શું તમને ખબર છે ‘મહાભારત’માં આ લોકોએ એક પણ રૂપિયો લીધા વગર કર્યુ છે કામ?

‘મહાભારત’નું શૂટિંગ સતત 12-12 કલાક કરવામાં આવતું હતું, આ લોકો તેમાં કરતા હતા નિઃશુલ્ક કામ.

image source

મહાભારતમાં, મોટી સંખ્યામાં સ્ટાર કાસ્ટ હોવા છતાં, સૈનિકોની ભૂમિકા માટે લોકોની જરૂર હતી. આ સૈનિકોની ભૂમિકા સામાન્ય લોકોએ ભજવી હતી.

કોરોના વાયરસને કારણે લોકોને ઘરમાં જ કેદ થવાની ફરજ પડી છે. લોકોની માંગ સામે નમવું પડ્યું અને 80 અને 90 ના દાયકાની એ સિરિયલ શરૂ કરવામાં આવી, જેના લોકો ખૂબ દિવાના હતા. મહાભારત અને રામાયણનો ક્રેઝ પહેલા હતો એવો આજે પણ જોવા મળી રહ્યો છે. લોકડાઉનના આ દિવસો દરમ્યાન રામાયણ અને મહાભારત લોકોના સૌથી પસંદગીના પ્રોગ્રામમાંથી એક બની ગયો છે.

image source

આજે પણ લોકો તેમના મનપસંદ કાર્યક્રમો જોવા ટીવી સ્ક્રીનની સામે ચીપકીને બેસી રહે છે. આ દિવસોમાં લોકો આજ ટીવી સિરિયલ્સ વિશે વાતો કરી રહ્યા હોય છે. દૂરદર્શન પર મહાભારતનાં જુનાં એપિસોડ બતાવવામાં આવી રહ્યા છે. લોકો મહાભારત અને તેના નિર્માણને લગતી અન્ય વાર્તાઓ પણ જાણવા માંગે છે.

image source

જે સમયે મહાભારતનું નિર્માણ થયું હતું, એ સમયે આટલાં સંસાધનો ઉપલબ્ધ નહોતા. જેટલાં આજે મળી રહી છે. આ શો બનાવવા માટે ચોપરા પરિવારે એક સાથે મળીને જેટલું યોગદાન આપ્યું, એટલી જ તેના પાત્રોએ પણ મહેનત કરી જેનાથી આ શો સુપરહિટ બની ગયો હતો. મહાભારતનું નિર્દેશન બી. આર. ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના પુત્ર રવિ ચોપરાએ પણ આ શોનું દિગ્દર્શન કર્યું હતું. રવિ ચોપરાનું 12 નવેમ્બર 2014 ના રોજ નિધન થયું હતું.

image source

મહાભારતમાં, મોટી સંખ્યામાં સ્ટાર કાસ્ટ હોવા છતાં, સૈનિકોની ભૂમિકા માટે વધુ લોકોની જરૂર હતી. આ સૈનિકોની ભૂમિકા સામાન્ય લોકોએ ભજવી હતી. રવિ ચોપરાની પત્ની રેણુ ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં જ આ શો એટલો લોકપ્રિય થઈ ગયો હતો કે લોકો નિઃશુલ્ક કામ કરવા તૈયાર થઈ ગયા હતા.

image source

રેણુ ચોપરાએ જણાવ્યું હતું કે યુદ્ધના દ્રશ્યો રાજસ્થાનના જયપુર નજીક ફિલ્માવવામાં આવ્યા હતા. જ્યારે યુદ્ધના દ્રશ્યો શૂટ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે અમને સૈનિકોની જરૂર પડતી હતી. તે સૈનિકો માટે કે જેઓ આગળની હરોળમાં રહેતા હતા, ફક્ત તે સૈનિકોને જ રાખવામાં આવતા હતા. શૂટિંગ દરમિયાન આવેલા પ્રેક્ષકો સૈનિક બનવા માટે તૈયાર રહેતાં હતા અને આ કામ માટે તેઓ પૈસા પણ નહોતા લેતા. તે સમયે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શૂટિંગ ચાલતું હતું. પરંતુ સ્થાનિક લોકોને આ સાથે ક્યારેય કોઈ મુશ્કેલી પડી નહતી.

image source

આપને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવેલું છે, જે 3 મે સુધી છે. આ લોકડાઉન દરમિયાન, દૂરદર્શને તેની જૂની ‘રામાયણ’, ‘મહાભારત’, ‘શક્તિમાન’ , ‘દેખ ભાઈ દેખ’, ‘સર્કસ’ જેવા સુપરહિટ શોનું ફરી પ્રસારણ ચાલુ કર્યું છે. દર્શકોને ટીવી પર ફરી એકવાર આ જુના શો જોવાનું પસંદ આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ