એક સમયે હોટેલમાં વાસણો સાફ કરનાર આ સુપરસ્ટાર આજે એક મિનિટના કમાય છે હજારો રૂપિયા

એક સમયે હોટેલમાં વાસણો સાફ કરનાર આ કીશોર આજે બોલીવૂડનો સુપરસ્ટાર બની ગયો છે

image source

એક સમયે હોટેલમાં વાસણો સાફ કરનાર આ સુપરસ્ટાર આજે માત્ર એક મિનિટના કમાય છે હજારો રૂપિયા

રૂપેરી પરદો હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષતો રહ્યો છે પછી તે ભલે દેશના કોઈ પણ ખૂણામાં રહેતી વ્યક્તિ હોય. અને દેશના ખૂણે ખૂણેથી રોજ કેટલાએ લોકો મુંબઈમાં પોતાની ફીલ્મી કેરિયરનું સ્વપ્ન લઈને આવી પહોંચે છે જેમાંથી મોટા ભાગના લોકો ખાલી હાથે પાછા વળે છે. તો વળી કેટલાક સતત ફાઇટ આપીને મહામહેનતે પોતાની જગ્યા બનાવે છે. સ્ટાર કીડ્સ માટે ફિલ્મોમાં પ્રવેશ મેળવવો સહેલો હોય છે જો કે પછી તો બધું એક્ટરના પર્ફોમન્સ પર જ હોય છે ત્યાં કોઈ જ લાગવગ નથી ચાલતી. પણ સામાન્ય વ્યક્તિએ ફિલ્મોમાં કામ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે.

image source

ખીલાડી કુમાર અક્ષય કુમાર પણ તેવી જ એક સામાન્ય વ્યક્તિ હતો જે ઘણા બધા સ્વપ્ના લઈને મુંબઈ આવ્યો હતો. તેણે ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે અને તે પહેલાં પણ તેણે મુશ્કેલીમાં દિવસો પસાર કર્યા છે. આજે જો કે તેના કરોડો દીવાના છે અને સાથે સાથે તે કરોડોની આવક પણ ધરાવે છે પણ તેણે આ મુકામ પર પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી છે. તો ચાલો જાણીએ અક્ષય કુમારની ફર્શથી અર્શ સુધીની સફર વિષે.

અક્ષયનું બાળપણ

image source

રાજીવ હરી ઓમ ભાટીયા એટલે કે અક્ષય કુમારનો જન્મ 9મી સપ્ટેમ્બર 1967ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. તેના પિતા એક આર્મિ ઓફિસર હતા. ખુબ જ નાની ઉંમરથી અક્ષયને સ્પોર્ટ્સમાં ખૂબ રસ પડતો હતો. તેના પિતા પણ એક સારા રેસલર રહી ચુક્યા છે. તેનો જન્મ ભલે અમૃતસરમાં થયો હતો પણ તેનો ઉછેર દીલ્લીના ચાંદની ચોકમાં થયો હતો. પણ તેના પિતાએ યુનિસેફમાં એકાઉન્ટન્ટ બનવા આર્મિ છોડી દીધી અને તેઓ મુંબઈ શીફ્ટ થઈ ગયા.

વેઇટર તરીકે કામ કર્યું

image source

મુંબઈમાં તેણે પોતાના અભ્યાસની સાથે સાથે કરાટે શીખવાનું પણ શરૂ કરી દીધું. ત્યાર બાદ તે મુંબઈની ગુરુ નાનક ખાલસા કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ્યો, પણ હવે તેને અભ્યાસમાં રસ નહોતો રહ્યો અને તેણે અભ્યાસ પડતો મુક્યો, તેણે પોતાના પિતાને અરજ કરી કે તે હવે માર્શલ આર્ટ્સ શીખવા માગે છે, પિતાએ તરત જ પુત્રની ઇચ્છાનો સ્વિકાર કર્યો અને પોતાની બચત કરેલી રકમમાંથી તેને થાઈલેન્ડ મોકલ્યો.

તે બેંગકોકમાં માર્શલ આર્ટ શીખવા ગયો અને ત્યાં તે પાંચ વર્ષ સુધી રહ્યો અને તેણે થાઈ બોક્ષીંગ શીખ્યું. આ દરમિયાન તેણે પોતાનો ખર્ચો કાઢવા માટે હોટેલમાં લોકોના એંઠા વાસણો ધોવાનું પણ કામ કર્યું હતું. ત્યાર બાદ તે ભારત પાછો આવી ગયો પણ તેને કોઈ જ કામ ન મળ્યું અને અહીં પણ તેણે કેટલોક સમય વેઇટરનું કામ કરવું પડ્યું. તેણે ઢાંકામાં પણ સેલ્સમેનની જોબ કરી હતી. છેવટે તેને મુંબઈની એક શાળામાં બાળકોને માર્શલ આર્ટ્સ શીખવાનું કામ મળ્યું.

image source

સ્ટુડન્ટના પિતાએ મોડેલીંગ કરવાની સલાહ આપી

મુંબઈની શાળામાં તે બાળકોને માર્શલ આર્ટ્સ શીખવવા લાગ્યો. તે દેખાવે તો પહેલેથી જ હેન્ડ્સમ હતો એટલે તેને જોઈને એક સ્ટુડન્ટના પિતાએ તેને મોડેલિંગ કરવાની સલાહ આપી. અક્ષયે તરત જ તે સલાહ માની લીધી અને પોતાના માટે એક ફોટોશૂટ પણ કરાવ્યું. ધીમે ધીમે તેને મોડેલીંગના કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા.

પહેલેથી એક્ટર બનવાનું સ્વપ્ન હતું

image source

જો કે તે પહેલેથી જ એક એક્ટર બનવા માગતો હતો. મોડેલીંગ કેરિયરે તેના એક્ટિંગ કેરિયરનો પણ દરવાજો ખોલી દીધો હતો. મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય બન્યા બાદ તેને તેની પ્રથમ ફિલ્મ સોગંધ મળી જે 1991માં આવી હતી. અને તેને પહેલી ફીલ્મથી જ લોકોનો પ્રેમ મળવા લાગ્યો અને ત્યાર બાદ તે સતત આગળ જ વધતો રહ્યો.

આ રીતે બન્યો કેનેડિયન સીટીઝન

image source

જો કે તેની કેરિયરમાં પણ ઘણા ઉતાર ચડાવ આવ્યા. અને એક સમયે તો તેને એક્ટિંગ કેરિયર છોડવાનું મન થઈ ગયું હતું કારણ કે તેની એક સાથે ઉપરા ઉપરી ઘણી બધી ફિલ્મો નિષ્ફળ જવા લાગી હતી અને તેના કારણે તેણે કેનેડા શિફ્ટ થવાનું વિચારી લીધું અને ત્યાંની સીટીઝનશીપ પણ લઈ લીધી. પણ ફરી પાછી તેની કેરિયર પાટા પર આવી ગઈ અને આજે તે ઉપરા ઉપરી હીટ ફીલ્મો આપે છે અને પ્રોડ્યુસર્સને સેંકડો કરોડો રૂપિયા કમાવી આપે છે.

અક્ષયની એક મિનિટની કમાણી તમારી આંખો ચાર કરી મુકશે

image source

એક સમયે નિષ્ફળ ફિલ્મોની વણઝાર ઉભી કરનારો અક્ષય કુમાર આજે સફળતાની ગેરેન્ટી સમાન સુપરસ્ટાર બની ગયો છે. માટે તેની પાછળ પ્રોડ્યુસર્સની લાઇન લાગેલી રહે છે. આજે તેની ગણતરી બોલીવૂડના અબજોપતિ સ્ટાર્સમાં થાય છે. તમને જણાવી દઈ કે તે એક મિનિટના 1,869 રૂપિયાની કમાણી કરી લે છે. આમ તે વર્ષના કરોડો રૂપિયા કમાવી લે છે.

જીવી રહ્યો છે એક શિસ્તબદ્ધ પ્રેરણાદાયક જીવન

image source

અક્ષય કુમાર ગમે તેટલો મોટો સ્ટાર કેમ ન બની ગયો હોય તે પોતાની જાતને ડીસીપ્લીનમાં રાખવાનું સારી રીતે જાણે છે. આખુંએ બોલીવૂડ મોડે સુધી પાર્ટી કરી રહ્યું હોય ત્યારે તે પોતાના સમયે પથારી ભેગો થઈ જાય છે અને સવારે વહેલા ઉઠીને વર્કાઉટમાં લાગી પડે છે. તે બહારનું ભોજન પણ નથી ખાતો કે ખોટી કોઈ આદતો પણ નથી ધરાવતો, તે હોલિસ્ટિક જીવનમાં વિશ્વાસ ધરાવે છે અને લોકોને પણ તેમ કરવાની સલાહ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ