દીકરીનો જન્મ થતાં પતિ વધારી દેતો રસોડાનું કામ, જુઓ કઈ રીતે રાજકોટમાં સાસરિયા વહુ પર ગુજારતા હતા ત્રાસ

દરેકના લગ્નજીવનમાં થોડી સમસ્યા અને વિવાદ તો થતાં જ રહે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં આવું થતું હોય છે. પરંતુ પતિ અને પત્ની બંને એકબીજા પ્રત્યેના પ્રેમ અને સમ્માનને માન આપી અને બધું ભુલી જતા હોય છે. પરંતુ જ્યારે સામાન્ય ઝઘડા અસામાન્ય બની જાય અને સ્થિતિ સહનશક્તિથી પાર થઈ જાય છે ત્યારે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. સમાજમાં આજે પણ અનેક મહિલાઓ છે જે ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે. મોટાભાગની મહિલાઓ તેને સહન કરી લેતી હોય છે. પરંતુ જ્યારે સહન ન કરી શકાય તેવી સ્થિતિ થાય ત્યારે તેઓ પોલીસની મદદ લેવા આગળ આવે છે.

image soucre

આવી જ એક ઘટના તાજેતરમાં બની છે રાજકોટ ખાતે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક નહીં અલગ અલગ એવી ફરિયાદો નોંધાઈ છે જેની વિગતો જાણી તમને પણ એક વાર વિચાર આવશે કે સમાજમાં આજે પણ આવી વિચારધારાના લોકો રહે છે અને આવી બાબતે પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી શકે ?

image soucre

પહેલી ઘટના કે જેમાં શહેરના પરસાણાનગર વિસ્તારમાં રહેતા કિરણબેને ( નામ બદલાવેલ છે ) ગાંધીગ્રામમાં રહેતા અને આર્મીમાં નોકરી કરતા પતી અને સાસુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન વર્ષ 2019માં થયા હતા. ત્યારબાદ પંદર દિવસમાં જ પતિ નોકરીએ જતો રહ્યો હતો. ત્યારબાદ ફોન પર નાની નાની વાતમાં તેનો પતિ તેને અને તેના પિતાને ગાળો ભાંડતો રહેતો. આ વાતનું પણ તેણે સમાધાન કરી લીધું અને થોડા સમયમાં તેનો પતિ તેને તેની સાથે ઉતરાખંડ લઇ ગયો હતો. અહીં તે ગર્ભવતી થતાં તેને ડિલીવરી માટે રાજકોટ તેના પિયર મોકવામાં આવી. આ સમય દરમિયાન તે પોતાના સાસુને પણ સાથે લઈ ગઈ અને સાચવ્યા હતા. છતાં તેના સાસુએ તેના પતિને ફોનમાં તેના અને તેના પરિવાર વિશે ખોટી વાતો કરી. આ ઘટના બાદ તેના પતિએ તેને ફોન કરી ધમકાવી હતી કે નોરમલ ડિલીવરી કેમ ન કરી અને શા માટે ઓપરેશન કરાવ્યું. આ બાબતે ઝઘડો થયા બાદ પતિએ સવા મહિના પછી પત્ની અને દીકરાને લઈ જવાની વાત કરી હતી. પરંતુ દીકરીને આરામની જરૂર હોવાથી તેના માતાપિતાએ તેને જવા દીધી નહીં. તેવામાં પાંચ મહિના પછી તેનો પતિ આવી પાંચ મહિનાના દીકરાને લઈ ગયો અને પત્નીને તેડવા ન આવતા તેણે અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

image soucre

આવી જ રીતે રાજકોટના ઘંટેશ્વરમાં રહેતા ગીતાબેન ( નામ બદલાવેલ છે )ને તેના પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના પતિએ તેના દીકરા અને દીકરી સાથે તેને ઘરમાંથી કાઢી મુકતા તેણે પોલીસની શરણ લીધી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્નની શરુઆતમાં પતિ તેને બોલાવતો નહીં. પછી જેઠ-જેઠાણીથી અલગ થયા ત્યારે તે તેને સારી રીતે રાખતો. ત્યારબાદ તેણે દીકરી અને દીકરાને જન્મ આપ્યો. પરંતુ દીકરી જન્મ થતાં તેનો પતિ રસોડામાં કરીયાણું ભેગું કરી નાખતો, ફરી જ્યારે તે ગર્ભવતી થઈ તો તેને પેટમાં પાટા મારતો. આ ત્રાસ પણ તેણે સહન કર્યો પરંતુ જ્યારે વાત હદથી આગળ વધી ગઈ અને તેને સંતાન સાથે ઘરમાંથી કાઢી મુકવામાં આવી ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong