કરીનાનો ટેણિયો તૈમૂર પણ ખૂબ જોવે છે ટીવી, આ શો છે તેનો ફેવરિટ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર અલી ખાન જન્મથી લઈ અત્યાર સુધી સતત ચર્ચામાં રહે છે. શરુઆતમાં તેનું નામ પછી તેની સ્ટાઈલ, તેની ફેશન, તેની લાઈફસ્ટાઈલ બધી જ વાતોની હંમેશાં સોશિયલ મીડિયા પર નોંધ લેવાય છે. તેની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થાય છે. આ બધી વાતોની સાથે હવે વધુ એક વાત સામે આવી છે. નાનકડા તૈમૂરને ટીવી જોવાનો પણ ખૂબ શોખ છે અને તે એક રીયાલિટી શોને ખૂબ પસંદ કરે છે. આ રિયાલીટી શો કયો છે તે વાતનો ખુલાસો ખુદ તેની મંમી કરીના કપૂરે કર્યો હતો.

image soucre

રાજ કુંદ્રા મામલે ચાલતા વિવાદના કારણે શિલ્પા શેટ્ટી હાલ સુપર ડાન્સર ચેપ્ટર ટુ શોમાંથી ગાયબ છે. તેવામાં તેની જગ્યાએ તાજેતરમાં કરિશ્મા કપૂર આ શોમાં મહેમાન બનીને આવી હતી. ત્યારે અહીં સ્ટેજ પરથી કરીના કપૂરે તૈમૂરના પ્રિય શોનું નામ જાહેર કર્યું હતું. આ શોમાં કરીના કપૂર ખાન આવી ન હતી પરંતુ તેણે શોના એક સ્પર્ધક સાથે ફોન પર વાત કરી હતી અને આ વાતમાં તેણે જણાવ્યું હતું કે તૈમૂર સુપર ડાન્સર શો ખૂબ પસંદ કરે છે.

image soucre

શોની સ્પર્ધક પરીએ કરીના કપૂર ખાન સાથે વાત કરી હતી. કરીનાનો અવાજ સાંભળીને સુપર ડાન્સરની આ નાનકડી સ્પર્ધક પરી સ્તબ્ધ અને ખુશ થઈ ગઈ. પરી સાથે ફોન પર વાત કરતા કરીના કપૂર ખાને કહ્યું હતું કે તે તેની સૌથી મોટી ફેન છે. તે પરીનો ડાન્સ જોવે છે. કરીનાએ એમ પણ કહ્યું કે તેની ઇચ્છા હતી કે તે કરિશ્માને બદલે સુપર ડાન્સરમાં આવી હોત અને સ્ટેજ પર પરીનો ડાન્સ લાઈવ જોતી હોત. ત્યારબાદ કરિના કપૂરના કહેવા પર પરીએ તેને તેની સુપરહિટ ફિલ્મ ‘જબ વી મેટ’માંથી એક ડાયલોગ બોલીને સંભળાવ્યો હતો. જેના પર કરીના અને કરિશ્મા બંનેએ પરીના ખૂબ વખાણ કર્યા હતા

image soucre

કરીના કપૂર ખાને આ વાત દરમિયાન કહ્યું હતું કે તૈમૂર પણ સુપર ડાન્સર શોને ખૂબ પસંદ કરે છે અને તે કરીના કપૂરની જેમ જ સુપર ડાન્સરના બધા બાળકોનો મોટો ફેન છે. કરીના અને તે બંને મળીને આ શો જુએ છે અને ખૂબ એન્જોય કરે છે.

image soucre

આટલી વાત પર જ્યારે પરીએ કરીનાને શોમાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે કરીનાએ કહ્યું કે તે ચોક્કસપણે શોમાં આવવાનું પસંદ કરશે કારણ કે તે આ તમામ પ્રતિભાશાળી બાળકોને મળવા માંગે છે. કરીના સાથેનો વોઈસ કોલ પુરો થયા પછી જ્યારે કરિશ્મા કપૂરને પુછવામાં આવ્યું કે તેના અને કરીના કપૂર વચ્ચે વધુ તોફાની કોણ છે, ત્યારે કરિશ્માએ કહ્યું કે તે ખૂબ જ ભોળી હતી પરંતુ કરીના ખૂબ જ તોફાની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong