા વધારે હોય છે. આવા લોકોને પોતાના પૂર્વજો તરફથી જે પણ સંપત્તિ કે ધન મળે છે તેઓ તેમાં નિરંતર વધારો કરતા રહે છે.

image source

શારીરિક દ્રષ્ટિથી પણ આવા લોકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. વિપરીત લિંગી વ્યક્તિઓની જીવનમાં લાંબી લાઈન રહે છે.જો કે, ક્યારેક- ક્યારેક આવી વ્યક્તિઓ અભિમાની પણ થઈ જાય છે જે તેમના વ્યક્તિત્વનો નકારાત્મક પક્ષ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ